કોચિંગ, ટ્યૂશન છોડો જનાબ, હવે મેળવો ઇ-ટ્યૂશન

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: જો બાળકો પોતાના ઘર પર પોતાની સુવિધાના સમયે વાંચવાનું પસંદ કરે છે, તેમના વચ્ચે ઇ-ટ્યૂશન ઝડપથી લોકપ્રિય થતું જાય છે. ફ્યૂટર, મેરિટનેશન અને એક્સ્ટ્રામાર્ક્સ જેવી વેબસાઇટો બાળકોને આજે માઉસક્લિક પર પોતાના ઘરમાં જ ભણવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.

ફ્યૂટરના મુખ્ય કાર્યકારી અધિકારી મનીષ ચતુર્વેદીએ કહ્યું હતું કે 'સ્કૂલોમાં શિક્ષણ અલગ-અલગ બાળકોની જરૂરિયાત અનુસાર મળતું નથી. બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખ્યા વિના એક જ વાતોનું પુનરાવર્તન કરવામાં આવે છે. ઘણીવાર બાળક કોઇ આઈડિયા સમજી શકતો નથી અને તેની આ સમસ્યા પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. તેમછતાં દોષી બાળકને માનવામાં આવે છે.'

મનીષ ચતુર્વેદીએ કહ્યું હતું કે ફ્યૂટર આ નબળાઇને દૂર કરવા માટે બાળકોને અભ્યાસ કરવા માટે ઓનલાઇન મંચ અને રમત આધારિત શિક્ષણ સુવિધા પુરી પાડે છે. આ ગણિત, ભૌતિક, રસાયણ વિજ્ઞાનમાં કોચિંગ ઉપલબ્ધ કરાવે છે. આગામી વર્ષે ફ્યૂટર અંગ્રેજીનો પણ સમાવેશ કરવા માંગે છે.

મનીષ ચતુર્વેદીએ કહ્યું હતું કે 'અમે દર મહિને 1500-1800 રૂપિયામાં 10-12મા ધોરણનું કોચિંગ પુરી પાડીએ છીએ.' મેરિટનેશન ડોટ કોમના સહ-સંસ્થાપક અને મેનેજર પવન ચૌહાણે ઓનલાઇન ટ્યૂશન હવે નાના શહેરના બાળકો વચ્ચે ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે.

ઓનલાઇન ટ્યૂશન વિશે શિક્ષકોનું અલગ-અલગ મંતવ્ય

ઓનલાઇન ટ્યૂશન વિશે શિક્ષકોનું અલગ-અલગ મંતવ્ય

તેમને કહ્યું હતું કે મેરિટનેશન પર સામગ્રીનો એક મોટો ભાગ મફતમાં પુરો પાડવામાં આવે છે. તેના પર આઇઆઇટી જેઇઇ જેવી પ્રવેશ પરિક્ષા માટે સામગ્રી અઢી થી દસ હજાર રૂપિયા વાર્ષિક દરે પુરી પાડવામાં આવે છે. ઓનલાઇન ટ્યૂશન વિશે શિક્ષકોનું અલગ-અલગ મંતવ્ય છે. કેટલાક તેને કારગર તો કેટલાક તેને કારગર માનતા નથી.

એકલા ભણવામાં કંટાળો આવે છે

એકલા ભણવામાં કંટાળો આવે છે

એક સરકારી સ્કૂલની શિક્ષિકા મંજૂ ભટ્ટાચાર્યના અનુસાર 'ક્યારેક-ક્યારેક એકલા ભણવામાં કંટાળો આવે છે, તેમછતાં ઓનલાઇન શિક્ષણ સામગ્રી ઇંટરએક્ટિવ હોય છે અને તેને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવે છે, જે બાળકોને સારી લાગે છે અને તે વધુમાં વધુ વાંચવા માંગે છે.

એકલું ભણવું વધુ લાભદાયી નથી

એકલું ભણવું વધુ લાભદાયી નથી

બીજી તરફ દક્ષિણ પશ્વિમ દિલ્હીમાં જએશ ટ્યૂટોરિયલ્સના શિક્ષક સુમીત કુમારે કહ્યું કે એકલું ભણવું વધુ લાભદાયી નથી. તેમને કહ્યું હતું કે 'હું એવા ભણતરના પક્ષમાં નથી, જ્યાં વિદ્યાર્થીની એક વિશાળ સંખ્યાને શિક્ષણ માઇક્રોફોનની મદદથી ભણાવે છે. પરંતુ હું એમ પણ નથી માનતો કે વિદ્યાર્થી એકલો ભણવાથી વધુ શીખે છે.'

વિદ્યાર્થી એક આદર્શ સમુહમાં છ થી આઠ વિદ્યાર્થીઓ હોવા જોઇએ

વિદ્યાર્થી એક આદર્શ સમુહમાં છ થી આઠ વિદ્યાર્થીઓ હોવા જોઇએ

સુમીત કુમારે કહ્યું કે 'સમૂહમાં ભણવાથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ શીખવાડે છે. વિદ્યાર્થી એક આદર્શ સમુહમાં છ થી આઠ વિદ્યાર્થીઓ હોવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X