For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 રૂપિયાના નોટની કિંમત 7 લાખ રૂપિયા, જાણો શું છે ખાસિયત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: 20 વર્ષ પહેલા ભારત સરકારે 1 રૂપિયાની નોટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. એકવાર ફરીથી સરકાર આ નોટનું છાપકામ શરૂ કરવા જઇ રહી છે. એટલે કે કેટલાંક દિવસોમાં આપના ખિસ્સામાં એક વાર ફરી 1 રૂપિયાની નોટ આવી જશે.

શું છે ખાસિયત
નવી નોટ આવવાનો અર્થ એ છે કે 1 રૂપિયાની નોટ ખતમ થઇ ગઇ છે. ભલે કિંમતમાં તે માત્ર એક રૂપિયાની જ હોય, પરંતુ એક ઓનલાઇન પ્લેટફોર્મ પર તેની કિંમત 7 લાખ રૂપિયા છે. ઇ-શોપિંગ કંપની ઇબે એક 1 રૂપિયાના નોટ 7 લાખ રૂપિયામાં વેચી રહી છે.

આ નોટની ખાસીયત એ છે કે નોટ આઝાદી પહેલાની છે. પોતાના સમયની આ એક માત્ર નોટ છે. તેની પર તે સમયના ગવર્નર જે ડબ્લ્યૂ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂના આ નોટને બ્રિટિશ ઇન્ડિયાની તરફથી 1935માં બહાર પાડવામાં આવી હતી.

note
દરેક સમયની નોટ છે હાજર
એવું નથી કે અહીં માત્ર એક નોટ વેચાઇ રહી છે. અલગ-અલગ વર્ષના અત્રે ઘણા એક રૂપિયાના નોટ છે. આપ પોતાની પસંદગીથી તેની પસંદી કરી શકો છો. જુદા જુદા સમયવાળી નોટ માટે આપને જુદી જુદી કિંમત ચૂકવવાની રહેશે. જેમકે 1949ના નોટ માટે આપને 6 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 1966ના એક રૂપિયાના નોટ માટે આપે 45 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 1957ની એક નોટ 57 રૂપિયામાં મળી રહી છે.

બંડલ પણ ઉપલબ્ધ છે
અત્રે એક નોટ ઉપલબ્ધ નથી પરંતુ બંડલ પણ ઉપલબ્ધ છે. વર્ષ 1949, 1957 અને 1964ના 59 નોટોનું બંડલનો ભાવ 34,999 રૂપિયા છે. જ્યારે 1957ના 1 રૂપિયા નોટના બંડલ માટે આપે 15 હજાર રૂપિયા ચૂકવવા પડશે. અત્રે શોપિંગ બાદ નોટ આપના ઘરે પહોંચી જશે.

English summary
eBay is selling Government of India’s Rs. 1 notes that were closed by the government 20 years ago. The online retail website is also selling a pre-independence note for Rs. 7 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X