Exclusive: મારું પહેલું કામ સેનાની દરેક અડચણને દૂર કરવાનું છે: પાર્રિકર
બેંગલુરુ, 18 જાન્યુઆરી: સતત 13 કલાકની મીટિંગ, સુવિધાઓની તપાસ, વચ્ચે ઉત્સાહવર્ધક ભાષણ, અધિકારીઓને ધ્યાનપૂર્વ સાંભળવા, આમંત્રણ અને ફોટો સેશનની વચ્ચે સ્મિતપૂર્ણ ચહેરો. આવું વ્યક્તિત્વ ધરાવે છે દેશના રક્ષા મંત્રી મનોહર પાર્રિકર. પાર્રિકર વ્યસ્ત હતા એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જવા માટે. તેમને બીજા કાર્યક્રમમાં 8 વાગ્યે પહોંચવાનું હતું, ઘડિયાળમાં 7.40 મિનિટ થઇ રહી હતી. પરંતુ તેમણે કહ્યું આપ આપના સવાલો કરો હું આપને સાંભળી રહ્યો છું. રક્ષામંત્રીએ વનઇન્ડિયાની સાથે વાતચીતમાં દરેક સવાલને ધ્યાનથી સાંભળ્યા અને આરામથી તેના જવાબ પણ આપ્યા.

તેજસને લઇને ઇન્ડિયન એરફોર્સ ઉત્સુક છે
દિવસભર તેજસને લઇને પ્રેજન્ટેશન, દસ્તાવેજનું આદાન-પ્રદાન અને એચએએલ દ્વારા બનાવવામાં આવેલ તેજસને ભારતીય વાયુસેનાને સોંપ્યા બાદ ભારતના રક્ષામંત્રી મનોહર પાર્રિકર હવે તેજસની સંપૂર્ણ સીરિઝ ભારતીય વાયુદળમાં સામેલ કરવા માંગે છે. ભારતના રક્ષામંત્રી તેજશ ફાઇટર જેટને વાયુસેનામાં સામેલ કરવા માટે ઉત્સાહિત છે. તેજસના વાયુસેનામાં સામેલ થયા બાદ ભારતીય વાયુદળની શક્તિમાં ચારચાંદ લાગી જશે. તેજસ ભારતનો ઇન હાઉસ પ્રોજેક્ટ છે. રક્ષામંત્રી અનુસાર તેજસ એક ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ છે, પરંતુ તેમાં વધું ડેવલપમેન્ટની જરૂર છે. વાયુદળને તેજશ સમયસર મળવું જોઇએ, અને ભવિષ્યમાં તેજસની ઉત્પાદન ક્ષમતા વધારવાની કોશીશ કરવામાં આવશે.

મનોહર પાર્રિકરે જણાવ્યું કે કેટલાંક મુદ્દા છે જેને મળીને ઉકેલી લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મેં તેજસ વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ પહેલીવાર તેને નજીકથી જોયું પણ ખરા હું તેનાથી પ્રભાવીત થયો છું. તેમણે જણાવ્યું કે તેજસ એમકે-2 પ્રોજેક્ટ પણ ટ્રેક પર છે અને તેના પર કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આના માટે બેઠકોનો દૌર ચાલું છે. તેમણે જણાવ્યું કે મારું પહેલું કર્તવ્ય ભારતીય સેનાના માર્ગમાંથી રોઢા હટાવવાનું છે.
મારુ કામ સેનાની અડચણ દૂર કરવાનું છે
રક્ષામંત્રી મનોહર પાર્રિકરે જણાવ્યું કે રક્ષામંત્રી તરીકે મારું પહેલું કામ ભારતીય સેનાના માર્ગમાંથી અડચણો દૂર કરવાનું છે. આ સમય છે કે જ્યારે દેશને જરૂર હોય તો તેની રાહ ના જોવી પડે. મારુ કર્તવ્ય છે કે હું સેનાને યોગ્ય દિશામાં દોરી જાઉ. રક્ષામંત્રી પાર્રિકરે ઇન્ટરવ્યૂ દરમિયાન ડીઆરડીઓના પ્રમુખ ડો. અવિનાશ ચંદ્રાના વિવાદ મુદ્દે કોઇ ચર્ચા કરી નહીં. નિર્ધારિત સમયે સેનાનું કામ પુરુ કરવામાં આવે તેવી તેમની મનશા છે.

સેનાને ઉત્સાહની જરૂરિયાત
એક સવાલમાં તેમણે જણાવ્યું કે આપણી સેનાને સમય-સમય પર ઉત્સાહિત કરવાની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે આ સતત થવું જોઇએ. આ મારો ઉદ્દેશ્ય છે. રક્ષામંત્રી તરીકે પાર્રિકરે જણાવ્યું કે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણી સેના કોઇ ભય વગર દેશની સેવા કરે. પાર્રિકરે જણાવ્યું કે આપણી સેનાની જરૂરીયાતોનું ધ્યાન રાખવું મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. પાર્રિકરે સેનાના પરિવારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમારું કામ સેનાના જવાનોના પરિવારજનોની સુરક્ષા અને તેમની દેખભાળ પણ છે. તેમના પરિવારજનો સુખી રહે તે અમારુ કર્તવ્ય છે.

મારે પબ્લિસિટીની જરૂરીયાત નથી
જ્યા સુધી અમે તેમને આ પ્રશ્ન પૂછ્યો ત્યા સુધી ઘડીયાળમાં 7.55 મિનિટ થઇ ચૂક્યા હતા. રૂમમાં એક સિનિયર અધિકારીએ આવીને અમને યાદ અપાવ્યું. પાર્રિકરે જતા-જતા કહ્યું કે મને કોઇ પણ બ્રાંડિંગની જરૂરીયાત નથી. મારી પાસે કામ છે. મને કામ કરવાનું છે એવામાં મને કોઇ પણ બ્રાંડિંગની જરૂરિયાત નથી. મારે કોઇ પબ્લિસિટીની જરૂરિયાત નથી. જો મારી ફોર્સ ખુશ છે તો એ જ મારી સૌથી મોટી બ્રાંડિંગ છે.












Click it and Unblock the Notifications
