નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે 11 સમાનતાઓ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બેંગ્લોર: નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહીમને ભારત લાવવાના બદલે અમેરિકાની જેમ કાર્યવાહીમાં ત્યાં જ ખતમ કરી દેવો જોઇએ.

આ સંયોગ છે કે આ નિવેદનથી થોડા સમય પહેલાં જ એક પૂર્વ અમેરિકી સચિવ તરફથી નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન સાથે કરવામાં આવી હતી.

ભલે અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમના વહિવટી તંત્ર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ હોય પરંતુ એ સત્ય છે કે કેટલીક હદ સુધી નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા કેટલીક બાબતોમાં એકજેવી નજર આવે છે.

નરેન્દ્ર મોદીએ જ્યારે દાઉદ ઇબ્રાહીમનો ઉલ્લેખ કર્યો તો અમે વિચાર્યું કે કેમ તે બાબતોને ના શોધવામાં આવે જે બંને નેતાઓ વચ્ચે એક જેવી હોય. બની શકે છે કે કેટલાક લોકોને આ વાત પસંદ ન આવે પરંતુ આ સત્ય છે કે બંને નેતાઓ વચ્ચે કેટલીક એવી બાબતો છે જે એક જેવી છે.

બંને વચ્ચે કેટલીક સમાનતાઓ છે જેના પર એકસમયે તેમના વિરોધી તેમને આડે લેતા હતા તો કેટલીક એવી બાબતો જે તેમને પોતાના પ્રસંસકો વચ્ચે લોકપ્રિય બનાવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હોય કે પછી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, બંને જ નેતા ના ફક્ત પોતાના દેશમાં પરંતુ પોતાના દેશની સીમાઓથી બહાર જઇને પણ મોટાભાગે ચર્ચાનો વિષય રહે છે. બરાક ઓબામા અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો આલમ લગભગ એક જેવો જ છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ કે એવી કઇ બાબતો છે જેનો ઉલ્લેખ કરતી વખતે ક્યારેક બરાક ઓબામા તો ક્યારેક નરેન્દ્ર મોદીની યાદ આવી જાય છે.

આતંકવાદ પર એક જેવી વિચારસણી

આતંકવાદ પર એક જેવી વિચારસણી

બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી બંને જ આતંકવાદ અને તેને પનાહ આપનાર દેશો વિરોદ્ધ એક જેવું વલણ ધરાવે છે. દાઉદ ઇબ્રાહીમને લઇને જે વાત નરેન્દ્ર મોદીએ કહી તે પ્રમાણે બરાક ઓબામાએ પણ અમેરિકન જનતાને વાયદો કર્યો હતો કે તે ઓસામા બિન લાદેનને તેના ગઢમાં જ ઠાર મારશે.

એક જેવી પરિસ્થિતી

એક જેવી પરિસ્થિતી

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા બંનેની લોકપ્રિયતા તેમના દેશના લોકોમાં એક જેવી છે. બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે, લોકોની ભીડ તેમનો પીછો કરે છે. તેમણે જોવા માટે આવી જાય છે.

બંને આતંકવાદીઓના નિશાના પર

બંને આતંકવાદીઓના નિશાના પર

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા બંને નેતાઓનો સુરક્ષા ઘેરો એટલો મજબૂત છે કે ચકલુંય ફરકી ન શકે. જ્યાં નરેન્દ્ર મોદી એનએસજી અને ગુજરાત પોલીસના 45 સુરક્ષા જવાનોથી ઘેરાયેલા રહે છે તો બરાક ઓબામાની સુરક્ષામાં પણ હોમલેંડ સિક્યોરિટીના 60 ગાર્ડસ હંમેશા તૈનાત રહે છે. બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી બંને જ આતંકવાદીના નિશાના પર છે.

બંનેના દમદાર ભાષણ

બંનેના દમદાર ભાષણ

બરકા ઓબામા અને નરેન્દ્ર મોદી બંને જ નેતાઓના ભાષણોને જો સાંભળવામાં આવે તો ખબર પડે છે કે બંને જ નેતા પોતાના રાજકીય ભાષણોમાં એકદમ માહિર છે. બંનેને સારી રીતે ખબર છે કે તેમને ક્યારે કઇ વાતનો ઉલ્લેખ કરવો છે અને ક્યારે કઇ વાતને નજર અંદાજ કરવી છે. વર્ષ 2012ના ચૂંટણી કેમ્પેનમાં ઓ બરાક ઓબામાએ રિપલ્બિકન લીડર મિટ રોમની પર આતંકવાદ, નાણાંકીય સુરક્ષા અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર તીર તાક્યું હતું.

મોદીની માફક ઓબામાની પણ ટીકા

મોદીની માફક ઓબામાની પણ ટીકા

ક્યારેક વિદેશ નીતિ તો ક્યારેક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીના લીધે મોટાભાગે બરાક ઓબામાને શિકાર બનવું પડ્યું છે. એ જ પ્રમાણે નરેન્દ્ર મોદીને પણ તેમના રાજ્યમાં હાલની સુરક્ષા, ત્યાંના વિકાસના મુદ્દે અને તેમની કેટલીક વાતો પર મૌનના લીધે તેમની ટીકા થતી રહી છે.

ઓબામા અને મોદી બંને સ્ટાઇલિશ નેતા

ઓબામા અને મોદી બંને સ્ટાઇલિશ નેતા

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બંને સ્ટાઇલિશ નેતા તરીકે જાણિતા છે. બરાક ઓબામાના ફેન્સ તેમને તેમના સૂટ, વ્હાઇટ શર્ટ્સ, ટાઇ અને કેજુઅલ આઉટફિટ્સના લીધે સ્ટાઇલિશ નેતા ગણાવે છે તો બીજી તરફ નરેન્દ્ર મોદીના મેકઓવર બાદ તેમના ફેન્સ આઉટફિટ્સ પસંદ કરવા લાગ્યા છે. નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં એક સ્ટાઇલિશ નેતા તરીકે તરી આવ્યા છે.

મોદી અને બરાક ઓબામાની જીંદગીઓ પર નજર

મોદી અને બરાક ઓબામાની જીંદગીઓ પર નજર

બરાક ઓબામાની વ્યક્તિગત જીંદગી મોટાભાગે લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહે છે. તે પ્રમાણે નરેન્દ્ર મોદીને પણ પોતાની વ્યક્તિગત જીંદગીના લીધે લોકોના પ્રશ્ન સાંભળવા પડે છે.

મોદીની આરએસવીપી તો ઓબામાની કૈફીન ડ્રિકીંગ

મોદીની આરએસવીપી તો ઓબામાની કૈફીન ડ્રિકીંગ

નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પાર્ટી પર આરએસવીપીવાળા કોમેન્ટ કરી તો કેટલાક લોકોને હસુ આવ્યું તો કેટલાકે તેને મજાક બનાવી દિધી. આ પ્રકારે જ્યારે બરાક ઓબામાએ ઓક્ટોબર 2012માં ડેવિડ લૈટરમૈનના શો પર આવ્યા તો તેમણે કહ્યું 'એરફોર્સ વનમાં હાલમાં થોડીઘણી કૈફીન ડ્રિકીંગ ચાલુ રહેશે,' આ કોમેન્ટ હિટ થઇ હતી.

મોદી-ઓબામા સોશિયલ મીડિયાના મુરીદ

મોદી-ઓબામા સોશિયલ મીડિયાના મુરીદ

બંને જ નેતા હાલમાં સોશિયલ મીડિયા પર હાજર છે. બંને જ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી જનતા સાથે જોડાયેલા રહે છે. જ્યાં બરાક ઓબામાએ વર્ષ 2008 અને 2012માં સોશિયલ મીડિયાનો જોરદાર ઉપયોગ કર્યો તો બીજી તરફ નરેન્દ્ર મોદી પણ આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો જોરદાર ઉપયોગ કરી રહ્યાં છે.

ખરાબ પરિસ્થિતીમાં મળી ઓબામાને સત્તા

ખરાબ પરિસ્થિતીમાં મળી ઓબામાને સત્તા

વર્ષ 2008માં જ્યારે ડેમોક્રેટિક નેતા બરાક ઓબામા અમેરિકાની ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા હતા તો ત્યાંની જનતાને તેમની પાસે ઘણી આશાઓ હતી. બરાક ઓબામાએ જ્યારે સત્તા સંભાળી હતી ત્યારે અમેરિકા મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું હતું અને લોકોને મોટી આશાઓ હતી કે તે દેશને આમાંથી ઉગારવામાં મદદ કરશે. આ પ્રકારે નરેન્દ્ર મોદી પાસે પણ લોકોને કંઇક એવી જ આશાઓ છે.

એક રાષ્ટ્રપતિ તો બીજા મુખ્યમંત્રી

એક રાષ્ટ્રપતિ તો બીજા મુખ્યમંત્રી

બરાક ઓબામા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો એક કાર્યકાળ પુરો કરી ચૂક્યા છે અને બીજી કાર્યકાળ ચાલુ છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદી પણ બે વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને તેમનો ત્રીજો કાર્યકાળ ગુજરાતમાં ચાલે છે.

English summary
11 Similarities between US Prez Barack Obama and Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X