એક અદ્ભુત અને રસપ્રદ પ્રશ્ન : શું, કોણ અને ક્યાં છે ‘હું’

અમદાવાદ, 18 જાન્યુઆરી : આ ‘હું' જ માણસની દરેક સમસ્યાનું મૂળ છે. એક ‘હું' અહંકારથી ભરેલો છે, તો બીજો ‘હું' અહંકારરહિત શુદ્ધ છે. ઉપરોક્ત ત્રણે પ્રશ્નોનો ઉત્તર એક જ છે ઈશ્વર. ‘હું' શું અને કોણ? આ પ્રશ્નનો ઉત્તર છે ઈશ્વર અને ‘હું' ક્યાં છે? આ પ્રશ્નનો ઉત્તર છે ‘હું'માં. ચાલો, હવે એક દૃષ્ટાંત વડે તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. માણસ આખી જિંદગી પોતાના દેહને જ ‘હું' સમજે છે, જે સત્યથી દૂર કે નજીક નહીં, પણ બિલ્કુલ સત્ય જ નથી. આ માન્યતા માત્ર ભ્રાંતિ છે. નીચેના દૃષ્ટાંતને વાંચી પોતે સમજવાનો પ્રયત્ન કરો કે માણસના દેહમાં બેસી ‘હું' બોલનાર કોણ, શું અને ક્યાં છે?

Who I

એક વ્યક્તિને મધુમેહ એટલે કે ડાઇબિટીઝ થયુ હતું. દરમિયાન તેના પગે ઈજા થઈ અને ડાઇબિટીઝના કારણે તે ઘા રુઝાવાનું નામ લેતુ નહોતું. તબીબોના લાખ પ્રયત્નો છતાં તેને ગેંગરીન થઈ ગયું. ઑપરેશન ટેબલે તબીબે તે ડાઇબિટીઝથી પીડાતી વ્યક્તિને જણાવ્યું, ‘ગેંગરીન ફેલાતું જાય છે. તેથી તેને રોકવા ઘા જેટલો ભાગ એટલે કે ઘુંટણ સુધીનો પગ કાપવો પડશે, નહિંતર મરી જશો.' દર્દી બોલ્યો, ‘જો એવું જ હોય, તો પગનો એટલો ભાગ કાપી નાંખો, પરંતુ ‘હું' તો બચી જઇશ ને?' તબીબે જણાવ્યું, ‘હા'. અને તે દર્દીએ પોતાનો એક પગ ઘુંટણ સુધી કપાવી નાંખ્યો. થોડાંક દિવસ બાદ ફરી આવી જ પરિસ્થિતિ ઊભી થઈ. ફરી તબીબ અને દર્દી વચ્ચે આવો જ સંવાદ થયો.

દર્દી બોલ્યો, ‘આખો પગ કાપી નાંખો, પરંતુ ‘હું' તો બચી જઇશ ને?' તબીબે જણાવ્યું, ‘હા.' ડાઇબિટીઝ કન્ટ્રોલ થતું નહોતું અને ગેંગરીન બીજા પગે, પછી એક હાથ અને પછી બીજા હાથ સુધી ફેલાઈ ગયું. ફરી તે જ સંવાદ થયો અને દર્દીએ જણાવ્યું, ‘જે કંઈ પણ કાપવું હોય, તે કાપી નાંખો, પરંતુ ‘હું' તો બચી જઇશ ને?' તબીબનો ફરી એ જ જવાબ હતો, ‘હા.'

હવે જરા વિચાર તો કરો. જે પગ અને હાથને તે માણસ આખું જીવન મારા હાથ, મારા પગ કહેતો-માનતો આવ્યો હતો, તે પોતાના આ અંગો કપાવવા સુદ્ધા તૈયાર થઈ ગયો. કોને બચાવવા? એકમાત્ર ‘હું'ને બચાવવા માટે જ તો. આખરે કોણ બોલી રહ્યુ હતું ‘હું'. જીવનમાં સામાન્ય રીતે ક્યારેક-ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે તબીબો શરીરના કોઈ પણ અવાંછિત અંગને કાઢવાની સલાહ આપે છે અને કહે છે કે જો તે અંગ શરીરમાં રહે, તો દર્દીનું મોત થઈ શકે છે, ત્યારે કોઈ પણ દર્દી તે અંગને તરત જ પોતાના દેહમાંથી કઢાવવા તૈયાર થઈ જાય છે. માત્ર તે ‘હું'ને બચાવવા માટે. બસ આ જ ‘હું' આત્મા છે અને આ જ ઈશ્વર.

ઉપરોક્ત ઉદાહરણથી સ્પષ્ટ છે કે જે વિષય પહેલાં મારૂં, મારો કે મારી શબ્દ લાગે, વ્યક્તિ પોતે તે વિષય હોઈ જ ન શકે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે મોબાઇલ મારૂં છે, પરંતુ શું આપ મોબાઇલ છો? નહીં. જો આપણે કહીએ કે મોટર સાયકલ કે કાર મારી છે, પરંતુ શું આપ મોટર સાયકલ કે કાર હોઈ શકો? નહીં. આ જ બાબતને આપણે દેહ સાથે સાંકળીએ. ‘હું' કહું છું કે હાથ મારા છે, પરંતુ શું હાથ ‘હું' છું. આ બંને ‘હું' વચ્ચેનો અંતર સમજવો પડશે. જે ‘હું' કહે છે કે હાથ મારો છે, તે દૈહિક મન-વાણી દ્વારા સ્ફુરિત અને વ્યક્ત કરાયેલ ‘હું' છે કે જે દેહને જ ‘હું' કહે છે, જ્યારે જે ‘હું' કહે છે કે ‘હું' હાથ નથી, તે આત્મરૂપી ‘હું' છે.

આવી જ રીતે દેહનો કોઈ પણ ભાગ મારો તો છે, પરંતુ તે ‘હું' નથી. ‘હું' કહુ છું કે માથું મારૂં છે, પરંતુ માથું પોતે ‘હું' નથી. ‘હું' કહુ છું કે આંખો મારી છે, પરંતુ ‘હું' પોતે આંખો નથી. આમ અંતિમ નિષ્કર્ષ એ જ નિકળે છે : ‘હું' કહુ છું દેહ મારૂં છે, પરંતુ ‘હું' દેહ નથી. મુખ-વાણીમાંથી નિકળતો ‘હું' માનવ દેહને મારૂં કહે છે, જ્યારે જે બીજો ‘હું' કહે છે કે ‘હું' દેહ નથી, તે આત્મા છે. તે આ દેહનો સાક્ષી છે. તે અક્ષુણ્ણ છે. તે અસ્ખલિત છે. તે અનંત છે. તે શાશ્વત છે. તે સત્ય છે. તે અવિનાશી છે. તે જ ઈશ્વર છે. (ગુરુ અર્પણ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X