• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાભિ દ્વારા જાણો તમારા ભાગ્યમાં કેટલું છે ધન અને સુખ

By Kumar Dushyant
|

ગાંધીનગર, 7 ઓગષ્ટ: જો તમારા હાથની રેખાઓમાં ભગવાન ધન અને સુખ લખવાનું ભૂલી ગયો છે તો નિરાશ થવાની જરૂર નથી. બની શકે કે તમારા ભાગ્યમાં સુખ બીજે ક્યાંક લખ્યું હોય. જો તમારા હોઠો, આંખો અથવા પેટની વચ્ચે નાભિ પર સુખ લખ્યું હોય.

નાભિ મનુષ્યના શરીરનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે. અહીંથી જ તમારા શરીરનું નિર્માણ થાય છે. બધા અંગો વિકસીત હોય છે. માટે નાભિની બનાવટ પર ધ્યાન આપવાથી જાણી શકાય છે કે તમારા ભાગ્યમાં કયું સુખ લખ્યું છે.

નાભિ સાથે જોડાયેલા આ તથ્યો પછી હવે અમે વાત કરીશું સામુદ્રિક શાસ્ત્રની, જે ભારતીય જ્યોતિષનું અભિન્ન અંગ છે. તેના આધારે વિભિન્ન અંગોની સરંચનાને જોઇએ તમે વ્યક્તિ વિશે આંકલન કરી શકે છે. આજે અમે તમને જણાવ્યું કે કોઇ સ્ત્રીની નાભિને કેવી રીતે વાંચી શકાય. લખનઉના પં. અનુજ કે શુક્લા મહિલાઓની નાભિના આધારે તેના વ્યક્તિત્વનું આંલકન કરી રહ્યાં છે. નાભિ પર આધારિત સ્ત્રીની વ્યાખ્યા તમે સ્લાઇડરમાં જોઇ શકો છો.

ઉંડી અને ગોળ નાભિ

ઉંડી અને ગોળ નાભિ

સમુદ્રશાસ્ત્રના અનુસાર જે લોકોની નાભિ ફેલાયેલી, ઉંડી અને ગોળ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકોના ઘરમાં લક્ષ્મી સદૈવ નિવાસ કરે છે. ધર ધન-ધાન્યથી ભરેલું રહે છે. ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

કમળની કર્ણિકા સમાન નાભિ

કમળની કર્ણિકા સમાન નાભિ

જેમની નાભિ કમળની કર્ણિકા સમાન સુંદર હોય છે તે રાજા સમાન ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત કરનાર હોય છે. જેમની નાભિ નમેલી હોત તે બુદ્ધિમાન હોય છે. તે પોતાની યોગ્યતાથી સમાજમાં તથા કુળમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

ડાબી તરફ નમેલી નાભિ

ડાબી તરફ નમેલી નાભિ

જેની નાભિ ડાબી તરફ નમેલી હોય તે વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિ તણાવ અને ચિંતાઓ પર વિજય મેળવવાનું જાણે છે.

નાની નાભિ

નાની નાભિ

નાભિનો નાનો આકાર શુભ હોતો નથી. આવ લોકોને જીવનમાં વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે.

નીચેની તરફ નમેલી નાભિ

નીચેની તરફ નમેલી નાભિ

જે વ્યક્તિની નાભિ નીચેની તરફ નમેલી હોય તે વ્યક્તિને સચેત રહેવું જોઇએ. તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે.

જો નાભિ લંબગોળ તથા વક્રિય હોય તો

જો નાભિ લંબગોળ તથા વક્રિય હોય તો

જો કોઇ સ્ત્રીની નાભિ લંબગોળ છે એટલે સ્થાયી અને વક્રિય છે તો તે ખૂબ બહાદૂર હોય છે, તે પોતાના કામ પ્રત્યે ઘણી રૂચિ ધરાવે છે. જીવનમાં પરફેક્શન પસંદ કરે છે.

ગોળાકાર નાભિ

ગોળાકાર નાભિ

જો કોઇ સ્ત્રીની નાભિ ગોળાકાર છે તો તે જમીન સાથે જોડાયેલી મહિલાઓ હોય છે. ખૂબ જ દયાળુ તથા ઇમાનદાર હોય છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને ખૂબ ઝડપથી વિચારે છે.

કેન્દ્રથી દૂર નાભિ

કેન્દ્રથી દૂર નાભિ

જો કોઇ મહિલાની નાભિ કેન્દ્રથી થોડી દૂર છે તો તે મહિલા ખૂબ વાતોડી હોય છે. રમત-ગમત ક્ષેત્રે ખૂબ ઉંચાઇએ પહોંચે છે. અને સાથે જ ઘણી મૂડી હોય છે.

આડી નાભિ

આડી નાભિ

જો કોઇ મહિલાની નાભિ આડી હોય છે તો તે મહિલાને સમજવી દરેકના વશની વાત નથી. બીજાની વાતનો ખૂબ જ જલદી ખોટો અર્થ નિકાળી લે છે. બીજાની નબળાઇઓને શોધવામાં માહિર હોય છે.

અંદરની તરફ નાભિ

અંદરની તરફ નાભિ

જો કોઇ મહિલાની નાભિ અંદરની તરફ હોય અને કોનકેવ ષષ્ઠકોણ આકરની હોય છે એ મહિલાઓ ખૂબ પ્યારી હોય છે, ભાવુક અને સામેવાળા વ્યક્તિનું ધ્યાન રાખનાર હોય છે. પરંતુ તેમને મોટી બિમારી જલદી લાગૂ પડી જાય છે

બહારની તરફ નીકળેલી નાભિ

બહારની તરફ નીકળેલી નાભિ

જો કોઇ મહિલાની નાભિ બહારની તરફ હોય છે, તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સકારાત્મક વિચારસણી ધરાવે છે અને દરેક મુદ્દે ખૂબ જ ઉત્સાહિત થઇ જાય છે.

નાભિની અંદરનો પોઇન્ટ થોડો અંદરની તરફ હોય

નાભિની અંદરનો પોઇન્ટ થોડો અંદરની તરફ હોય

જો નાભિની વચ્ચેનો પોઇન્ટ થોડો અંદરની તરફ હોય તો તે મહિલાઓને બે-ત્રણ બાળકો હોય છે. તે સરળતાથી ગર્ભવતી થઇ જાય છે.

નાભિની ગમે તેવી હોય પરંતુ તેનો વચ્ચેનો પોઇન્ટ બહાર હોય

નાભિની ગમે તેવી હોય પરંતુ તેનો વચ્ચેનો પોઇન્ટ બહાર હોય

ભલે નાભિ ગમે તેવી હોય પરંતુ તેની વચ્ચેનો પોઇન્ટ બહાર છે તો તે મહિલાને બાળકો તો હોય છે, પરંતુ તેમને વિશ્વાસમાં લેવામાં સમસ્યાઓ આવે છે. કેટલાક મામલાઓમાં આવી મહિલાઓ મા બનવાથી વંચિત રહી જાય છે.

નાભિની અંદરનો પોઇન્ટ ખૂબ અંદરની તરફ હોય

નાભિની અંદરનો પોઇન્ટ ખૂબ અંદરની તરફ હોય

જો નાભિનો વચ્ચેનો પોઇન્ટ ખૂબ અંદરની તરફ હોય તો તે મહિલાઓને બે કે ત્રણ બાળકો હોય છે. તે ખૂબ જ સરળતાથી ગર્ભવતી બની જાય છે.

નાભિ ખૂબ અંદરની તરફ છે

નાભિ ખૂબ અંદરની તરફ છે

જો કોઇ મહિલાની નાભિ ખૂબ અંદરની તરફ હોય છે, તો તે ચાર કે તેથી વધુ બાળકોની માતા બની શકે છે.

English summary
Find out about wealth and happiness in your destiny by belly button.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more