For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાંચ તરકીબથી ભારતને મળશે ભરપૂર ઉર્જા

|
Google Oneindia Gujarati News

શું ભારતમાં ઉર્જાના નવા શ્રોતોની શોધ હજું પણ કરવામાં આવી રહી છે, અથવા તો આજે પણ આપણે એ જૂના ઉર્જા ભંડારો પર નિર્ભર છીએ. વિશ્વમાં સ્પેન એક એવો દેશ છે, જ્યાં ઉર્જાના નવા સાધનોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ ઉર્જાને લઇને અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે, જેમાં સૌર ઉર્જા સૌથી ઝડપી ઉર્જા આપનારા સ્ત્રોત તરીકે સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારે ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં ઉભી થઇ રહેલી ઉર્જા સમસ્યાને નિવારવા માટે કેવા કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે તો દેશમાં ઉભી થયેલી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. અહીં આવી જ કેટલીક તરકીબો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે. જેમાની સૌર ઉર્જા પર ગુજરાતમાં જોર શોરથી કામ કરવામાં આવી રહ્યું છે.

સોલર પાવર પ્લાન્ટ

સોલર પાવર પ્લાન્ટ

વિકાસ અને ટેક્નિકની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત, ભારતમાં સૌથી ઝડપી આગળ વધતું રાજ્ય છે, જ્યાં મોટાભાગના ક્ષેત્રોમાં નવી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામથી લગાવી શકાય છે, જ્યાં ભારતનું સૌથી મોટું સોલાર પાવર પ્લાન્ટ આવેલું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2010એ આ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ સોલાર પાવર પ્લાન્ટ 5 હજાર એકરમાં બનેલું છે, જે 500 મેગાવોટ સુધી વિજળી ઉત્પન્ન કરી શકે છે. જો દેશમાં કુલ પાવર પ્લાન્ટ્સમાં ઉત્પન્ન કરવામાં આવતી વિજળી પર નજર ફેરવવામાં આવે તો દેશની 66 ટકા સોલાર પાવર એનર્જી ગુજરાતમાં જ જનરેટ થાય છે. ભારતમાં હાલ 1761 મેગાવોટ વિજળી સોલાર પ્લાન્ટમાંથી બને છે, જેને 2022 સુધી 20 જીડબલ્યુ કરવાની યોજના છે.

ગ્રીન એનર્જી

ગ્રીન એનર્જી

ભારત પોતાના 7 રાજ્યોમાં આવનારા દિવસોમાં 7.9 બિલિયન ડોલરનું રોકાણ કરશે, જે હેઠળ સાઉથ ગ્રિડને નેશનલ ગ્રિડ સાથે જોડવામાં આવશે ઉપરાંત વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને નેશનલ ઇલેક્ટ્રિસિટી ફંડ આ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ પ્રદાન કરશે અને જર્મની તેમાં ટેક્નિક સહયોગ કરશે.

ગુજરાતમાં વધુ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવશે

ગુજરાતમાં વધુ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવશે

ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામની કેનાલ પર લાગેલા સોલાર પ્લાન્ટ્સના દાયરાને વધારવામાં આવશે. આગામી ત્રણ વર્ષોમાં 10 હજાર સોલાર પ્લાન્ટ છતનું નિર્માણ કરવામાં આવશે જે 40થી 60 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરશે.

વેવ પાવર

વેવ પાવર

વેવ પાવર પણ ઉર્જાનું એક નવું સ્વરૂપ છે, પોર્ટુગલમાં ઝડપથી વહેતી વેવ દ્વારા ઘણી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તેના માટે ગુજરાતમાં ભારતનું પહેલું ટાઇડલ એનર્જી પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પણ 750 કિમી લાંબા સમુદ્ર કિનારામાં વેવ એનર્જી ગ્રહણ જનરેટ અંગે વિચારી રહી છે.

વિન્ડ ફાર્મ

વિન્ડ ફાર્મ

તમિળનાડુમાં વિન્ડ ફાર્મ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. વિન્ડ ફાર્મ એટલે કે પવન ચક્કી દ્વારા વિજળીનું ઉત્પાદન કરવુ, આ હેઠળ નેશનલ ઓફશોર ઓથોરિટીએ ભારતમાં એવા સ્થળોની મુલાકાત કરી છે,જ્યાં હવા દ્વારા ઉર્જા બનાવી શકાય છે. તેના માટે નોવાએ કેટલીક કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે.

English summary
five moves that will gives power india news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X