For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2017 : મોદીની સેનાના સૌથી મોટું હથિયાર છે અમિત શાહ

મોદીના ચાણક્ય તેવા અમિત શાહની મંત્રીથી ભારતના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સફર વાંચો. સાથે જ જાણો કેમ તેમને કહેવાય છે મોદીની સેનાના સૌથી મોટું હથિયાર

By Staff
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં છે. ઉત્તર પ્રદેશમાં પણ આ વખતે ભાજપે મોટી જીત મેળવી છે. વધુમાં ચૂંટણી આવતા જ ભાજપમાં ખાલી એક જ નામ સંભળાતું થઇ જાય છે જે છે અમિત શાહ. અમિત શાહને ભાજપના ચાણક્ય માનવામાં આવે છે. અને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની આ જ એક જોડીના કારણે હાલ કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં ભાજપની સરકાર ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપની હાર જીત અમિત શાહની આવનારી રણનીતિ પર જ આશ રાખીને બેઠી છે. આ વખતની ચૂંટણીમાં અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓને 150 બેઠકોનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે મોદીના ખાસ સાથી તેવા અમિત શાહ વિષે જાણો વિગતવાર અહીં...

અમિત શાહની સફર

અમિત શાહની સફર

1964માં વેપારી અનિલચંદ્ર શાહના ઘરે અમિત શાહનો જન્મ થયો. 1984માં તે વિદ્યાર્થી રાજકારણ સાથે જોડાયા અને એબીવીપીમાં જોડાઇ ગયા. તેમના રાજકીય જીવનની શરૂઆત આ સાથે જ થઇ.

નરેન્દ્ર મોદી સાથે થઇ મુલાકાત

નરેન્દ્ર મોદી સાથે થઇ મુલાકાત

80ના દાયકામાં અમિત શાહે સ્ટૉક બ્રોકર તરીકે કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત સાથે થઇ ભાજપના અનેક નેતાઓ સાથે. અમિત શાાહ માટે તે સમયે તેમના માટે ટર્નિંગ પોઇન્ટ તરીકે રહ્યો.

ચૂંટણી પ્રચાર સાથે જોડાયા

ચૂંટણી પ્રચાર સાથે જોડાયા

1991માં અમિત શાહ માટે ચૂંટણી પ્રચાર કર્યો. તેમના પ્રદર્શનથી પ્રભાવિત થઇને તેમણે 1995 ગુજરાત રાજ્ય નાણાં નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા. 1998 સરખેજ વિધાનસભા પેટાચૂંટણીમાં પહેલીવાર ધારસભ્ય બન્યા.

મંત્રી બન્યા અમિત શાહ

મંત્રી બન્યા અમિત શાહ

2002માં અમિત શાહ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી બન્યા. તેમના કાર્યકાળ વિવાદોમાં ફસાયેલો રહ્યો. એક પછી એક ઘણા આરોપો તેમના પર લાગ્યા. બનાવટી એન્કાઉન્ટર કેસ હોય કે પછી જાસૂસી કાંડ અમિત શાહ પર આરોપ લાગતા રહ્યાં.

વિવાદોથી ઘેરાયેલા રહ્યાં અમિત શાહ

વિવાદોથી ઘેરાયેલા રહ્યાં અમિત શાહ

2005માં કથિત બનાવટી પોલીસ એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યાના કેસમાં અમિત શાહનું નામ સામેલ કરવામાં આવ્યું. સીબીઆઇની તપાસ હજુ સુધી ચાલી રહી છે. તો 2009માં તેમને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચેરમેન બનાવવામાં આવ્યા.

ગુજરાતમાં એન્ટ્રી પર લાગ્યો પ્રતિબંધ

ગુજરાતમાં એન્ટ્રી પર લાગ્યો પ્રતિબંધ

બનાવટી એન્કાઉન્ટરમાં અમિત શાહને ધરપકડની તલવાર સહન કરવી પડી. પછી સુપ્રીમ કોર્ટે એ શરત પર જામીન આપ્યા કે તે ગુજરાતથી દૂર રહેશે, પરંતુ 2012માં ગુજરાતમાં આવવાની પાબંધી હટાવવામાં આવી.

મીડિયાથી રહે છે દૂર

મીડિયાથી રહે છે દૂર

અમિત શાહને નજીકથી જાણનાર લોકો કહે છે કે તેમની પાસે ટાઇમ જ રહેતો નથી તે મીડિયા સાથે વાત કરે. જ્યારે પત્રકાર તેમની સાથે વાત કરવા માટે તરસે છે. અમિત શાહના વ્યક્તિત્વને સમજવું એક કોયડો છે.

મોદીનો જમણો હાથ

મોદીનો જમણો હાથ

અમિત શાહ મેનેજર વધુ છે અને લીડર ઓછા. મહત્વપૂર્ણ નિર્ણય માટે મોદી અને અમિત શાહના વિચાર હંમેશા એક જ હોય છે. યુપીને અમિત શાહના હાથોમાં સોંપવાનો નિર્ણય નરેન્દ્ર મોદીનો જ હતો. અને હવે ગુજરાતની જીત માટે પણ ભાજપ આ જ નેતા પર આશ રાખીને બેઠું છે.

English summary
Amit Shah, Prime Minister Narendra Modi’s trusted aide and President of BJP. Read here his Profile portfolio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X