For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Womens Day 2022: આજે મહિલા દિવસ પર તમારા જીવનની ખાસ મહિલાઓને મોકલો આ વિશેષ સંદેશ

આજે મહિલા દિવસ પર તમારા જીવનની ખાસ મહિલાઓને મોકલો આ સંદેશ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દર વર્ષે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આપણા સમાજમાં મહિલાઓને સશક્ત કરવી અને તેમની આર્થિક, રાજકીય, સામાજિક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ 'એક સ્થાયી કાલ માટે આજે લૈંગિક સમાનતા' છે.

Womens Day

આજે પણ ઘણા દેશોમાં લૈંગિક સમાનતાને લઈને ઘણા મતભેદો પ્રવર્તે છે. ઘણા દેશોમાં આજે પણ મહિલાઓને પુરુષોને સમાન અધિકાર આપવામાં આવ્યા નછી. એવામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં લૈંગિક સમાનતાનો સંદેશ ફેલાવવાનો છે. આનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ઉપલબ્ધિ અને યોગદાનને ચિહ્નિત કરવા અને એક એવા સમાજના નિર્માણની દિશામાં કામ કરવાનો છે જે બધા લૈંગિક પૂર્વગ્રહો, રુઢીઓ, લૈંગિક સમાનતા અને ભેદભાવથી મુક્ત હોય.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સહુ કોઈ પોતાના જીવનની ખાસ મહિલાને શુભકામના સંદેશ મોકલે છે. આ સાથે જ તેમને સ્પેશિયલ પણ ફીલ કરાવે છે. આ પ્રસંગે અમે તમારા માટે અમુક ખાસ કોટ્સ લઈને આવ્યા છે જેને તમને પોતાના જીવનમાં ખાસ સ્થાન ધરાવતી મહિલાને મોકલી શકો છો.

સ્પેશિયલ મહિલાઓને મોકલો ખાસ સંદેશ

મહાત્મા ગાંધી

  • અહિંસા આપણા જીવનનો ધર્મ છે તો ભવિષ્ય નારી જાતિના હાથમાં છે.
  • મહિલાઓને નબળી માનવી ગુનો છે, એ પુરુષોનો મહિલાઓ પ્રત્યે અન્યાય છે.
  • નારી પર એવો કોઈ પ્રતિબંધ ન લગાવવો જોઈએ જે પુરુષો પર ના લગાવવામાં આવ્યો હોય.

સ્વામી વિવેકાનંદ

  • દુનિયાનો વિકાસ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ ન સુધરે. એક પાંખની મદદથી કોઈ ચકલી ઉડી ના શકે.
  • આપણે પ્રાચીન ભારતની નારીઓને આદર્શ માનીને જ નારીનુ ઉત્થાન અને સશક્તિકરણ કરી શકીએ છીએ.

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

  • હું કોઈ સમાજની પ્રગતિ એ સમાજમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલી પ્રગતિથી આંકુ છુ.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

  • ભીડનુ અનુસરણ કરતી મહિલા ભીડની સીમાથી વધુ આગળ નથી જઈ શકતી. પોતાના વિવેકથી ચાલતી મહિલા જીવનમાં એ સ્થાન મેળવી લે છે જ્યાં કોઈ નથી પહોંચી શકતુ.

કાર્લ માર્કસ

  • પુરુષ પોતાનુ ભાગ્ય નિર્માણ નથી કરતો. તેના જીવનમાં રહેલી મહિલા પોતાના ગુણોતી તેના માટે ભાગ્યનુ નિર્માણ કરે છે.

ચાર્લ્સ મલિક

  • સમાજને બદલવાની સૌથી ઝડપી રીત છે દુનિયાની મહિલાઓને સંગઠિત કરવી.

કોફી અન્નાન

મહિલાઓના સશક્તિકરણથી વધુ પ્રભાવી વિકાસનુ કોઈ સાધન નથી.

English summary
Happy Womens Day 2022: Women's day theme, special messages for women in your life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X