For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરુષોએ હંમેશા યુવાન રહેવા માટે પોતાના રુટીનમાં આ સરળ કામો કરવા જોઈએ શામેલ

આજે અમે તમને જણાવીશુ કે પુરુષો કેવી રીતે પોતાને હંમેશા ફીટ અને યુવાન રાખી શકે છે. આવો જાણીએ...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજના સમયમાં દરેક વ્યક્તિ ફીટ અને યુવાન રહેવા માંગે છે પરંતુ આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં પોતાની જાતને ફીટ રાખવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આજની ફાસ્ટ લાઈફમાં યુવાનો પણ ગંભીર બિમારીઓના ભોગ બની રહ્યા છે જેમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારીઓ શામેલ છે. પુરૂષો માટે તો પોતાને ફીટ અને યુવાન રાખવુ ઘણુ મુશ્કેલ બની ગયુ છે. આજે અમે તમને જણાવીશુ કે પુરુષો કેવી રીતે પોતાને ફીટ અને યુવાન રાખી શકે છે. આવો જાણીએ...

હેલ્ધી ડાયેટ

હેલ્ધી ડાયેટ

ફિટનેસ માટે જરૂરી છે કે ભોજન અને વ્યાયામ વચ્ચે સારુ સંતુલન જાળવાઈ રહે. તેથી ખોરાક એવો હોવો જોઈએ કે તમને સંપૂર્ણ પોષણ મળે. આ સાથે ખોરાક તમારા શરીર અને મનને ઉર્જા પ્રદાન કરે છે. તેથી પુરૂષોએ તેમના આહારમાં સેચ્યુરેટેડ ફેટ વધુ પડતું મીઠુ અને ફેટી ડેરી જેવી વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ. તેના બદલે પુરુષોએ તેમના આહારમાં આખા અનાજ અને ઓછી ચરબીવાળી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.

કસરતને રુટીનમાં કરો શામેલ

કસરતને રુટીનમાં કરો શામેલ

વ્યાયામ વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. એટલુ જ નહિ દરરોજ વ્યાયામ કરવાથી હ્રદય રોગની સમસ્યા રહેતી નથી. આ સાથે જો પુરૂષો પોતાની રૂટીન લાઈફમાં કસરતનો સમાવેશ કરે તો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રેસને પણ કંટ્રોલ કરી શકાય છે.

મૂડ જાળવી રાખો

મૂડ જાળવી રાખો

જો તમારે ફીટ રહેવુ હોય અને તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોવ તો તમારે તણાવમુક્ત રહેવુ જોઈએ. કારણ કે ફીટ રહેવા માટે તણાવથી દૂર રહેવુ ખૂબ જ જરૂરી છે. તણાવ દૂર કરવા માટે પુરુષો જીમમાં જઈને વર્કઆઉટ કરી શકે છે. આ સિવાય 30 મિનિટ ચાલવાથી પણ તણાવ દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે શારીરિક ગતિવિધિઓ દ્વારા વ્યક્તિના ખુશ રહેવા સાથે મૂડ પણ સારો રહે છે.

English summary
Health Tips for men to stay young, healthy and fit forever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X