અહીં પરિવારજનોના મોત પર મહિલાઓને મળે છે રૂહ કંપાવનારી સજા, જાણો દુનિયાની સૌથી ખૌફનાક પરંપરા વિશે
દુનિયામાં પરંપરાઓના નામે હજુ પણ ઘણી એવી વસ્તુઓ ચાલી આવે છે જેના વિશે સાંભળીને જ તમે વિચારતા રહી જાવ. આવી જ એક પરંપરા ઈન્ડોનેશિયામાં જોવા મળે છે.
તમે ઘણી પરંપરાઓ વિશે સાંભળ્યુ હશે. જો કે આજે આપણે જે પરંપરા વિશે વાત કરી રહ્યા છીએ તે તમામ પરંપરાઓથી જેટલી અલગ છે તેટલી જ ખૌફનાક પણ છે. આ પરંપરામાં આજે પણ મહિલાઓને ખૌફનાક સજા મળે છે.

ઈન્ડોનેશિયામાં જોવા મળતી આ પરંપરા મૃત્યુ સાથે સબંધિત છે. અહીં કોઈપણ પરિવારજનોના મોત બાદ મહિલાઓની આંગળીનો એક ભાગ કાપી નાંખવામાં આવે છે. આ પરંપરા નિભાવવા પાછળ સ્થાનિકોની માન્યતાઓ છે.
મોતથી પણ ભયાનક આ પરંપરા ઈન્ડોનેશિયાની એક જનજાતિમાં જોવા મળે છે. લાંબા સમયથી ચાલી આવતી આ પરંપરા અનુસાર, કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તે પરિવારની મહિલાઓને આ દર્દનાક સજા ભોગવવી પડે છે. મૃત્યુ પછી પરિવારની મહિલાના હાથની એક આંગળી નિર્દયતાથી અડધી કાપી નાખવામાં આવે છે.
આ પરંપરાની સૌથી ડરામણી વાત એ છે કે આ પરંપરા માત્ર એક જ વાર નહીં પરંતુ મહિલાઓએ તેમાંથી પસાર થવું પડે છે. આ આંગળી કાપ્યા પછી તેને ક્યાંક દાટી દેવામાં આવે છે અથવા તો તેને બાળી નાખવામાં આવે છે.
આ જનજાતિના લોકોનું માનવું છે કે આ પરંપરાનું પાલન કરવાથી તેમના પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. જો કે, મહિલાઓ પર થતા અત્યાચારને લઈને અનેક વખત તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને હવે તેને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પરંપરા પહેલાની સરખામણીમાં હવે ઓછી થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
