છોકરીઓ માટે નહીં પરંતુ છોકરાઓ માટે બનાવાયા હતા હાઈ હિલ્સ, જાણો કેમ?
દુનિયાભરની મહિલાઓમાં હાઈ હિલ્સ પહેરવાનો ક્રેઝ છે. અલગ-અલગ દેશોની મહિલાઓ ઓછા-વધુ હિલ્સ પહેરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાઓના પ્રિય હિલ્સને પુરૂષો માટે બનાવાયા હતા.
કહેવાય છે કે જરૂરિયાત શોધની જનની છે. માણસની કેટલીક જરૂરિયાતો કુદરત દ્વારા પૂરી કરવામાં આવે છે તો કેટલીક જરૂરિયાતો માણસે પોતે નવી શોધ કરીને પુરી કરે છે.

જો કે ઘણી વસ્તુઓની શોધ અન્ય હેતુ માટે કરવામાં આવી પરંતુ હવે તેનો ઉપયોગ અન્ય રીતે કરવામાં આવી રહ્યો છે. આ લિસ્ટમાં એક નામ હાઇ હિલ્સનું પણ છે.
છોકરીઓ સુંદર દેખાવા કે તેમની ઊંચાઈ દેખાડવા હાઈ હીલ્સ પહેરે છે તે ખરેખર છોકરાઓ પહેરવા માટે થયેલી શોધ હતી.
ઈતિહાસ પર નજર કરીએ તો હાઈ હીલ્સની શોધ 1000 બીસીમાં થઈ હતી. તે સમયે તેની શોધ પાછળનો વિચાર એ હતો કે પુરુષો તેને પહેરવાથી વધુ મર્દાના દેખાશે.
આ કારણોસર પુરુષો માટે હાઈ-સોલ્ડ જૂતા બનાવવામાં આવ્યા હતા. આ હાઈ હીલ શૂઝનો ઉપયોગ સૌપ્રથમ પર્સિયનોએ કર્યો હતો. તે જ સમયે ઘોડેસવારો દ્વારા ઉચ્ચ હીલ પહેરવામાં આવતા હતા.
થોડા સમય પછી છોકરીઓએ આ હાઈ હીલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ હીલ્સ તેને અનુકૂળ થવા લાગી અને તે ટૂંક સમયમાં તેમાં આરામદાયક બની ગઈ. જે પછી મોટાભાગની છોકરીઓના પગમાં હાઈ હીલ્સ દેખાવા લાગી.
છોકરીઓ આમાં સરળતાથી કર્મ્ફર્ટ બની જાય છે. આ સિવાય તેનો ફેશનેબલ લુક પણ તેમના દ્વારા પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે હાઈ હીલ્સ છોકરીઓની ઓળખ બની ગઈ.
જો કે, જ્યારે આપણે ઇતિહાસ ખોલીએ છીએ ત્યારે આપણને સત્ય મળશે કે તેઓ છોકરીઓ માટે નહીં પરંતુ છોકરાઓ માટે શોધાયા હતા. અત્યારે પણ જો તમે છોકરાઓના શૂઝ પર નજર નાખો તો તમને હાઈ હિલ વાળા શૂઝ સરળતાથી મળી જશે.












Click it and Unblock the Notifications
