હાઇએસ્ટ ક્વોલિટી લાઇફની અનુભૂતિ કરાવતા દેશો
વૈભવી અને ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત જીવન જીવવાની લાલસા કોને ના હોય પરંતુ આ વિશ્વમાં દરેક દેશોમાં હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ જીવવા મળતી નથી હોતી. ક્યાંક આવકના સ્ત્રોત પુરતા પ્રમાણમાં નથી હોતા, તો ક્યાંક રહેવા માટે એ દેશ પોતાની યોગ્યતા પૂરવાર કરી શકતો નથી, પરંતુ વિશ્વમાં એવા કેટલાક દેશો પણ છે, જ્યાં આવકના પુરતા સ્ત્રોતની સાથે વૈભવી જીવન પણ ત્યાં જીવી શકાય છે.
આ વખતે અમે અહીં એવા જ કેટલાક દેશો અંગે તમને જણાવી રહ્યાં છીએ, જ્યાં રહેવા, નોકરી કરવા અને તેને જ પોતાનું બીજું ઘર બનાવવાની ઇચ્છા દરેક વ્યક્તિ સેવે છે. આ દેશોમાં સૌંદર્યતા, આવકના પુરતા સ્ત્રોત અને એ તમામ વૈભવી સુખ સુવિધાઓ મળી રહે છે, જે બીજા દેશોમાં એ પ્રમાણમાં મળતી નથી. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, કેનેડા સહિતના અનેક રાષ્ટ્ર આવે છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ દેશો અંગે.

યુનાઇટેડ કિંગડમ
હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોની યાદીમાં સ્થાન મેળવવામાં યુનાઇટેડ કિંગડમ સફળ નિવડ્યું છે. યુકેમાં માથાદીઠ આવક અંદાજે 26,904 ડોલર છે.

આઇસલેન્ડ
હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોમાં આઇસલેન્ડનું નામ પણ આવે છે. આ દેશમાં માથાદીઠ આવક 23,047 ડોલર છે.

નેધરલેન્ડ
નેધરલેન્ડ પણ હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોની યાદીમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. નેધરલેન્ડમાં એવરેજ માથાદીઠ આવક 25,493 ડોલર છે.

ડેનમાર્ક
હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડવામાં આ દેશ પણ વિશ્વના અન્ય દેશોથી પાછળ નથી. આ દેશની માથાદીઠ એવરેજ આવક 24,682 ડોલર છે.

યુનાઇટેડ સ્ટેટ્સ
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઓળખાતા અમેરિકાનો સમાવેશ પણ હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોમાં કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રમાં એવરેજ આવક 38,001 ડોલર છે.

સ્વિત્ઝરલેન્ડ
સ્વિત્ઝરલેન્ડનો પણ સમાવેશ હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોમાં કરવામાં આવ્યો છે. આ યાદીમાં તેણે પાંચમું સ્થાન મેળવ્યું છે. કુદરતી સૌંદર્ય અને આવકના સ્ત્રોતના કારણે આ દેશ નોકરી કરનારા અને વૈભવી જીવન જીવવા માગતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

નોર્વે
નોર્વેની વાત કરવામાં આવે તો હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડવામાં નેર્વેની ગણતરી પણ કરવામાં આવે છે, આવક અને રહેણીકહેણીની દૃષ્ટિએ નેર્વો સારું અને ઉચ્ચતમ ગુણવત્તા સાથેનું જીવન જીવવાની તક આપે છે.

કેનેડા
કેનેડાની વાત કરવામાં આવે તો કેનેડાએ પણ હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોની યાદીમાં પોતાનું નામ નોંધાવી નાંખ્યું છે. કેનેડામાં એવરેજ આવક 28.194 ડોલર છે.

સ્વીડન
હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોમાં સ્વીડનનો પણ સમાવેશ થાય છે. સ્વીડનમાં એવરેજ આવક 26,242 ડોલર છે.

ઓસ્ટ્રેલિયા
હાઇએસ્ટ ક્વોલિટી લાઇફ પૂરી પાડનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિ દીઠ 28,884 ડોલર આવક છે.












Click it and Unblock the Notifications
