• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'આપણું ગુજરાત' થકી ઓનલાઇન જ્ઞાનની પરબ ચલાવતો મોડાસાનો યુવાન!

|

ગાંધીનગર, 19 જુલાઇ : મિત્રો ગુજરાતી સંસ્કૃતિમાં એક પરંપરા સદીઓથી ચાલતી આવે છે અને તે છે પરબ બંધાવવાની. પહેલા લોકો ઠેરઠેર પાણીની પરબ બંધાવતા હતાં જેનાથી લોકો તરસ છીપાવી શકે. હવે જમાનો બદલાયો છે, કોઇ પુસ્તકોની પરબ બાંધે છે, કોઇ અન્નની, કોઇ વસ્ત્રની તો કોઇ સેવાની. આજના આ આધુનિક યુગમાં હવે પરબ શબ્દનો અર્થ પાણી સુધી સિમિત નહીં રહેતા વ્યાપક બન્યો છે.

આવી જ રીતે આપણી ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખી છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોડાસાના વતની હિતેશ પટેલે. મોબાઇલ અને લેપલોટના યુગમાં હિતેશ પટેલ નામના આ ગુજ્જુ યુવાને પોતાના યુવાન મિત્રો માટે ઓનલાઇન ખૂબ જ સુંદર જ્ઞાનની પરબ ખોલી છે. હિતેશે એક http://www.hiteshpatelmodasa.com/ નામની વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ પર હિતેશ અઢળક રોજગારલક્ષી માહિતી પૂરી પાડે છે, જેના દ્વારા બેરોજગાર યુવાનોને કારકિર્દીલક્ષી ભરપૂર માહિતી મળી રહે છે. સરકારી ખાતામાં આવેલી કોઇપણ નોકરી જાહેરાતની સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ પર મળી રહેશે.

આ ઉપરાંત હિતેશે પોતાની આ વેબસાઇટ પર અગત્યના પરિપત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ - અગત્યના પરિપત્રો તેમજ અન્ય સાહિત્ય, વર્ધિત પેન્શન યોજના, For TAT,TET,HTAT Meterial, ધો-૧ થી ૮ નો કાવ્ય સંગ્રહ, બાળગીતો, સામુદાયિક ગાનની સીડી, ગુણોત્સવ ઉપયોગી માહિતી, ધોરણ ૯ - ૧૨ ના વિદ્યાર્થીઓ માટે, શિક્ષણ ઉ૫યોગી વેબસાઇટ અને બ્લોગ્સ, અરસ પરસ બદલી માટે, માહિતી નો ખજાનો, શિક્ષણ ની માહિતી નો ખજાનો, GPSC તૈયારી માટે, UPSC ની તૈયારી માટે, જુના પેપરો ડાઉનલોડ માટે, CCC પરીક્ષા માટે, ગુજરાતી Fonts, ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ, માહિતી અધિકાર કાયદો ( RTI ACT ) વગેરે જેવી દુર્લભ માહિતીનો ખજાનો મૂક્યો છે.

હિતેશ પટેલે પોતાની વેબસાઇટ પર એ વેલકમ નોટ મૂકી છે જેમાં તેઓ લખે છે ''ચાલો આપણે સહુ સાથે મળીને, આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવી આપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ. મારી આ વેબસાઇટ દ્વારા આપ સહુને મળવાનો આંનંદ થશે. આપણા શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે મારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગી સાહિત્યને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સહુ આપની જરૂરિયાત અને સુઝ થકી ઉપયોગ કરશો તો આનંદ થશે.

હિતેશ પટેલનો અભ્યાસ:

હિતેશે પોતાનું પ્રાથમિક શિક્ષણ મોડાસા પાસે આવેલ પોતાના ગામ હફાસાબાદમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ સી. જી. બુટાલા હાઇસ્કૂલ મોડાસાથી મેળવ્યું. 12માં ધોરણના અભ્યાસ બાદ તેમણે 2003થી 2005માં સર્વ વિદ્યાલય, કડીથી પીટીસીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક તરફ કોલ સેન્ટરમાં નોકરી કરવાની સાથે તેમણે સ્નાતકનો અભ્યાસ પુરો કર્યો.

કહેવાય છે સફળતાની પાછળ ચોક્કસ કોઇ સ્ત્રીનો હાથ હોય છે:

સ્નાતક થયા બાદ હિતેશભાઇએ લંડન જઇને ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું, અને તેમના આ વિચારને પ્રબળ સમર્થન આપ્યું તેમની મિત્ર અને પત્ની સુજીતાએ. હિતેશભાઇ જણાવે છે કે જો સુજીતાનું સમર્થન ના હોત તો તેઓ યુકે જવા માટે વિઝા ના મેળવી શક્યા હોત. ખૂબ જ મહેનત બાદ તેમને વિઝા મળ્યા અને આખરે તેમણે વર્ષ 2010ના ઉત્તરાયણના દિવસે લંડન જવા રવાના થયા. હિતેશભાઇએ લંડનની વેલ્સ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવાની સાથે સાથે નોકરી પણ કરી.

આ દરમિયાન હિતેશભાઇને રોજગારલક્ષી અને શિક્ષણલક્ષી માહિતી આપતી વેબસાઇટ વિકસાવવાનો વિચાર આવ્યો અને તેમણે ધીરે ધીરે આ વિચારને અમલમાં મુક્યો. હિતેશ પટેલનો એ વિચાર હાલમાં એક વેબસાઇટ તરીકે રોજ હજારો લોકોને માહિતી પૂરી પાડવાનું કામ કરે છે.

English summary
Hitesh Patel starts own website to provide information about education and recruitment purpose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more