• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળી રમ્યા પછી ચહેરા, વાળ અને કપડામાંથી ના નીકળતો હોય પાક્કો રંગ, જાણો તેના ઉપાય

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આપણે સહુને રંગોનો તહેવાર ખૂબ જ ગમતો હોય છે. રંગો, પાણીના ફૂગ્ગા, પિચકારી વગેરે સિવાય હોળીની મઝી ફીક્કી લાગે છે. જો કે, સિન્થેટિક રંગ તમારા ચહેરા પર રેશીઝ, ખંજવાળ અને સૂકાપણુનુ કારણ બની શકે છે. હોળી રમવાનુ બધાને ગમે છે પરંતુ હોળી રમ્યા પછી ચહેરા, વાળ, નખ અને કપડા પરથી કલર છોડાવવો સૌથી મોટી ચેલેન્જ હોય છે. માટે હોળી પછી અમુક વાતોનુ ધ્યાન રાખીને તમે આ સમસ્યામાંથી બચી શકો છો.

ચહેરા પરથી હોળીના રંગો કેવી રીતે હટાવવા

ચહેરા પરથી હોળીના રંગો કેવી રીતે હટાવવા

 • ફેસવૉશનો ઉપયોગ કરતા પહેલા ચહેરા પર નાળિયેરનુ તેલ લગાવો. તેલ ચહેરા પરથી રંગને ઓગાળી દે છે અને સાબુને પણ વધારાની ગંદકી અને જામેલા મેલને ધોવામાં મદદ કરે છે.
 • કોઈ પણ કેરિયર તેલ સાથે ઘઉંના લોટની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. આને થોડી મિનિટ માટે રહેવા દો અને માલિશ કરો. પછી તેને એક સૌમ્ય ક્લીંઝરથી ધોઈ લો.
 • તમે મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો કારણકે એ રંગને સૂકવવામાં મદદ કરશે અને છેવટે તેને ધોયા પછી હટાવી દેશે.
 • ચામડી પર ખંજવાળને દૂર કરવા માટે ગ્લિસરીન અને ગુલાબજળનુ મિશ્રણ લગાવો.
 • પલાડેલા આંબળા પાવડરનો ઉપયોગ કરો અને પોતાના ચહેરાના વધુ પડતો ધોવાનુ ટાળો કારણકે આનાથી ચહેરો સૂકાઈ શકે છે.
નખ પરથી કેવી રીતે રંગ હટાવવા

નખ પરથી કેવી રીતે રંગ હટાવવા

 • હોળીના રંગ નખને ગંદા અને સુસ્ત બનાવી શકે છે. માટે પોતાના નખને ઠંડા પાણીથી પલાડી દો.
 • હોળી રમ્યા પછી નખ છેવટે પીળા થવા લાગે છે. આનાથી બચવા માટે તમારે લીંબુના રસની જરુર છે. પોતાના નખને લીંબના રસમાં 10 મિનિટ માટે પલાડી દો.
 • પારદર્શી નેઈલ પૉલિશનુ એક કોટ લગાવી દો અને પોતાની આંગળીઓને એક વાટકી નવશેકા પાણીમાં ડૂબાડી દો. બદામના તેલના થોડા ટીપાં નાખો અને રંગ ધીમે-ધીમે સરળતાથી નીકળી જશે.
કપડા પરથી હોળીના રંગ કેવી રીતે હટાવવા

કપડા પરથી હોળીના રંગ કેવી રીતે હટાવવા

 • જો તમારા કપડા સફેદ હોય તો તેને ક્લોરીન વિનાના બ્લીચવાળા ગરમ પાણીમાં પલાડી દો. અન્ય રંગોથી કોઈ પણ રંગને રોકવાલ માટે તેને અલગથી ધોવા અને સૂકવવાનુ સુનિશ્ચિત કરો.
 • પોતાના કપડા પરથી રંગ હટાવવાની બીજી રીત છે 2-3 લિટર પાણીમાં અડધો કપ સફેદ સિરકો અને 1 મોટી ચમચી ડિટર્જન્ટ મિલાવો. પોતાના કપડા પાણીમાં પલાડી દો. એસિડ જિદ્દી ડાઘને બહાર કાઢે છે.
 • પોતાના કપડા પર એક સ્પષ્ટ એમોનિયા આધારિક સ્પે-ઑન વિંડો ક્લીનરનો ઉપયોગ કરો. વિંડો ક્લીનર કપડાને સાફ કરી દેધે. મિશ્રણને ડાઘ પર 15-20 મિનિટ છોડી દો અને પોતાના ડિટરજન્ટથી ધોઈ લો.
 • હોળી રમ્યા પછી પોતાના કપડા જેટલા જલ્દી બની શકે ધોઈ લો. તમે જેટલી વાર કરશો એટલુ ડાઘ કાઢવાનુ મુશ્કેલ બની જશે.
 • રંગીન કપડા પર ક્લોરીન બ્લીચનો ઉપયોગ ન કરવો કારણકે આનાથી કપડાનો રંગ ફીકો પડી જશે.
વાળમાંથી હોળીના રંગ કેવી રીતે હટાવવા

વાળમાંથી હોળીના રંગ કેવી રીતે હટાવવા

 • હોળી રમ્યા પછી તરત જ પોતાના વાળમાં શેમ્પુ ન કરવુ. આના બદલે ઈંડા કે દહીંનુ માસ્ક લગાવુ અને શેમ્પુ કરતા પહેલા 45 મિનિટ માટે રહેવા દો. એ રંગોને હટાવવા અને કોઈ પણ પ્રકારના નુકશાનને ઘટાડવામાં મદદ કરશે.
 • હોલી રમ્યા પછી પોતાના વાળને સાદા પાણીથી ધોઈ લો જેથી મોટાભાગનો રંગ નીકળી જાય. માઈલ્ડ શેમ્પુ અને કંડીશનરથી તરત જ ધોઈ લો. બે મોટા ચમચા જૈતુનના તેલમાં ચાર મોટા ચમડા મધ અને થોડા ટીપાં લીંબુનો રસ મિલાવો. સારી રીતે મિલાવો અને આ પૌષ્ટિક પેકને પોતાના વાળ અને સ્કાલ્પમાં લગાવો. તેને 30 મિનિટ માટે રહેવા દો અને હળવા શેમ્પુ અને ગરમ પાણીથી ધોઈ લો.
English summary
Holi 2022: Simple and effective ways to remove holi colour from Face, skin and clothes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X