કોઇ અજાણ્યા મિત્રો તો નથી આવી ગયા ને તમારા FB એકાઉન્ટમાં!

Posted By:
Subscribe to Oneindia News

આપના ફેસબુક એકાઉન્ટમાં કેટલાં મિત્રો છે 100, 200 અથવા તો 500, પરંતુ તેમાંથી કેટલાં લોકો એવા છે જેમને આપ સારી રીતે જાણો છો, તેમની સાથે વાત કરો છો, ચેટ કરો છો અને તેમને મેસેજ કરો છો અથવા કદાચ ખૂબ જ ઓછા. ઘણા તો એવા હશે જેમણે વર્ષોથી પોતાનું એકાઉન્ટ પણ નહીં ઓપન નહી કર્યું હોય. આવી જ રીતે આપણે આપણા એકાઉન્ટમાં જાણ્યે અજાણ્યે ઘણા ફેક ફ્રેન્ડને જોડી લઇએ છીએ જે આપણી પ્રોફાઇલમાં માત્ર નામના મિત્રો હોય છે.

ઇઝરાઇલ બેઝ્ડ એક સ્ટાર્ટઅપ કંપનીએ ફેક ઓફ નામની એક એવી એપ્લિકેશન ડેવલપ કરી છે જેની મદદથી તમે તમારા એકાઉન્ટમાં ફેક ફેન્ડ ભાળ મેળવી શકો છો. એપ્લિકેશન યુઝરની ટાઇમ લાઇન એક્ટીવિટી અને એબનોર્મલ એક્ટિવિટીને ડિટેક્ટ કરીને એ ભાળ મેળવી લે છે કે આ કોઇ ફેક વ્યક્તિ તો નથી ને?

બે મહિના પહેલા આ એપ્લિકેશનને લાઇવ કરવામાં આવી હતી જેને અત્યાર સુધી 15000 લોકો દ્વારા આ એપ્લિકેશનનો ઉપયોગ કરી ચૂક્યા છે. હાલના જ આંકડાઓ પ્રમાણે કહી શકાય છે કે લગભગ 1.35 બિલિયન ફેસબુક યુઝર ફેક છે જેમણે ખોટું નામ અને સરનામા સાથે પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.

કેવી રીતે કરશો ફેકઓફ એપ્લિકેશનનો ઉપયોગ...

સ્ટેપ 1

સ્ટેપ 1

સૌથી પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટમાં લોગઇન થાવ, એકાઉન્ટમાં લોગઇન થયા બાદ ફેકઓફ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશનમાં લોગઇન થાવ, એપ્લિકેશનમાં લોગઇન થયા બાદ આપને અલગથી કોઇ પિન નાખવાની જરૂરીયાત નથી.

સ્ટેપ 2

સ્ટેપ 2

ફેકઓફ એપ્લિકેશનમાં લોગઇન કર્યા બાદ એકાઉન્ટમાં સેવ તમામ મિત્રોની ફોટો કેટલાંક ઓપ્શનની સાથે આપની સામે ખુલીને આવી જશે. તેમાંથી આપ જે મિત્રને જાણતા ના હોવ અથવા તો માલૂમ કરવા ઇચ્છતા હોવ કે તે ફેક છે કે નહીં, તો તેની તસવીરની નીચે આપવામાં આવેલ Lets check him ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3

સ્ટેપ 3

Lets check him ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન તે ફ્રેન્ડની ટાઇમલાઇન પર જઇને તમામ એક્ટિવીટીને ચેક કરશે થોડી રાહ જોયા બાદ આપની સામે તેનો સંપૂર્ણ બાયોડેટા આવી જશે.

સ્ટેપ 4

સ્ટેપ 4

પ્રોસેસ પૂરી થયા બાદ નીચે આપવામાં આવેલ સ્ટાર્ટ બેસિક ઇનવેસ્ટિગેશન ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 5

સ્ટેપ 5

સ્ટાર્ટ બેઝિક ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન આપના મિત્રની પ્રોફાઇલનો તમામ ડેટા એકત્રીત કરી લેશે.

સ્ટેપ 6

સ્ટેપ 6

હવે પછીના સ્ટેપમાં આપની સામે કેટલાંક ઓપ્શન આવશે, જેમ કે શું આપ આ મિત્રને ઓળખો છો, શું આપે ક્યારેય તેની સાથે વાત કરી છે. તમામ સવાલોના જવાબ આપ્યા બાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરો.

સ્ટેપ 7

સ્ટેપ 7

નેક્સ્ટ સ્ટેપ કર્યા બાદ બેઝિક જાણકારી લેવા માટે નેક્સ્ટ વિકલ્પની પસંદગી કરો.

સ્ટેપ 8

સ્ટેપ 8

બેઝિક ઇન્ફરમેશન પર ક્લિક કર્યા બાદ આપની સામે એ પ્રોફાઇલનો સ્કોર અને નીચે એક એડવાઇસ લખીને આવી જશે જેની મદદથી આપ જાણી જશો કે આ મિત્ર ફેક છે કે નહીં.

English summary
How find fake friends in Facebook with the help of fakeoff app.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.