Think Positive: તમારા નકારાત્મક વલણને દૂર કરો આ રીતે

શું લોકો દર વખતે તમારી ટીકા કરે છે? શું તમને તમારા માટે કરવામાં આવેલી બધી જ ટીકાઓ યાદ છે? શું લોકોનું તમારે પ્રત્યે આવું વલણ તમારી સમજની બહાર છે? જો તમારી સાથે પણ આમ થઇ રહ્યું છે તો સમજી જાવ કે ભૂલ લોકોના બોલવામાં નથી પરંતુ તમારા વહેવારમાં છે. તમે નકારાત્મક વલણવાળા છો અને આ કારણે જ લોકો તમને પસંદ નથી કરતા અને ટીકા કરે છે.

આમ તો કહેવામાં આવે છે કે નકારાત્મક વલણ વિરૂદ્ધ આખી દુનિયા ઉભી થઇ જાય છે અને તે એકલો રહી જાય છે. તમે ઇચ્છો તો એકવાર પોતાના વિચારો પર ધ્યાન આપો, આનાથી તમને સમજણ પડી જશે કે તમારી ભૂલ ક્યાં છે.

તમારો મૂડ ઠીક નથી, તમે વિચાર્યું કે આ માણસ સાથે વાત કરવી બેકાર છે અને તમે પર ગુસ્સે થઇ જાવ છો. તે દિવસ તે વ્યક્તિ તમારાથી અંતર બનાવી લેશે અને આ રીતે તમારા વલણથી ઘણા લોકોને દૂર કરી દેશો. નકારાત્મક વલણવાળા લોકોની જીંદગી એકદમ ખરાબ થઇ જાય છે અને તેમના દરેક કામનું પરિણામ પણ ખરાબ હોય છે.

ઘર પરિવાર સાથે મતભેદ, સંબંધીઓ- મિત્રો સાથે અંતર, ઓફિસમાં ટીકાને પાત્ર વગેરે ફક્ત તમારા નેગેટિવ વલણના લીધે થાય છે. વિચારો જો તમે પોતાના આ વલણને સુધારી લો છો, તો તમને કેટલો બધો ફાયદો થશે.

નકારાત્મક વલણને ખતમ કરવાની રીતે

નકારાત્મક વલણને ખતમ કરવાની રીતે

નકારાત્મક વલણલા ખતમ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તમે સૌથી પહેલાં પોતાની વિચારસણી પર ધ્યાન આપો. નકારાત્મક વિચાર પર કાબૂ મેળવો. તમે જે પણ વિચારો છો, તેને બીજાના દ્રષ્ટિકોણથી જુઓ, આનાથી તમારા નકારાત્મક વલણ વિશે ખબર પડશે.

લખવાની ટેવ પાડો

લખવાની ટેવ પાડો

જો તમારામાં નકારાત્મક વલણ વધુ છે તો લખવાની ટેવ પાડો. તમે જે પણ અનુભવો છો અથવા જે પણ વિચારો છો, તેને લખો અને પછી જુઓ કે તમે કેટલું સકારાત્મક અને કેટલું નકારાત્મક વિચારો છો. તમે ઇચ્છો તો દૈનિક ડાયરી પણ મેન્શન કરી શકો છો.

પોતાને વ્યસ્ત રાખો

પોતાને વ્યસ્ત રાખો

પોતાને વ્યસ્ત રાખો, નકારાત્મક વલણને ખતમ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે, જો તમે કશું નહી કરો તો તમારા દિમાગમાં ફાલતું વિચાર આવશે. કોઇને કોઇ કામમાં પોતાને વ્યસ્ત રાખો.

પોતાની પસંદગીનું કામ કરો

પોતાની પસંદગીનું કામ કરો

જો તમે ફ્રી છો અને કોઇ કામ કરી નથી રહ્યાં તો થોડા સમય માટે પોતાની પસંદગીનું કામ કરો. પેઇન્ટિંગ, ગાર્ડનિંગ અથવા સ્વેટર ગુંથો. તમે ઇચ્છો તો ઘરે જમવાનું પણ બનાવી શકો છો.

ગપ્પા મારો

ગપ્પા મારો

પોતાના મિત્રો અથવા લાઇફ પાર્ટનરની સાથે સાંજે ફરવા નિકળી જાવ. પોતાની ચિંતાઓને બીજા સાથે શેર કરો. લોકોની સાથે વાત કરી પોતાને રિલેક્સ કરો. કોઇની પણ સાથે વાત કરતી વખતે ધ્યાન રાખો કે તમે કોઇ પણ નકારાત્મક વાત ન કરો. આ પ્રકારે નકારાત્મક વલણને દૂર કરી શકાય.

કંઇક નવું શીખો

કંઇક નવું શીખો

જો તમારામાં નકારાત્મક વલણ છે તો કંઇક નવું શીખો. કોઇ ગીત ગાતા શીખો અથવા ડાન્સ કરતાં શીખો, આનાથી તમારું એનર્જી લેવલ વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે.

આભાર વ્યક્ત કરતાં શીખો

આભાર વ્યક્ત કરતાં શીખો

તમે ગમે તે નકારાત્મક વલણ વાળા લોકોને જુઓ તેમને આભાર બોલવામાં સમસ્યા થાય છે. આમ ન કરશો, લોકો દ્વારા તમારી મદદ કરવામાં આવતા આભાર વ્યક્ત કરતાં શીખો. જો તમે શરૂઆતમાં કોઇને આભાર વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવાય છે તેને થેંક્યું કાર્ડ આપીને અથવા કોઇ પેપર પર લખીને પણ બોલીને

ખુશીઓ શોધો

ખુશીઓ શોધો

ખુશ રહેતાં શીખો. ચિડિયાપણું છોડો અને અકારણે ગુસ્સે થવાનું બંધ કરી દો. હસી-મજાક કરો, બાળકોની સાથે સમય વિતાવો. કોમેડી શો જુઓ. કંઇક મજાકીયું અને ક્રિયેટિવ કરતાં શીખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X