જેલમાં બંધ કેદી કેટલા પત્ર લખી શકે? જાણો શું છે નિયમ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં જેલમાંથી પત્રો લખીને લોકોને સંબોધી રહ્યા છે. આ સ્થિતી વચ્ચે એ જાણવુ જરૂરી છે કે એક કેદી વધારેમાં વધારે કેટલા પત્રો લખી શકે?
સોશિયલ મીડિયા પર લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એક મુખ્યમંત્રી જેલમાંથી આવેલા પત્રો દ્વારા સરકાર સરળતાથી ચલાવી શકે?

જણાવી દઈએ કે, દોષિત કેદીને અઠવાડિયામાં એક પત્ર લખવાની છૂટ છે અને અન્ડરટ્રાયલ કેદીને અઠવાડિયામાં બે પત્ર લખવાની છૂટ છે.
દિલ્હી જેલ મેન્યુઅલ અનુસાર, અહીં બંધ કેદીને ગમે તેટલા પત્રો લખવાનો અધિકાર છે. જો કે, તેને આ માટે જેલમાંથી ખર્ચ નહીં મળે. જેલમાં બંધ કેદી પોતાના ખર્ચે ગમે તેટલા પત્રો લખી શકે છે. પરંતુ પત્ર બહાર મોકલતા પહેલા તે એકવાર તપાસવામાં આવે છે અને જો પત્રમાં લખેલી કોઈ પણ બાબત જેલની સુરક્ષામાં ભંગ સર્જે છે તો કેદીને પત્રનો તે ભાગ ન લખવા જણાવવામાં આવે છે.
જેલમાં કેદીઓને તેમના કામ પ્રમાણે પૈસા મળે છે. જો કે આ પૈસા ચલણમાં નહીં પરંતુ કૂપનમાં ઉપલબ્ધ હોય છે. હવે સવાલ એ થાય છે કે જેલમાં બંધ કેદીઓને કેટલા પૈસા મળે છે? તમને જણાવી દઈએ કે, જેલમાં કેદીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કુશળ, અર્ધ કુશળ અને અકુશળ. આ મુજબ કેદીઓને પૈસા અને કામ મળે છે.
2015 ના જેલ ડેટા અનુસાર, દિલ્હીની તિહાર જેલમાં, કુશળ દોષિતો, અર્ધ-કુશળ દોષિતો અને અકુશળ દોષિતોને અનુક્રમે 171 રૂપિયા, 138 રૂપિયા અને 107 રૂપિયા આપવામાં આવતા હતા.












Click it and Unblock the Notifications
