Constitution : બંધારણ બનાવનારી ટીમમાં આંબેટકર સિવાય કેટલા લોકો હતા? જાણો ઘણી અજાણી વાતો
Ambedkar Controversy : દેશમાં બંધારણને લઈને હંગામાનો માહોલ છે. એક તરફ સત્તામાં રહેલી બીજેપી બંધારણમાં મનસ્વી રીતે ફેરફાર કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સહિત દેશની વિપક્ષી પાર્ટીઓ બંધારણ બચાવવા લડાઈ લડી રહી છે.
આ બધા વચ્ચે અમિત શાહના બાબા સાહેબ આંબેટકરને લઈને કરેલા વાણી વિલાસે મોટો વિવાદ સર્જ્યો છે. તમામ વિપક્ષી પાર્ટીઓ માફીની માંગ કરી રહી છે.

આ વિવાદ વચ્ચે ઘણા લોકો એવો પણ દાવો કરી રહ્યાં છે કે બંધારણ બાબા સાહેબ આંબેટકરે નથી લખ્યુ. આજે આપણે આ તમામ દાવા વચ્ચે એ જાણવાના છીએ કે બંધારણ સભામાં આંબેટકર સાથે કેટલા લોકો હતા?
બાબા સાહેબ આંબેડકરને બંધારણના નિર્માતા માનવામાં આવે છે. તેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. એ વાત સાચી છે કે બંધારણ ઘડવાનો બોજ માત્ર આંબેડકર પર જ પડ્યો હતો. ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ટીટી કૃષ્ણમાચારીએ બંધારણ સભાની સામે આ વાત કહી હતી.
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે 7 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. ડ્રાફ્ટિંગ કમિટીએ મે 1947માં બંધારણ સભા સમક્ષ ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. સભાએ આ ડ્રાફ્ટમાં 7,500 થી વધુ સુધારા સૂચવ્યા હતા.
આ સુધારામાંથી લગભગ 2,500નો સ્વીકાર કરવામાં આવ્યો. બંધારણ સભાનો મુસદ્દો તૈયાર કરવા માટે 7 સભ્યોની મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી. આ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતા. સમિતિના સભ્યોમાં કન્હૈયાલાલ મુનશી, મોહમ્મદ સદુલ્લાહ, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ગોપાલ સ્વામી અયંગર, એન. માધવ રાવ અને ટીટી કૃષ્ણમાચારી હતા.
જણાવી દઈએ કે, બંધારણ બનાવતી વખતે 7 સભ્યોમાંથી માત્ર આંબેડકર જ હાજર હતા. આ ઘટનાનો ઉલ્લેખ બંધારણ સભામાં ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ટીટી કૃષ્ણમાચારીએ કર્યો છે.
ટીટી કૃષ્ણમાચારીએ નવેમ્બર 1948માં બંધારણ સભાને જણાવ્યું કે, મૃત્યુ, માંદગી અને અન્ય મુશ્કેલીઓને ના કારણે સમિતિના મોટાભાગના સભ્યોએ મુસદ્દા તૈયાર કરવામાં પૂરતું યોગદાન આપ્યું ન હતું. આ કારણે બંધારણ ઘડવાનું સૌથી મોટુ ભારણ આંબેડકર પર આવી ગયું.
ડ્રાફ્ટીંગ કમિટીમાં જે સાત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી એક સભ્ય બીમાર પડ્યા હતા. બે સભ્યો દિલ્હી બહાર હતા, એક વિદેશમાં હતા, એકે અધવચ્ચે જ રાજીનામું આપી દીધું હતું, જ્યારે એક સભ્ય જોડાયા નહોતા.
આ સિવાય આંબેડકરે લગભગ 100 દિવસ સુધી બંધારણ સભામાં ઊભા રહીને બંધારણનો આખો ડ્રાફ્ટ સમજાવ્યો અને દરેક સૂચન પર ચર્ચા કરી હતી.












Click it and Unblock the Notifications
