આત્મહત્યા કરનાર કોઈ વ્યક્તિનું નામ લખીને મરે તો આરોપીને કેટલી સજા થાય? જાણો શું કહે છે કાયદા?

બેંગલુરૂના એન્જીનિયરની આત્મહત્યાએ પુરા ભારતને વિચારતો કરી મુક્યો છે. મહિલાઓના શોષણની વાતો વચ્ચે પુરૂષો પર અત્યાચાર તરફ તમામ લોકોનું ધ્યાન ગયુ છે.

અતુષ સુભાષ નામના આ વ્યક્તિએ તેની પત્ની અને પત્નીના પરિવારના લોકોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. હવે લોકો આ આરોપીઓ સામે પગલા ભરવાની માંગ કરી રહ્યાં છે.

Atul Subhash suicide case

અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા એક દોઢ કલાકનો વીડિયો અને 24 પેજની સુસાઈડ નોટ લધીને મોતને વ્હાલુ કર્યુ હતુ. જણાવી દઈએ કે, ભારતીય કાયદાઓમાં કોઈ વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવો એ ગુનો ગણાય છે અને તેને જેલની હવા ખાવી પડી શકે છે.

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. જો મૃતક સુસાઈડ નોટમાં કોઈનું નામ લખે તો તેની સામે આ કલમ હેઠળ કેસ નોંધવામાં આવે છે.

આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવે અને તે વ્યક્તિ સામેના આરોપો સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આવા કિસ્સામાં પોલીસ વોરંટ વગર કોઈપણની ધરપકડ કરી શકે છે. આ કેસમાં થયેલી ધરપકડ બિનજામીનપાત્ર છે.

સુસાઈડ નોટમાં કોઈનું નામ લખીને કોઈ આત્મહત્યા કરે એટલો આધાર સજા માટે પુરતો નથી. આ માટે સમગ્ર પ્રક્રિયા મુજબ પ્રથમ કાર્યવાહી કરાય છે. જેમાં સુસાઇડ નોટની સત્યતા ચકાસવામાં આવે છે.

આના માટે હેન્ડરાઇટિંગ વિશ્લેષણ અને પેપરની તપાસ કરવામાં આવે છે અને સુસાઇડ નોટની શાહીની પણ તપાસ કરાય છે. આ સિવાય સ્યુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની તથ્ય તપાસ કરવામાં આવે છે.

સુસાઈડ નોટની સત્યતા અને તેમાં કરાયેલા આક્ષેપોની તથ્યપૂર્ણ તપાસ બાદ આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવે છે. ત્યારબાદ વધુ પુરાવા એકત્ર કરવામાં આવે છે અને કોર્ટમાં કેસ ચાલે છે. જેના પર કોર્ટ અંતિમ નિર્ણય આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X