For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સંકેતોથી જાણો કે તમારા પાર્ટનરને હવે રિલેશનમાં રસ નથી રહ્યો, બસ તમારા તરફથી છે એકતરફી પ્રેમ

તમે એ સંકેતોને સમય પર ઓળખી લો જે એ વાતની પુષ્ટિ તરફ ઈશારો કરતા હોય કે તમારા રિલેશન એકતરફી થઈ ચૂક્યા છે અને તમે જ એકલા પ્રેમ કરવાના છો -

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણી વાર એવુ થાય છે જ્યારે કોઈ રિલેશનમાં આપણે પોતાના તરફથી પૂરી કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ સામેવાળો વ્યક્તિ કદાચ એટલી કોશિશ નથી કરી રહ્યો હોતો. આવી સ્થિતિમાં નિરાશા, અસુરક્ષા અને જરુરિયાતો વધવા લાગે છે. આ સ્થિતિ એ વ્યક્તિ માટે શારીરિક અને માનસિક રીતે ઘણી થકાવનારી બની જાય છે જે એ રિલેશનને જાળવી રાખવા માટે પોતાનો જીવ રેડી રહ્યો હોય. એવામાં એ જરુરી બની જાય છે કે તમે એ સંકેતોને સમય પર ઓળખી લો જે એ વાતની પુષ્ટિ તરફ ઈશારો કરતા હોય કે તમારા રિલેશન એકતરફી થઈ ચૂક્યા છે અને તમે જ એકલા પ્રેમ કરવાના છો -

જરુરતના સમયે પાર્ટનરનુ સાથે ન હોવુ

જરુરતના સમયે પાર્ટનરનુ સાથે ન હોવુ

શું તમારા પાર્ટનર એ સમયે તમારી સાથે રહ્યા જ્યારે તમને એમની સૌથી વધુ જરુર હતી? જો મોટાભાગના પ્રસંગોએ તમારો જવાબ ના હોય તો એ દર્શાવે છે કે એમને તમારી કંઈ વધુ ચિંતા નથી જેટલી તમને એમની છે. એકબીજાની કેર અને રિલેશનમાં ઉપસ્થિતિ બંને તરફથી સમાન હોવી જોઈએ.

પોતાના પાર્ટનરની ગેરહાજરી માટે દર વખતે બહાના બનાવવા

પોતાના પાર્ટનરની ગેરહાજરી માટે દર વખતે બહાના બનાવવા

જો દરેક મહત્વપૂર્ણ પ્રસંગે તમારે પોતાના પાર્ટનર વિના જ જવુ પડતુ હોય અને તેની ગેરહાજરી માટે તમારે બહાના બનાવવા પડતા હોય તો આ રિલેશનમાં તમે જ તેમની ભૂલો અને ગેરહાજરીને છૂપાવી રહ્યા છો. ખાસ પ્રસંગોએ એકલા રહેવુ એ સંબંઘમાં કોઈ એક પાર્ટનરની નજરઅંદાજી દર્શાવે છે.

પોતાને જ દર વખતે ખોટા માની લેવુ

પોતાને જ દર વખતે ખોટા માની લેવુ

જો તમે પરસ્પરની દરેક સમસ્યાનુ કારણ ખુદને માનવા લાગ્યા હોય અને દરેક વાત પર ખુદને દોષી માનીને માફી પણ માંગી લેતા હોય, તો તમે ખુદને જ બધા તણાવનો શિકાર બનાવી રહ્યા છો. આનો અર્થ એ થયો કે તમે રિલેશનમાં આવી રહેલી મુશ્કેલીઓને ઉકેલવા માટે દર વખતે ખુદને દોષી માનવાથી પણ ખચકાઈ નથી રહ્યા.

પોતાની સમસ્યાઓને કોઈ બીજા સાથે શેર કરી રહ્યા છો

પોતાની સમસ્યાઓને કોઈ બીજા સાથે શેર કરી રહ્યા છો

ઘણી વાર એવુ થવા લાગે છે કે તમારા પાર્ટનર, તમારી રોજિંદી જિંદગી વિશે વાત કરવાનુ બંધ કરી દે છે. આવી સ્થિતિમાં તમે કોઈ અન્ય પાસે પોતાની બધી અપડેટ અને મુશ્કેલીઓ શેર કરો છો. જો આવુ હોય તો આનો અર્થ છે કે તમારા પાર્ટનરને તમારા રોજિંદા જીવનમાં રસ નથી.

English summary
How to know that your love is one sided and your partner is not interested. Here is signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X