For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલેશનશિપમાં રાખવામાં આવતી અપેક્ષાઓને કેવી રીતે ઘટાડશો

રિલેશનશિપનો અર્થ એ કે જેને તમે પ્રેમ કરો છો તેને ખુશ રાખવા અને ખૂબ પ્રેમ કરવો પરંતુ તેમાં અપેક્ષા આવતા સંબંધ ખરાબ થાય છે.

|
Google Oneindia Gujarati News

રિલેશનશિપનો અર્થ એ કે જેને તમે પ્રેમ કરો છો તેને ખુશ રાખવા અને ખૂબ પ્રેમ કરવો પરંતુ ઘણી વાર ભાવનાઓ, વ્યવહાર, ડર અને સપનાઓના ચક્કરમાં રિલેશનશિપમાં કડવાશ આવી જાય છે. જ્યારે કોઈ સંબંધમાં અપેક્ષાઓ વધે તો મુશ્કેલીઓ પેદા થવા લાગે છે. આપણે સામેવાળા વ્યક્તિ પાસે આ આશા ના રાખી શકીએ કે જેવી રીતે આપણે એમની સાથે છે, તે પણ આપણી સાથે એવા જ રહે. રિલેશનશિપમાં અપેક્ષાઓ ઓછી જ રાખવી જોઈએ.

એકબીજા પાસે પ્રેમ અને સમ્માનની અપેક્ષા

એકબીજા પાસે પ્રેમ અને સમ્માનની અપેક્ષા

એક સંબંધમાં અપેક્ષા રાખવી સામાન્ય બાબત છે જેમકે એકબીજા પાસે પ્રેમ અને સમ્માનની અપેક્ષા રાખવી. પરંતુ ઘણી વાર આપણે પોતાના પાર્ટનરથી ઘણી વધુ અપેક્ષાઓ કરી બેસીએ છીએ જે પૂરી ના થવા પર સંબંધમાં કડવાશ આવવા લાગે છે.. આ કારણે મનમાં કચવાટ આવી જાય છે અને સંબંધ ખરાબ થવા લાગે છે.તમને ખબર હોવી જોઈએ કે તમારે તમારા સંબંધથી શું જોઈએ છે. આ રિલેશનશિપના સંતુલન માટે ખૂબ જરૂરી છે. સપનાના બદલે અસલ જિંદગીમાં રહીને તમે આવુ કરી શકો છો.

પરસ્પર સમજણ

પરસ્પર સમજણ

જો એ તમને તમારી રીતે પ્રેમ ના કરતો હોય તમને તે સમજમાં નહિ આવે પરંતુ એનો અર્થ એવો નહિ કે તે તમને પ્રેમ નથી કરતો. તમારે તમારો વ્યવહાર બદલવાની જરૂર છે નહિ કે પોતાના પાર્ટનરને. જો બે જણ એકબીજાને સારી રીતે સમજે તો બેકારની અપેક્ષાઓ માટે કોઈ જગ્યા નથી રહેતી.

આ પણ વાંચોઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સેક્સી Video વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજોઆ પણ વાંચોઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સેક્સી Video વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો

જાણો તમે શું ઈચ્છો છો

જાણો તમે શું ઈચ્છો છો

સૌથી પહેલા તો એ નક્કી કરો કે તમે આ સંબંધથી શું ઈચ્છો છો. બેકારની વસ્તુઓમાં ઉલઝીને પોતાના સબંધને ખતમ ના કરો પરંતુ અસલ જિંદગીને સમજો.

કોઈ પરફેક્ટ નથી

કોઈ પરફેક્ટ નથી

અપેક્ષાઓનુ હકીકત સાથે સંતુલન હોવુ જોઈએ. તમારી બધી અપેક્ષાઓ તો પૂરી થવી અશક્ય છે. એનાથી તમને ગુસ્સો આવી શકે છે. દરેક વ્યક્તિ પોતાનામાં પરફેક્ટ હોય છે. તમારે બસ તેને સમજવો પડશે. ભૂલો કરવી એ ખરાબ વસ્તુ નથી. પોતાની જિંદગીમાં ખુશીઓ લાવવા માટે તમારે તમારી અપેક્ષાઓને થોડી ઓછી કરવી પડશે.

ધ્યાન રાખો

ધ્યાન રાખો

જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુની અપેક્ષા કરવાનુ છોડી દો ત્યારબાદ પોતાના વ્યવહારમાં આવતા બદલાવને પણ જુઓ. ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારો પાર્ટનક તમારા માટે બધુ કરે છે માત્ર તે તમારી અપેક્ષાઓ મુજબનુ નથી હોતુ.

સ્ટાડન્ડર્ડ અને રિલેશનશિપની અપેક્ષાઓ

સ્ટાડન્ડર્ડ અને રિલેશનશિપની અપેક્ષાઓ

ક્વૉલિટી, નિયમો અને આદતોને ધ્યાનમાં રાખીને પોતાના પાર્ટનર પાસે કોઈ અપેક્ષા રાખો. બની શકે કે તે એટલી વધુ અપેક્ષા રાખીને બેઠા હોય જેની અસલ જિંદગીમાં પૂરા થવુ અશક્ય હોય. પોતાના પાર્ટનરને સમજીને અપેક્ષાઓ રાખો.

એની જગ્યાએ પોતાને મૂકીને જુઓ

એની જગ્યાએ પોતાને મૂકીને જુઓ

કોઈની પાસે અપેક્ષા રાખતા પહેલા તેને સમજવાની કોશિશ કરો. એ જાણો કે તે કેમ પોતાની અપેક્ષાઓ પર ખરા નથી ઉતરી શકતા. એની પરિસ્થિતિને સમજો. આનાથી તમારો સંબંધ વધુ મજબૂત થશે.

થોડો ઝઘડો પણ જરૂરી છે

થોડો ઝઘડો પણ જરૂરી છે

આનો અર્થ એ નહિ કે તમારે તમારા પાર્ટનર સાથે ઝઘડો કરવાનો છે. થોડોઘણો ઝઘડો પણ સંબંધ માટે સારો હોય છે. આનાથી તમને ખબર પડે છે કે તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે અને તમે બંને કેવી રીતે એકસાથે મળીને પોતાના ઝઘડાને ઉકેલો છો.

English summary
How To Reduce Expectations In A Relationship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X