For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : તહેવારોમાં મોબાઇલથી કેવી રીતે મોકલશો ફ્રી SMS

|
Google Oneindia Gujarati News

આમ તો મોબાઇલ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ દ્વારા કેટલાક રૂપિયાની સ્કીમ લેવા પર ઢગલાબંધ ફ્રી એસએમએસ પૂરા પાડવામાં આવે છે જો કે તેના માટે થોડા રૂપિયા તો ખર્ચવા જ પડે છે. બીજી તરફ તહેવારો કે ખાસ દિવસો પર આ ફ્રી એસએમએસ ચાલતા નથી અને તમારે રેગ્યુલર એસએમએસ ચાર્જીસ ચૂકવવા પડે છે. આવા સમયે જો ફ્રી એસએમએસ મળે તો સંબંધો સચવાય છે અને પૈસા બચવાનો આનંદ પણ મળે છે.

આ માટે ઓનલાઇન અનેક સાઇટ્સ છે જેની મદદથી આપ સમગ્ર દુનિયામાં ક્યાંય પણ ફ્રી એસએમએસ મોકલી શકો છો. આવી એક બે સાઇટ આપના ધ્યાનમાં પણ હશે. અમે અહીં વધારે સાઇટ્સ ઓપ્શન આપી રહ્યા છીએ.

આ ફ્રી સેવા મેળવવા માટે આપે સાઇટમાં આપનું એકાઉન્ટ ખોલવાનું હોય છે. ત્યાર બાદ આપે જે નંબર પર મેસેજ મોકલવો હોય તેના પર એસએમએસ મોકલી શકાય છે. આવી સાઇટ્સમાં એક દિવસમાં મહત્તમ એસએમએસ મોકલવાની મર્યાદા બાંધેલી હોય છે. જ્યારે કેટલીક સાઇટ્સ અનલિમિટેડ એસએમએસ પૂરા પાડે છે. આવો જાણીએ આવી ઓનલાઇન સાઇટ્સ વિશે...

160by2

160by2


ફ્રી એસએમએસ મોકલવા માટે આ સૌથી લોકપ્રિય સાઇટ છે. જેની મદદથી આપ ભારતમાં કોઇ પણ મોબાઇલ પર ફ્રી એસએમએસ મોકલી શકો છો. આ સાઇટનું ઇન્ટરફેસ ઘણું સરળ છે. જેની મદદથી કોઇ પણ તેનો ઉપયોગ કરી શકે છે. આ સાઇટમાં 160 શબ્દો સુધી મેસેજ મોકલી શકાય છે.

સ્લાઇડ એસએમએસ

સ્લાઇડ એસએમએસ


સ્લાઇડ એસએમએસની મદદથી આપ ઇન્ટરનેશનલ એસએમએસ ફ્રીમાં મોકલી શકો છો. સ્લાઇડ એસએમએસથી 200 દેશોમાં 300 શબ્દો સુધીના એસએમએસ મોકલી શકાય છે.

વે 2 એસએમએસ

વે 2 એસએમએસ


વે 2 એસએમએસ ભારતમાં ઓનલાઇન એસએમએસ મોકલવાની ઘણી લોકપ્રિય સાઇટ છે. આ સાઇટમાં એસએમએસ મોકલવાની સાથે જી ટોક અને યાહૂ પર પોતાના મિત્રો સાથે ચેટિંગ પણ કરી શકાય છે.

એસએમએસ સિટી

એસએમએસ સિટી


એસએમએસ સિટી દ્વારા આપ ફ્રી ઇન્ટરનેશનલ એસએમએસ મોકલી શકો છે. આ સાઇટ પરથી આપ એસએમએસમાં ફ્રી પિક્ચર પણ જોડી શકો છો. આ સાઇટ દ્વારા 22 દેશોમાં ફ્રી એસએમએસ મોકલી શકાય છે.

એસએમએસ 440

એસએમએસ 440


એસએમએસ 440માં 440 કેરેક્ટર સુધીના મેસેજ લખીને મોકલી શકાય છે. તેની ખાસ બાબત એ છે કે તેમાં અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ મેસેજ મોકલી શકાય છે.

ટેક્સ્ટ મી ફ્રી

ટેક્સ્ટ મી ફ્રી


આ સાઇટ પરથી આપ પોતાનું એકાઉન્ટ બનાવ્યા વિના વિશ્વમાં ગમે ત્યાં ફ્રી એસએમએસ મોકલી શકો છો.

ઇન્ડિયા રોક

ઇન્ડિયા રોક


પોતાના ખાસ ફીચર્સને કારણે એક સમયે આ સાઇટ યુવાનોમાં ઘણી લોકપ્રિય હતી. તેમાં આપ એસએમએસ મોકલવાનું શિડ્યુલ પણ નક્કી કરી શકો છો.

અલ્ટ્રારેચેટ્રો

અલ્ટ્રારેચેટ્રો

અલ્ટ્રારેચેટ્રોઆ સાઇટની મદદથી ભારતમાં સીડીએમએ અને જીએસએમના કોઇ પણ નંબર પર એસએમએસ કરી શકાય છે. તેમાં એસએમએસ માટેના અનેક વિષયો પણ આપવામાં આવ્યા છે.

ટેક્સ્ટ 4 ફ્રી ઓનલાઇન

ટેક્સ્ટ 4 ફ્રી ઓનલાઇન


ટેક્સ્ટ 4 ફ્રી ઓનલાઇનમાં આપ ઓનલાઇન 700 સુધી મેસેજ મોકલી શકો છો. આ સાથે પિક્ચર પણ એટેચ કરી શકો છો.

માય એસએમએસ ઇન્ડિયા

માય એસએમએસ ઇન્ડિયા


માય એસએમએસ ઇન્ડિયામાં શબ્દોની કોઇ લિમિટ નથી. આપ અનલિમિટેડ શબ્દોમાં એસએમએસ મોકલી શકો છો.

English summary
How to send free sms online via mobile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X