For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણમાં કેવી રીતે કરશો શિવ પૂજન જેથી પુરી થાય દરેક મનોકામના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] શ્રાવણ મહિનામાં આશુતોષ ભગવાન શંકરની પૂજાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં દરરોજ પૂજા નથી કરી શકતા, તેમને સોમવારના દિવસે પૂજા અને વ્રત રાખવું જોઇએ. શ્રાવણમાં પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં જેટલા પણ સોમવાર આવે છે, તે બધા સોમવારના દિવસે વ્રત રાખીને પૂજન કરવામાં આવે તો મનોકામનાપૂર્ણ થઇ શકે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું એટલું મહત્વ કેમ દર્શાવવામાં આવ્યું છે? સોમવારનો અંક 2 હોય છે જે ચંદ્રમાનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્રમા મનનું સંકેતક છે અને તે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે.

કદાચ એટલા માટે ભોલેનાથ આટલા સરળ અને શાંત જોવા મળે છે. શ્રાવણમાં પ્રેમ પ્રફુલ્લિત થઇને કામ રૂપ ધારણ કરી લે છે. આ મહિનામાં સૌથી વધુ સંક્રમણ થવાની સંભાવના રહે છે. કહેવામાં આવે છે કે 'જેવું રહેશે તન એવું રહશે મન'. જો તમે સંક્રમણથી ગ્રસિત થઇ જશો તો તમારું મન પણ અસ્વસ્થ્ય રહેશે અને તમે શ્રાવણના અદભૂત પ્રેમથી વંચિત રહી જશો. સોમવારે ભોલેબાબાનું વિધિવત જળ વડે અભિષેક કરીને પૂજન કરવાથી ચંદ્રમા બલવાન થઇને મનને ઉર્જાવાન બનાવી દેશે. છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખીને પ્રેમ કરનાર પતિની મનોકામના કરે છે, તેની પાછળ પણ ચંદ્રમા જ કારક છે કારણ કે ચંદ્રમા મનનું સંકેતક છે. સાછો પ્રેમ મનથી કરવામાં આવે છે તનથી નહી.

તમામ પ્રકારની સમસ્યાઓ તથા ઇચ્છાઓ હોય છે, જે સમયસર પૂરી થતી નથી તો ઘણું દુ:ખ થાય છે. જો કોઇ ઇચ્છા છે અને તે પૂરી નથી થઇ રહી તો પાર્થિવ શિવલિંગનું પૂજન કરો. કઇ ઇચ્છા માટે શું પૂજન કરવું તે તમે સ્લાઇડરમાં જોઇ શકો છો.

ડર દૂર કરવા માટે

ડર દૂર કરવા માટે

જો તમને કોઇપણ પ્રકારનો ભય લાગે છે તો તમે દૂર્વાને વાટીને શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો. આ ઉપાયથી દરેક પ્રકારનો ભય સમાપ્ત થઇ જશે.

સંતાન પ્રાપ્તિ માટે

સંતાન પ્રાપ્તિ માટે

જો તમારે સંતાન થઇ રહ્યું નથી, તો વાંસના અંકુરમાંથી શિવલિંગ તૈયાર કરો અને તેની વિધિવત પૂજા કરો. થોડા સમય બાદ સંતાનની પ્રાપ્તિ થશે.

ધન ટકતું નથી તો

ધન ટકતું નથી તો

જો તમારી પાસે ધન ટકતું નથી કે પછી આવતું જ નથી તો તમે દહી કઠોર થઇ ગયા બાદ તેનું શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા તથા અર્ચના કરો. આવું કરવાથી તમારી આર્થિક સમસ્યાનું સમાધાન થઇ જશે અને ધન પણ ટકશે.

સુખ શાંતિ માટે

સુખ શાંતિ માટે

જો તમે પરિવારમાં એકતા અને સુખ તથા શાંતિ ઇચ્છો છો તો તમે ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરો. લાભ અવશ્ય મળશે.

સારા પાક માટે

સારા પાક માટે

ખેડૂત વર્ગ ગોળમાં અન્ન લગાવીને શિવલિંગ તૈયાર કરો તેની વિધિવત પૂજા કરી કરવાથી કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તથા સમૃદ્ધિ આવશે.

રોગમાંથી મુક્તિ મેળવવા માટે

રોગમાંથી મુક્તિ મેળવવા માટે

જો કોઇને લાંબા સમયથી કોઇ રોગ છે અને ઠીક નથી થઇ રહ્યો તો તમે મિશ્રીથી બનેલા શિવલિંગની સામે રૂદ્રાષ્ટકનો પાઠ કરો તથા વિધિવત પૂજન તથા અર્ચના કરો. આમ કરવાથી થોડા સમયમાં લાભ જોવા મળશે.

શત્રુઓથી પરેશાન છો

શત્રુઓથી પરેશાન છો

જો તમે શત્રુઓ તથા વિરોધીઓથી વધુ પરેશાન છો તો નીલમથી બનેલા શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે.

લાંબા આયુષ્ય માટે

લાંબા આયુષ્ય માટે

લાંબા આયુષ્ય માટે કસ્તૂરી તથા ચંદનથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી લાભ મળે છે.

લગ્ન નથી થઇ રહ્યાં તો

લગ્ન નથી થઇ રહ્યાં તો

જો કોઇ કન્યાના લગ્ન થતા ન હોય તો મોતી તથા નવનીત વૃક્ષના પત્તાથી બનેલા શિવલિંગનું પૂજન કરવું અને વિવાહમાં આવનારની મુશ્કેલી જલદી દૂર થઇ રહી છે અને સંપન્ન પરિવારમાં લગ્ન થઇ જશે.

English summary
Shiv Poojan during Sawan month brings prosperity and happiness also fulfill the wishes. Here are some types of poojan to fulfill your different wishes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X