
તસવીરો: પત્નીના ડરથી સિગરેટ છોડનાર ઓબામાનો અલગ અંદાજ
ન્યૂયોર્ક, 25 સપ્ટેમ્બર: દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક વ્યક્તિ સાથે અનૌપચારિક વાતચીતમાં કહ્યું છે કે તેમને લગભગ ગત છ વર્ષોથી સિગરેટ પીધી નથી, કારણ કે તે પોતાની પત્નીથી ડરે છે. ઓબામા સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક મહાસભાના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતા. આ વાતો એક સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડિંગથી જાણવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓબામાને અમેરિકામાં સ્વસ્થ જીવન શૈલી માટે ઓળખવામાં આવે છે. તો બીજી તરફ તેમને પોતાના પુસ્તક 'ડ્રિમ્સ ફ્રોમ માય ફાધર'માં લખ્યું હતું કે તે સિગરેટ પીવાની આદતના શિકાર હતા.
ચેનલના વીડિયો રેકોર્ડિંગથી જાણવા મળ્યું છે કે ઓબામા એક વ્યક્તિ પાસે બેઠ્યા છે અને તેમને પૂછે છે કે શું તમે સિગરેટ છોડી છે પરંતુ જ્યારે આ પ્રશ્ન ઓબામાને તે વ્યક્તિએ પૂછ્યો તો ઓબામા હસીને કહે છે કે હાં, હું મારી પત્નીથી ડરું છું, માટે સિગરેટ છોડી દિધી છે.
રાષ્ટ્રપતિના રૂપમાં પોતાના પહેલાં કાર્યકાળમાં પણ તેમને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મેં સિગરેટ પીવાની ટેવમાંથી 95 ટકા રાહત મેળવી લીધી છે, પરંતુ તેમછતાં ક્યારેક ક્યારેક પોતાની જાતને રોકી શકતો નથી. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા રોબર્ટ ગિબ્સે કહ્યું હતું કે ઓબામાએ ગત નવ મહિનાથી ધુમ્રપાન કર્યું નથી અને કામના ભારણ વચ્ચે તે સિગરેટ છોડવા માંગતા નથી.

વોશિંગ્ટન
વોશિંગ્ટનના નેવી યોર્ડમાં હમણાં થોડાં સમય પહેલાં થયેલા ગોળીબાર કાંડ વિશે વાતચીત કરતાં બરાક ઓબામા.

વોશિંગ્ટન
સપ્ટેમ્બર 2001માં થયેલા આતંકવાદી હુમલાની બારમી વરસીના અવસરે બરાક ઓબામા.

બરાક ઓબામા
અમેરિકન રાષ્ટ્રઓઅતિ બરાક ઓબામા બાળકો સાથે એક ક્રાર્યકમ દરમિયાન.

ન્યૂયોર્ક
અમેરિકન રાષ્ટ્રપતિની પત્ની મિશેલ ઓબામા.

ટૂલી
એક શૉકર બૉલને કિક કરતાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા.

ઓક બ્લફ્સ
ગોલ્ફ ગાડી ચલાવતી વખતે ભીડને અભિવાદન કરતાં બરાક ઓબામા.

વિનયાર્ડ હૈવેન
ગોલ્ફ ક્લબમાં બરાક ઓબામા.

ઇગરટાઉન
વાઇન યાર્ડ ગોલ્ફ ક્લબમાં બરાક ઓબામા.

ઓક બ્લફ્સ
ગોલ્ફનો એક શૉટ મિસ કર્યા બાદ પ્રતિક્રિયા આપતાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા.

પ્રિટોરિયા
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમા દ્વારા બોલાવવામાં આવેલી ડિનર પાર્ટીમાં બરાક ઓબામા.

રૉબેન આઇલેંડ
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા રૉબેન આઇલેંડની એક જેલમાં. આ તે જ જેલ છે જેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ 27 વર્ષની જેલમાં 18 વર્ષ અહીં ગુજાર્યા હતા.

બર્લિન
જર્મનીના એક કાર્યક્રમ દરમિયાન જર્મનીની ચાન્સેલર એંજેલા માર્કેલની સાથે બરાક ઓબામા.

બરાક ઓબામા
શિકાગોના એક આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા.