ઑફિસમાં તમારા પતિ પર કોઈ નજર નાખતુ હોય તો એ મહિલાને આ રીતે કરો હેન્ડલ
આવો, જાણીએ જ્યારે તમારા પતિ સાથે ઑફિસની કોઈ મહિલા ફ્લર્ટિંગ કરતી હોય તો તમારે શું કરવુ જોઈએ.
નવી દિલ્લીઃ ઑફિસની કોઈ મહિલા જો તમારા પતિ સાથે ફ્લર્ટ કરે તો તમને બહુ ગુસ્સો આવી શકે છે. ઘણી મહિલાઓ એ જાણતી હોવા છતાં કે તેમનો સહકર્મી પરિણીત છે, તેની સાથે ફ્લર્ટ કરવાનુ છોડતી નથી. ઑફિસની બાબત હોવાના કારણે આવી સ્થિતિમાં તમે કંઈ કરી પણ નથી શકતા. આ પ્રકારની પરિસ્થિતિમાં સંયમ જાળવવો જોઈએ નકર તમારો ગુસ્સો પોતાના પતિ સાથે સંબંધમાં ગેરસમજણ પેદા કરી શકે છે. આવો, જાણીએ જ્યારે તમારા પતિ સાથે ઑફિસની કોઈ મહિલા ફ્લર્ટિંગ કરતી હોય તો તમારે શું કરવુ જોઈએ.

એ મહિલાને બનાવી લો પોતાની દોસ્ત
આ સાંભળવામાં થોડુ વિચિત્ર છે પરંતુ એક કારગર ઉપાય બની શકે છે. એ મહિલાને મળીને તેને પોતાની દોસ્ત બનાવીને કદાચ તમે એને એ અનુભવ કરાવી શકો છો કે તેનુ તમારા પતિ સાથે ફ્લર્ટ કરવુ ઠીક નથી. તમારી સાથે દોસ્તી કર્યા બાદ તે પોતાના વ્યવહારમાં સીમાઓ લાવશે. તેને જાતે જ પોતાની ભૂલનો અહેસાસ થઈ શકે છે.

પોતાના પતિ સાથે કરો વાત
ઑફિસમાં કોઈ મહિલાની તમારા પતિ પ્રત્યે આકર્ષિત થવાની વાત તમારા બંનેના સંબંધને બગાડી શકે છે. આ વિષયમાં તમારે પોતાના પાર્ટનર સાથે વાત કરીને વસ્તુઓ સ્પષ્ટ કરી લેવી જોઈએ. આમ કરવાથી તમે એનો પક્ષ જાણી શકશો અને એ પણ તમારી ચિંતાને વધુ સારી રીતે સમજી શકશે. શાંત દિમાગથી કરેલી વાતચીત બધી ગેરસમજણને દૂર કરી દે છે.

પોતાના સંબંધ પર આપો વધુ ધ્યાન
કોઈ બહારની વ્યક્તિના કારણે પોતાના લગ્નજીવનમાં મુશ્કેલી લાવવી સમજદારી નથી. તમારે પોતાના સંબંધ પર વધુ ધ્યાન આપવુ જોઈએ. પોતાના લગ્નજીવનને મજબૂત કરો, પ્રેમ વધારો અને રોમાંસ પર ધ્યાન આપો. આનાથી કોઈ પણ પ્રકારની બહારની નકારાત્મકતા તમારા સંબંધને બગાડી નહિ શકે.

પતિ પર રાખો ભરોસો
આવી પરિસ્થિતિમાં સમસ્યાનુ મોટુ કારણ અવિશ્વાસ કે ભરોસો ન કરવાનુ હોય છે. જો તમે પોતાના પતિ પર ભરોસો કરી શકતા હોય કે ખુદ કોઈ અન્ય મહિલા પ્રત્યે આકર્ષિક નહિ થાય તો આ ભરોસો તમારા સંબંધને મજબૂત બનાવશે. તમારે પોતાના પતિ પર વિશ્વાસ રાખવો પડશે કે કોઈ બીજી મહિલાના ફ્લર્ટ કરવા પાછળ તેનો કોઈ દોષ નથી.

સમસ્યાને હળવાશથી લો
આ વાતને એક બહુ મોટી સમસ્યા તરીકે લેવાના બદલે તેને હળવાશથી લો અને ખુલ્લી રીતે પોતાના પતિ સાથે આના પર મસ્તી-મજાક કરો. આનાથી તમારા પતિ પણ કોઈ વાતને છૂપાવશે નહિ અને તમારે પણ કારણ વિના ચિંતા નહિ કરવી પડે.












Click it and Unblock the Notifications
