શું તમે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા ઇચ્છો છો? તો વાંચો આ લેખ
શું તમે એક ફ્રીલાન્સ લેખક છો તો આ લેખ ચોક્કસથી તમારા કામમાં આવી શકે છે. કારણ કે આ દ્વારા તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો. વધુ વાંચો અહીં.
શું તમે એક ફ્રીલાન્સ લેખક તરીકે પોતાની કારકિર્દી આગળ વધારવા ઇચ્છો છો? શું તમે એક સારા લેખક છો? તો પછી વનઇન્ડિયા તમને એક તેવું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે જેના લીધે કરીને તમે ફ્રીલાન્સ લેખક તરીકે વિવિધ ભાષાઓમાં તમારી કારકિર્દી આગળ વધારી શકો છો. ગુજરાતીથી લઇને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા માટે તમે અમારી વેબસાઇટ લેખિકામાં એપ્લાય કરી શકો છો. આ માટે તમારી ભાષા પર સારી પકડ અને ઓરીજનલ કંટેન્ટ આપવાની ક્ષમતા જરૂરી બને છે. સાથે જ તમે વનઇન્ડિયા ગુજરાતી પર બોલીવૂડ, જ્યોતિષ, રાજનીતિ, રમત ગમત જેવા વિષયો પર લખી શકો છો.

લખતા પહેલા વાંચી લો
નોંધનીય છે કે તમે અમને જે પણ કંટેન્ટ આપો તે ક્યાંથી કોપી કરેલું ના હોવું જોઇએ. તે ઉચ્ચ સ્તરની ભાષા સાથે સૂચનાપૂર્વક અને વિષયવસ્તુ આધારિત હોવું જોઇએ. સાથે જ તેના હેડલાઇન આકર્ષક હોવા જોઇએ અને જોડણીની ભૂલો ના હોવી જોઇએ. લેખની વાંચીને સમગ્ર મુદ્દાની જાણકારી સંપૂર્ણ પણે મળી જાય તેવી માહિતી તમારે લખવાની રહેશે.
શું ના હોવું જોઇએ?
કોઇ પણ વેબસાઇટ, છાપા કે અન્ય કોઇ સ્ત્રોતથઈ તે કંટેન્ટ કોપી કરેલું બિલકુલ ના હોવું જોઇએ. અમે રચનાત્મક લખાણમાં વિશ્વાસ રાખીએ છીએ નહીં કે કોપી કરેલા લખાણમાં.
બીજું શું ધ્યાન રાખવાનું?
યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરીને લખાણ લખો. તેમાં યોગ્ય કી વર્ડ સાથે ઓછામાં ઓછા 700 શબ્દોનો લેખ હોવો જરૂરી છે. તમને જે ટોપિક આપ્યો હોય કે તમે કોઇ ટોપિક પર લખતા હોવ તો તેવો આર્ટીકલ અન્ય કોઇ વેબસાઇટ કે અખબાર કે અન્ય ક્યાંક છપાયેલો ના હોવો જોઇએ. નોંધનીય છે કે લેખિકા દ્વારા તમે ઘરે બેઠા પણ રચનાત્મક લખાણ લખી કમાણી કરી શકો છો. અને સાથે જ લેખક તરીકે તમારી કારકિર્દી આગળ વધારી શકો છો. જો તમે આવા ઉપરના વિષયો કે ભાષામાં લખવા ઇચ્છુક હોવ તો નીચેની વેબસાઇટ પર જઇને આ અંગે અમારો સંપર્ક કરી શકો છો.
સંપર્ક કરો : www.lekhaka.com












Click it and Unblock the Notifications
