For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેકઅપ બાદ પણ તમે એક્સના સંપર્કમાં છો, તો આ વાતોનું ખાસ રાખો ધ્યાન

પહેલો પ્રેમ કે જૂનો સંબધ ભૂલવો સરળ નથી. ઘણીવાર તમે કોઈની સાથે સંબંધમાં આવો છો, પરંતુ સમય જતાં તમે તમારા પાર્ટનરથી અલગ થઈ જાવ છો. કોઈ કારણસર જીવનસાથી સાથે બ્રેકઅપ થાય છે.

|
Google Oneindia Gujarati News

પહેલો પ્રેમ કે જૂનો સંબધ ભૂલવો સરળ નથી. ઘણીવાર તમે કોઈની સાથે સંબંધમાં આવો છો, પરંતુ સમય જતાં તમે તમારા પાર્ટનરથી અલગ થઈ જાવ છો. કોઈ કારણસર જીવનસાથી સાથે બ્રેકઅપ થાય છે. ક્યારેક બ્રેકઅપ બાદ પણ એક્સ કપલ એકબીજાના સંપર્કમાં રહે છે. ભલે તેઓ બ્રેકઅપ પછી તેમના જીવનમાં આગળ વધી રહ્યા હોય, તેઓ એકબીજા સાથે 'જસ્ટ ફ્રેન્ડ' તરીકે સંપર્ક કરે છે.

એક્સના કારણે તમારા વર્તમાન સંબંધોને ન બગાડો

એક્સના કારણે તમારા વર્તમાન સંબંધોને ન બગાડો

જોકે, ભૂતપૂર્વ સાથેના બ્રેકઅપ પછી પણ સંપર્કમાં રહેવા દરમિયાન તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

જેમ કે, જો તમારાએક્સ કોઈ અન્ય સાથે સંબંધમાં પ્રવેશ્યા છે અથવા તમે કોઈ અન્યને ડેટ કરી રહ્યાં છો, તો તમારા વર્તમાન સંબંધ એક્સને કારણે બગડવો જોઈએ નહીં.

ભૂતપૂર્વને એવું કંઈ ન બોલો, જેનાથી તમારા બંને વચ્ચે અણગમતી સ્થિતિ સર્જાશે અને તમારે પસ્તાવો કરવો પડશે.

એક્સ સાથે બ્રેકઅપ બાદ ન કરવી આવી વાતો

એક્સ સાથે બ્રેકઅપ બાદ ન કરવી આવી વાતો

બ્રેકઅપની વાતો

બ્રેકઅપ બાદ એક્સ પાર્ટનર સાથે તમારું વર્તન બદલો. બ્રેકઅપનું દર્દ એક્સ સાથે શેર ન કરો. બ્રેકઅપ પછી તમારી સાથે શું થયું તેતેમને કહો નહીં. તમારા એક્સ સાથે બ્રેકઅપ પછી તમારી લાગણીઓ વ્યક્ત કરશો નહીં. આ તમારા બંને વચ્ચેના સંબંધોમાં ખલેલપહોંચાડશે. એક્સને તમારી સાથે વાત કરવામાં પણ અજીબ લાગશે.

ન જતાવશો હક

ન જતાવશો હક

એ હકીકત સ્વીકારો કે, તમારા એક્સ સાથેનો તમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે, અને યાદ રાખો કે બ્રેકઅપ પછી, તમારે તેમની સાથેસંબંધમાં પહેલા જેવું વર્તન ન કરવું જોઈએ. એક્સ પર હક જતાવવાનો પ્રયાસ કરશો નહીં. એક્સ સાથે મિત્રની જેમ વર્તો.

જૂની લાગણીઓ ન જણાવો

જૂની લાગણીઓ ન જણાવો

બ્રેકઅપ પછી એક્સને ક્યારેય કહો નહીં કે, તમે તેમને મિસ કરો છો. તમને તેમની સાથેના તમારા જૂના સંબંધો યાદ છે અને તમે તેમનેભૂલી શકતા નથી. એક્સ પ્રત્યેની તમારી લાગણીઓને વારંવાર વ્યક્ત કરવાથી તે તમારાથી દૂર થઇ જશે.

બધું શેર કરશો નહીં

બધું શેર કરશો નહીં

એક્સ ને તમારા જીવન વિશે બધું ન કહો. જો તમે કોઈ અન્ય સાથે સંબંધમાં છો અથવા તમને કોઇ પર ક્રશ છે, તો પછી તમારા એક્સનેવારંવાર આ વાત ન જણાવો.

કદાચ તે હજૂ પણ તમારા માટે કંઈક અનુભવતા હોય શકે, જેના કારણે તમારા શબ્દો તેમને હેરાન કરી શકે છે. આ સિવાય તમે તમારા વર્તમાન વિશે વારંવાર વાતો કરીને તેમને ઇરિટેટ કરી શકો છો.

English summary
If you are still in touch with your ex even after the breakup, keep these things in mind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X