For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમ મારો દમ: સિગરેટ ફૂંકવામાં ભારતીય મહિલાઓ વિશ્વમાં બીજા ક્રમે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 9 જાન્યુઆરી: કોણ નહી ઇચ્છે કે મહિલાઓ દરેક ક્ષેત્રે વિકાસ કરે, પરંતુ તાજેતરમાં જ આવેલા એક રિસર્ચમાં ભારતની મહિલાઓએ જે વિકાસ કર્યો છે તેને કદાચ જ કોઇ વખાણશે, અને તે છે ધુમ્રપાન. રિસર્ચ મેગેજીન 'જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોશિયન'માં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર ભારતીય મહિલાઓ ધુમ્રપાન કરવામાં અમેરિકા બાદ વિશ્વમાં બીજા ક્રમે છે.

રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્તરે ધુમ્રપાન કરનાર મહિલાઓની સંખ્યામાં ગત ત્રણ દાયદામાં સાત ટકાનો વધારો થયો છે, તો બીજી તરફ ભારતમાં ધુમ્રપાન કરનાર મહિલાઓની સંખ્યામાં 200 ટકાથી વધુ વધારો થયો છે. 1980માં ભારતમાં જ્યાં 53 લાખ મહિલાઓ ધુમ્રપાન કરે છે, તો બીજી તરફ 2012માં આ સંખ્યા વધીને 1.21 કરોડ થઇ ગઇ છે.

જો કે ભારતમાં પુરૂષોમાં પણ ધુમ્રપાન કરવાની લતમાં ગત દાયકામાં ઝડપથી વધારો થયો છે. ભારતમાં ત્રણ દાયકા પહેલાં જ્યાં ધુમ્રપાન કરનારા વ્યક્તિઓની સંખ્યા 7.45 કરોડ હતી, તો આજે લગભગ 11 કરોડ વ્યક્તિને ધુમ્રપાન કરવાની લતનો શિકાર છે, જેમાં મહિલાઓ સામેલ છે. જો કે અમેરિકા તંમાકુના સેવનમાંથી છુટકારો મેળવવામાં સૌથી આગળ છે, તેમછતાં અમેરિકન મહિલાઓ ધુમ્રપાનની બાબતે વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.

અમેરિકન મહિલાઓ ધુમ્રપાનની બાબતે વિશ્વમાં પ્રથમ સ્થાને

અમેરિકન મહિલાઓ ધુમ્રપાનની બાબતે વિશ્વમાં પ્રથમ સ્થાને

ભારતમાં પુરૂષોમાં પણ ધુમ્રપાન કરવાની લતમાં ગત દાયકામાં ઝડપથી વધારો થયો છે. ભારતમાં ત્રણ દાયકા પહેલાં જ્યાં ધુમ્રપાન કરનારા વ્યક્તિઓની સંખ્યા 7.45 કરોડ હતી, તો આજે લગભગ 11 કરોડ વ્યક્તિને ધુમ્રપાન કરવાની લતનો શિકાર છે, જેમાં મહિલાઓ સામેલ છે. જો કે અમેરિકા તંમાકુના સેવનમાંથી છુટકારો મેળવવામાં સૌથી આગળ છે, તેમછતાં અમેરિકન મહિલાઓ ધુમ્રપાનની બાબતે વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.

ભારતમાં 1.21 કરોડ મહિલાઓ કરે છે ધુમ્રપાન

ભારતમાં 1.21 કરોડ મહિલાઓ કરે છે ધુમ્રપાન

રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્તરે ધુમ્રપાન કરનાર મહિલાઓની સંખ્યામાં ગત ત્રણ દાયદામાં સાત ટકાનો વધારો થયો છે, તો બીજી તરફ ભારતમાં ધુમ્રપાન કરનાર મહિલાઓની સંખ્યામાં 200 ટકાથી વધુ વધારો થયો છે. 1980માં ભારતમાં જ્યાં 53 લાખ મહિલાઓ ધુમ્રપાન કરે છે, તો બીજી તરફ 2012માં આ સંખ્યા વધીને 1.21 કરોડ થઇ ગઇ છે.

ધુમ્રપાન કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો

ધુમ્રપાન કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો

વોશિંગ્ટન યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનમાં સહાયક પ્રવક્તા મારી આંગે રિસર્ચમાં કહ્યું હતું કે 'ભારત, બાંગ્લાદેશ, ચીન અને ઇન્ડોનેશિયા સહિત કેટલાક દેશોમાં નિયંત્રણકારી નિતીઓ પહેલાંથી જ લાગૂ કરી દેવામાં આવી છે, તેમછતાં જે દેશોમાં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યાં તંબાકુના સેવન પર નિયંત્રણ કરવા માટે સધન પ્રયત્નો કરવાની જરૂરત છે.'

વૈશ્વિક સ્તરે 41 ટકાનો વધારો

વૈશ્વિક સ્તરે 41 ટકાનો વધારો

વૈશ્વિક સ્તરે ધુમ્રપાનની લતમાં 41 ટકાનો વધારો થયો છે. રિસર્ચમાં કહેવમાં આવ્યું છે કે એશિયાઇ દેશોમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ઝડપથી વૃદ્ધિ થતી હોવાથી ધુમ્રપાન કરનારાઓની સંખ્યા ઝડપથી વધતી જતે જોવા મળે છે.

English summary
Indian women have now figured right on top in an infamous list - smoking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X