For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ટિંગના ફિલ્ડમાં ઝળકેલા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતમાં બે બાબતો હંમેશા ચર્ચામાં રહે છે. આ બાબત છે સ્પોર્ટ્સ ખાસ કરીને ક્રિકેટ અને ફિલ્મો પાછળ લોકોની ઘેલછા. સામાન્ય લોકો આ બંને ક્ષેત્રો તરફ જેટલા આકર્ષાય છે તેટલા ઝડપથી અન્ય ક્ષેત્રો તરફ આકર્ષાતા નથી. હવે આ ક્ષેત્રોનું કોમ્બિનેશન જોવા મળે તો શું કહેશો? જી હા, આપે સાચું વિચાર્યું. અહીં અમે એવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સની વાત કરી રહ્યા છે જેમને કેમેરાની સામે પરફોર્મ કરવાનું ગમે છે. આ સ્પોર્ટ્સ સ્ટાર્સ મેદાનમાં પોતાના ખેલના પ્રદર્શનથી અને કેમેરા સામે પોતાની એક્ટિંગ સ્કિલ્સને રજૂ કરીને પોતાના ચાહકોનું મન મોહી લે છે. ભારતમાં સ્પોર્ટ્સ સ્ટાર્સનું એક્ટિંગ કે અભિનય જગતમાં આવવાનો સિલસિલો આજનો નહીં પણ વર્ષો જુનો છે. આવો જાણીએ આવા કેટલાક સ્પોર્ટ્સ સ્ટાર્સ વિશે જેમણે રમતની સાથે અભિનયને અપનાવ્યો છે...

ફિલ્ડ બદલ્યું

ફિલ્ડ બદલ્યું

અહીં અમે એવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સની વાત કરી રહ્યા છે જેમને કેમેરાની સામે પરફોર્મ કરવાનું ગમે છે. આ સ્પોર્ટ્સ સ્ટાર્સ મેદાનમાં પોતાના ખેલના પ્રદર્શનથી અને કેમેરા સામે પોતાની એક્ટિંગ સ્કિલ્સને રજૂ કરીને પોતાના ચાહકોનું મન મોહી લે છે. ભારતમાં સ્પોર્ટ્સ સ્ટાર્સનું એક્ટિંગ કે અભિનય જગતમાં આવવાનો સિલસિલો આજનો નહીં પણ વર્ષો જુનો છે. આવો જાણીએ આવા કેટલાક સ્પોર્ટ્સ સ્ટાર્સ વિશે જેમણે રમતની સાથે અભિનયને અપનાવ્યો છે...

દારા સિંગ

દારા સિંગ

સ્પોર્ટ્સના સિતારા એક્ટિંગ ફિલ્ડમાં પણ સફળતાથી કામ કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દારા સિંગ છે. તેઓ ભારતના સૌથી નામાંકિત રેસલર રહી ચૂક્યા હતા. તેમના શરીર સૌષ્ઠવને કારણે તેમનમાં એક હીરો બનવાની તમામ ક્વૉલિટી હતી. આથી તેમણે 1960માં ફિલ્મોમાં પણ ઝંપલાવ્યું. ત્યાર બાદ તેઓ ટેલિવિઝન પર પૌરાણિક ધારાવાહિક રામાયણમાં રામ ભક્ત હનુમાનના પાત્રમાં અત્યંત લોકપ્રિય બન્યા. તેમને લોકો 1985માં આવેલી ફિલ્મ મર્દમાં અમિતાભ બચ્ચનના પિતાની ભૂમિકામાં પણ યાદ કરે છે.

પ્રવીણ કુમાર

પ્રવીણ કુમાર

પ્રવીણ કુમાર ઓલિમ્પિક ગેમ્સમં ડિસ્કસ થ્રોના જાણીતા પરફોર્મર રહી ચૂક્યા છે. જો કે લોકો તેમને ડિસ્કસ થ્રોઅર કરતા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનારા અભિનેતા તરીકે વધારે ઓળખે છે. તેમને આ બાબતને અફસોસ પણ છે.

લિયેન્ડર પેસ

લિયેન્ડર પેસ

ભારટીય ટેનિસ સ્ટાર લિયેન્ડર પેસ અનાયાસે કહો કે ઇરાદાપૂર્વક ફિલ્મોમાં આવ્યા. તેમણે ટેનિસ ફિલ્ડમાંથી સીધો એક્ટિંગ ફિલ્ડમાં જમ્પ લગાવ્યો. તેમની ફિલ્મ રાજધાની એક્સપ્રેસમાં તેમના પરફોર્મન્સને તેમના ચાહકોએ ખૂબ પસંદ કર્યું. આ માટે તેમણે અનુપમ ખેર ઉપરાંત આમીર ખાન અને અમિતાભ બચ્ચન પાસેથી એક્ટિંગ ટિપ્સ મેળવી. ફિલ્મમાં પરેશ રાવલ જેવા અભિનેતા સામે તેમણે એક સામાન્ય વ્યક્તિની દમદાર ભૂમિકા ભજવી હતી.

વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ

ઓલિમ્પિકમાં મેડલ જીતનારું પરફોર્મન્સ બાદ તાજેતરમાં ડ્રગ કેસમાં ફસાવાને કારણે ચર્ચામાં રહેલા ભારતીય બોક્સિંગ સ્ટાર વિરેન્દર સિંહ તેમના બોયીશ લુકને કારણે યુવતીઓમાં ઘણા લોકપ્રિય છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ડાયરેક્ટર લવલી સિંહ નિર્દેશિત આગામી ફિલ્મમાં ગોવિંદાની દીકરી નમ્રતા સાથે બોલીવુડમાં ફાઇટ આપવા માટે આવી રહ્યા છે.

સલીલ અંકોલા

સલીલ અંકોલા

એક અકસ્માતને કારણે ક્રિકેટ ફિલ્ડ છોડવા મજબૂર બનેલા સલીલ અંકોલાએ એક્ટિંગ ફિલ્ડમાં ઝંપલાવ્યું હતું. ત્યારે બાદ તેઓ કુરુક્ષેત્ર, પિતા, ચુરા લિયા હૈ તુમને જેવી ફિલ્મોમાં ચમકી ચૂક્યા છે. તેમણે ટેલિવિઝનમાં કરમ અપના અપનામાં પણ કામ ક્યું હતું.

વિનોદ કામ્બલી

વિનોદ કામ્બલી

ક્રિકેટ સ્ટાર સચિન તેંદુલકર સાથે સુંદર તાલમેલ ધરાવતા સ્ફોટક ક્રિકેટર વિનોદ કામ્બલીએ સાત ટેસ્ટમાં ડબલ સેન્ચ્યુરી ફટકારી છે. તેઓ વર્ષ 2002માં અનર્થ ફિલ્મ સાથે બોલીવુડમાં આવ્યા હતા. આ ફિલ્મમાં સંજય દત્ત અને સુનીલ શેટ્ટી તેમના કો-સ્ટાર્સ હતા.

સુનીલ ગાવસ્કર

સુનીલ ગાવસ્કર

ક્રિકેટ ટેસ્ટ મેચમાં સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેન પૈકી એક સુનીલ ગાવસ્કરને ભારતીય ક્રિકેટ ટીમનો હીરો માનવામાં આવે છે. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તેઓ મરાઠી ફિલ્મ સાવલી પ્રેમાચીમાં ચમક્યા હતા. તેમણે નસીરુદ્દીન શાહ સ્ટારર હિન્દી ફિલ્મ માલામાલમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.

અજય જાડેજા

અજય જાડેજા

ભારતીય ક્રિકેટ ટીમના રેગ્યુલર પ્લેયર અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા તે પહેલા ખૂબ સરસ ચાલી રહી હતી. તેમના પર 5 વર્ષના બેન બાદ તેમણે બોલીવુડના દ્વાર ખખડાવ્યા. તેમણે ફિલ્મ ખેલમાં સેલિના જેટલી સાથે કામ કર્યું. આજ કાલ અજય જાડેજા ક્રિકેટ એનાલિસ્ટ અને કોમેન્ટ્રેટર તરીકે કામ કરે છે.

અંગદ બેદી

અંગદ બેદી

ક્રિકેટર બિશન સિંગ બેદીનો પુત્ર અંગદ બેદી ક્રિકેટ જગતમાં પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી. તે ક્યારેય ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બન્યો નથી. તેમણે અત્યાર સુધી દિલ્હીની ટીમ માટે માત્ર સ્થાનિક ક્રિકેટ રમ્યું છે. ત્યાર બાદ તેમણે એક્ટિંગ અને હોસ્ટિંગમાં કેમેરા સામે કામ કરવાનો નિર્ણય લીધો. અંગદ કૂક ના કહો, ઇમોશનલ અત્યાચાર જેવા શોમાં આવી ચૂક્યો છે. ત્યાર બાદ યુથમાં લોકપ્રિય બનેલી ફિલ્મ ફાલતુમાં પણ તેણે કામ કર્યું છે.

કપિલ દેવ

કપિલ દેવ

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવાનો શ્રેય અપાવનાર કેપ્ટન કપિલ દેવ દ્વારા અનેક ફિલ્મોમાં કામ કરવામાં આવ્યું છે. જો કે તેમણે અત્યાર સુધી ફિલ્મોમાં મુખ્ય કે મહત્વનું પાત્ર ભજવ્યું નથી. તેઓ સ્ટમ્પ્ડ, ઇકબાલ અને ચેઇન ખુલી કી મેઇન ખુલી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

English summary
Indian sport stars love to perform in front of camera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X