પબ્લિસિટી સ્ટંટ હતો અરવિંદ કેજરીવાલ પર શાહી હુમલો!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

મંગળવારે આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ વારાણસીમાં હાજર હતા. ત્યાં પોતાની ચૂંટણી જનસભાના ઇરાદાથી આવ્યા હતા. પરંતુ ગંગામાં સ્નાન બાદ તેમની સાથે જે કંઇપણ થયું તે હેરાન કરી દેનાર હતું. પહેલાં તેમના પર કાશી વિશ્વનાથ મંદિર પરિસરની બહાર ઈંડા વડે હુમલો કરવામાં આવ્યો. એ વાતને તે ભુલાવી શકે તે પહેલાં તેમના પર અને તેમની ટીમના સાથીઓ પર ઇંક એટેક એટલે શાહી ફેંકવામાં આવી.

અરવિંદ કેજરીવાલ ક્યાંય પણ જાય છે, તેમની સાથે અથવા તેમની ટીમની સાથે આ પ્રકારનો અકસ્માત બનતો રહે છે. એવામાં આપણા મગજમાં પ્રશ્ન આવે છે કે ક્યાંક લોકસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવાના હેતુથી આ અરવિંદ કેજરીવાલ કોઇ પબ્લિસિટી સ્ટંટ તો નથી. એવામાં અમે વિચાર્યું કે કેમ તેના પર લોકોનું મંતવ્ય માંગવામાં ન આવે. વનઇન્ડિયા દ્વારા એક પોલનું આયોજન કરવામાં આવ્યું.

આ પોલમાં અમે લોકોને ત્રણ પ્રશ્નો પૂછ્યા- શું આ પબ્લિસિટી મેળવવા માટે આપ પાર્ટીનો કોઇ પબ્લિસિટી સ્ટંટ હતો અથવા પછી તેની પાછળ ભાજપના સમર્થકોનું કોઇ ષડયંત્ર હતું અથવા પછી આ વારાણસીના જ કોઇ આમ આદમી દ્વાર અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો. અમે લોકોની જે પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ તે મુજબ 59 ટકા લોકોનું માનવું છે આ આપ પાર્ટી તરફથી પબ્લિસિટી પ્રાપ્ત કરવા માટે આવેલો સ્ટંટ હતો.

ઇંક એટેક

ઇંક એટેક

અરવિંદ કેજરીવાલ ગમે ત્યાં જાય છે, તેમની સાથે અથવા તેમની ટીમ ટીમે આ પ્રકારના હુમલા થતા રહે છે.

પબ્લિસિટી માટે કંઇપણ!

પબ્લિસિટી માટે કંઇપણ!

અરવિંદ કેજરીવાલ ક્યાંક ને ક્યાંક હવે લોકોનો વિશ્વાસ ગુમાવતા જાય છે.

લોકો પાસે સલાહ માંગી

લોકો પાસે સલાહ માંગી

ઇંક એટેક બાદ અરવિંદ કેજરીવાલે વારાણસીના લોકોને વડાપ્રધાનની ચૂંટણી લડવા અંગે સલાહ પણ માંગી.

શું થઇ ગયું

શું થઇ ગયું

ઇંક એટેકમાં ના ફક્ત અરવિંદ કેજરીવાલ પરંતુ તેમની સરકારમાં વિવાદિત મંત્રી રહી ચૂકેલા સોમનાથ ભારતી પણ 'ઘાયલ' થયા.

દાગ સારા છે!

દાગ સારા છે!

બની શકે કે અરવિંદ કેજરીવાલને આ ચૂંટણીમાં ફાયદો પણ મળી શકે ક્યાંક ને ક્યાંક તેમની લોકપ્રિયતાને પણ નકારી ન શકાય.

યસ વી કૈન!

યસ વી કૈન!

અરવિંદ કેજરીવાલને પૂરી આશા છે કે લોકસભાની ચૂંટણીમાં તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીની માફક પરિણામો પ્રાપ્ત થશે.

English summary
59% people who participated in a poll conducted by OneIndiaHindi feel that Ink attack on Arvind Kejriwal was a publicity stunt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X