For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગો અંગેની રસપ્રદ માહિતી

સુંદરતાને આસમાની આકાશ અને ખુલ્લા રસ્તા પર મહેસૂસ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની યાદગાર ક્ષણોને રોડ ટ્રિપ દરમિયાન જ જીવે છે.

|
Google Oneindia Gujarati News

સુંદરતાને આસમાની આકાશ અને ખુલ્લા રસ્તા પર મહેસૂસ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની યાદગાર ક્ષણોને રોડ ટ્રિપ દરમિયાન જ જીવે છે. ખુલ્લા રસ્તા પર બાઈક કે કારમાં જતી વખતે લાગે છે કે જાણે આપણે ખુલ્લા આકાશમાં ફરી રહ્યા છીએ. ખુલ્લા આકાશ નીચે પવનમાં લહેરાતા વાળ સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે. આ તમામ અનુભવ તમે કરી શકો છો દેશના નેશનલ હાઈવે પર.

તમે ક્યારેક તો નેશનલ હાઈવે પર મુસાફરી કરી જ હશે, પરંતુ શું તમે નેશનલ હાઈવે અંગેની માહિતી જાણો છો. કેટલીકવાર હાઈવે આપણા ટ્રાવેલિંગનો મહત્વનો ભાગ બની જાય છે. ત્યારે આજે અમે તમને આ લેખ દ્વારા દેશના નેશનલ હાઈવે વિશેની જરૂરી વાતો કહેવા જઈ રહ્યા છીએ.

દેશના હાઈવેનું નિર્માણ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ કરે છે. આ સંસ્થા નેશનલ હાઈવેની સારસંભાળ કરવાની સાથે તેનો ખર્ચ પણ ઉપાડે છે. દેશના નેશનલ હાઈવેને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શરૂ કર્યો હતો, જે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અંતર્ગત આવે છે. અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં શરૂ થયેલી રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના ભારતની સૌથી મોટી રાજમાર્ગ પરિયોજના છે, જેનું ઉદ્ેદશ્ય રાજમાર્ગોની સારસંબાળ કરવાનું છે.

શું તમે જાણો છો કે આ નેશનલ હાઈવે દેશના રસ્તાનો માત્ર 1.8 %મો જ ભાગ છે, પરંતુ તેની મદદથી દેશના રોડ ટ્રાફિકનો 40 ટકા ભાર ઘટે છે.

ચાલો જાણીએ દેશના હાઈવે વિશે મહત્વની વાતો.

કુલ લંબાઈ

કુલ લંબાઈ

PC: Stage 7 Photography

હાલના સમયમાં એક્સપ્રેસ વે, ગ્રામીણ, અને જિલ્લાના રસ્તામાં બનેલા નેશનલ હાઈવેની કુલ લંબાઈ 33 હજાર કિલોમીટર છે.

સૌથી લાંબો હાઈવે

સૌથી લાંબો હાઈવે

PC: Bruno Bergher

નેશનલ હાઈવે નેટવર્ક ઓફ ઈન્ડિયા દેશના અનેક શહેરો, વિસ્તારો, જિલ્લા એટલે સુધી કે ગામડાને જોડતા રસ્તાઓનું માળકું છે. જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરથી લઈને તમિલનાડુના છેવાડાના વિસ્તાર કન્યાકુમારી સુધી જતો NH 44 દેશનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે. જેની લંબાઈ 3,745 કિલોમીટર છે. આ નેશનલ હાઈવેથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચી શકાય છે.

સૌથી નાનો હાઈવે

સૌથી નાનો હાઈવે

PC: Tobias Freeman

દેશના સૌથી નાના નેશનલ હાઈવે NH 118 અને NH 548 છે. NH 118 માત્ર 5 કિલોમીટર લાંબો છે, જે ઝારખંડના આસનબની અને જમશેદપુરને જોડે છે. NH 548 લગભગ 5 કિલોમીટર લાંબો છે, જે મહારાષ્ટ્રમાં આવેલો છે.

કુલ હાઈવેની સંખ્યા

કુલ હાઈવેની સંખ્યા

PC: NeONBRAND

ભારતના નેશનલ હાઈવે દેશના બીજા સૌથી મોટા રોડ નેટવર્કની ોળખ ધરાવે છે. દેસમાં 200થી વધુ નેશનલ હાઈવે છે. જે લગભગ 1,01,011 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. દેશના તમામ રોડની કુલ લંબાઈ 1,31,899 કિલોમીટર છે.

સૌથી લાંબો સંગમ ઈન્ટરચેન્જ

સૌથી લાંબો સંગમ ઈન્ટરચેન્જ

PC: Zainal Azrin Mohamad Saari

ભારતીય માર્ગ નેટવર્કમાં ક્લોવરલીફ ઈન્ટરચેન્જ પણ સામેલ છે. તમામ ક્લોવરલીફ ઈન્ટરચેન્જમાં સૌથી લાંબો તામિલનાડુના ચેન્નાઈમાં છે. કાઠીપારા જંક્શનનો ક્વોલરલીફ દેશના સૌથી લાંબા ક્લોવરલીફ ઈન્ટરચેન્જ છે. જે એશિયાનું પણ સૌથી મોટું ક્લોવરલીફ ફ્લાય ઓવર છે.

સૌથી ઉંચો હાઈવે

સૌથી ઉંચો હાઈવે

PC: Jose Antonio Jiménez Macías

હિમાલયની વાંકી ચૂકી પહાડીઓ વચ્ચે ભારતીય રોડ નેટવર્ક સાપોલિયાની જેમ ફેલાયેલું છે. જે પર્વતીય શહેરો સાથે જોડાયેલું રાખે છે. લેહ-મનાલીનો નેશનલ હાઈવે સૌથી ઉંચો નેશનલ હાઈવે છે. જે હિમાચલ પ્રદેશના શિમલા અને જમ્મુ કાશ્મીરના લેહને જોડે છે. આ હાઈવે દુનિયાનો બીજા નંબરનો સૌથી ઉંચો મોટર હાઈવે પણ છે.

માઈલસ્ટોન

માઈલસ્ટોન

PC: Matt Batchelor

રોડ માર્કે પ્રવાસ કરતા સમયે હાઈવે પર આવતા જુદા જુદા રંગના માઈલસ્ટોન તો તમે જોયા જ હશે. હાઈવે પર જુદા જુદા 3 રંગના માઈલસ્ટોન હોય છે. નેશનલ હાઈવે માટે પીળા અને સફેદ, સ્ટેટ હાઈવે માટે લીલા અને સફેદ અને શહેરના રસ્તા માટે કાળા અને સફેદ રંગના માઈલ સ્ટોન હોય છે.

હાઈવેની કુલ સંખ્યા

હાઈવેની કુલ સંખ્યા

PC: Jason Blackeye

દેશના રાજમાર્ગ રોડ નેટવર્કના પ્રાથમિક હાઈવેને બે રીતે ગણી શકાય છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતા રાજમાર્ગને ઈવન નંબર અપાયા છે, તો પૂર્વથી પશ્ચિમ તરફના રાજમાર્ગને ઓડ નંબર અપાયા છે. આ ઉપરાંત ત્રણ અંક ધરાવતા તમામ હાઈવે શાખા છે, જે પહેલા બે અંકના હાઈવે સાથે જોડાય છે.

English summary
interesting facts about the national highways of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X