'પ્રાંતવાદી' સેના શીખવશે મોદીને રાષ્ટ્રવાદ!
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરે વિનાશ નોતર્યો છે. પૂરના કારણે ઉત્તરાખંડના અનેક સ્થળો સ્મશાનમાં ફેરવાઇ ગયા. આ ચોમાસાના કાળા ઘમ્મર વાદળો કે જે વરસાદની વચ્ચે વિનાશ લઇને આવ્યા અને આ વચ્ચે એક રાજકારણી વાદળું પણ પોતાની હરહંમેશની આદતની જેમ વરસી પડ્યું. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરવાની અને પીડિતોને મળવાની પરવાનગી આપવામાં ના આવી અને કોંગ્રેસના લાડકવાયા યુવરાજને પૂરગ્રસ્ત વિસ્તારોમાં 'ટહેલવાની' સહેલાયથી મંજૂરી આપવામાં આવતા એક રાજકિય વિવાદ જાગ્યો, મોદીએ રાહત ફંડમાં 2 કરોડ રૂપિયા આપ્યા જ્યારે અન્ય રાજ્યો દ્વારા તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા રાહતફંડ કરતા અનેકગણી વધારે રકમ ફંડ સ્વરૂપે આપવામાં આવ્યું. આ તો હતા બધા નાના-નાના વિવાદો, પણ મોટો વિવાદ ત્યારે ચગ્યો જ્યારે મોદીએ એમ કહ્યું કે તેમણે 15 હજાર ગુજરાતીઓને બહાર કાઢ્યાં.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમણે ઉત્તરાખંડમાંથી ગુજરાતીઓને બહાર કાઢ્યા એ વાતને આજે રાજકારણીઓએ પકડી પાડી છે અને મોદીને રાષ્ટ્રવાદની વાતો કરવાની સલાહ અને મ્હેણા મારવામાં આવી રહ્યાં છે. આ યાદીમાં સૌથી ટોચ પર એક નામ આવ્યું છે અને તે છે મહારાષ્ટ્રની મરાઠીઓના અને મરાઠી ભાષાના હિત માટે બનેલી અને તેમના માટે જ સમર્પિત ગણાતી સેના અને તેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું. જેમની સેનાએ મહારાષ્ટ્રમાં માત્રને માત્ર પ્રાંતવાદને મહત્વ આપ્યું તેઓ પણ આજે ઉત્તરાખંડમા સર્જાયેલા વિનાશમાં ભોગ બનેલાઓને સહાનુભૂતિ આપવાના બદલે રાજકારણ કરવામાં કૂદી પડ્યાં(બની શકે કદાચ તેમને એમ લાગ્યું હોય કે આ રીતે વિવાદ ચગાવવાથી તેમની અને તેમની શિવસેનાની ફરીથી નોંધ લેવાવા લાગશે). તેમણે મોદી દ્વારા કહેવામાં આવેલા એ વાક્યને પકડી રાખ્યું કે તેમણે ગુજરાતીઓને બચાવ્યા.
ઉદ્ધવ ઠાકરેએ વિવાદને વકરાવવા માટે કહીં દીધું કે શા માટે ગુજરાતના મુખ્યમંત્રીએ માત્ર ગુજરાતીઓને જ બચાવ્યા અન્ય રાજ્યોના લોકોની તેમણે મદદ કેમ ના કરી. આટલું કહીને તેમણે મોદીને રાષ્ટ્રવાદ શું અને મોદીએ રાષ્ટ્રવાદ કરવો જોઇએ એ અંગે સલાહ અને સૂચનો આપી દીધાં. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચવ્હાણે માત્ર પોતાના રાજ્યના જ નહીં પરંતુ પૂરમાં ફસાયેલા તમામ લોકોની મદદ કરી છે જ્યારે મોદીએ માત્ર ગુજરાતીઓને બચાવ્યા છે. મોદીએ હવે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેઓ રાષ્ટ્રીય મુખોટું બની ગયા છે અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રીય ભૂમિકા ભજવી રહ્યાં છે, તેમણે હવે માત્ર ગુજરાતીઓ અંગે જ વાત કરવી જોઇએ નહીં. જો કે અહીં એ વાત નોંધવી જરૂરી છે કે વર્ષોથી તેમની સેના દ્વારા માત્ર પ્રાંતવાદ જ ચલાવવામાં આવ્યો છે, તેમણે પ્રાંતવાદને જારી રાખીને આજદિન સુધી મહારાષ્ટ્ર અને ખાસ કરીને માયાનગરી મુંબઇમાં વસતાં અન્ય રાજ્યો(પહેલા સાઉથ અને હવે ઉત્તર ભારતીયો)ને લક્ષ્ય બનાવીને તેમના પર ક્રુરતા વરસાવી છે, ત્યારે આજે એ જ પ્રાંતવાદી સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મોદીને રાષ્ટ્રવાદ શીખવી રહ્યાં છે.

મોદીને રાષ્ટ્રવાદની સલાહ
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને ફરીથી પાટા પર લાવવા અને તેમની સેના આજે પણ ભારતીય રાજકારણ માટે મહત્વની છે તે વાતનો પુરાવો આપવા માટે રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવી દીધું છે. આજે તેમણે પોતાના પ્રાંતવાદને બાજુ પર મુકીને ઉત્તરાખંડમાં જે હોનારત થઇ અને તેને લઇને રાષ્ટ્ર કક્ષાએ જે રાજકારણ શરૂ થયું છે, તેમાં કુદી પડીને સેનાના મુખપત્ર સામનામા એક લેખ લખ્યો છે. જેમાં તેમણે મોદીને રાષ્ટ્રવાદ કરવાની સલાહ આપી છે અને તેમણે મોદીને ગુજરાતીઓના ગુણગાન ગાવાનું છોડીને આખા રાષ્ટ્રની ચિંતા કરવા જણાવ્યું છે અને ઉત્તરાખંડમાં માત્ર ગુજરાતીઓને બચાવ્યા છે એ વાતને અત્યંત દુઃખદ ગણાવી દીધી છે.

સેનાએ માત્ર કર્યું છે પ્રાંતવાદ
આપણે બધા એ વાતથી અજાણ નથી કે શિવસેના વર્ષોથી માત્ર પ્રાંતવાદનું રાજકારણ રમતું આવ્યું છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતમાંથી જ્યારે પણ લોકો કામ અર્થે માયાનગરી અને ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં કામ અર્થે ગયા ત્યારે શિવસેનાએ મરાઠી માનુસના હક ખાતર લડવાની વાતો કરી અને નકારણ અન્ય રાજ્યોના લોકો પર પ્રહારો કર્યા. આજે અચાનક જ્યારે મોદી દ્વારા પોતાના ગુજરાતીઓની વાત કરવામાં આવી ત્યારે સેનાએ રાષ્ટ્રવાદની વાત કરી દીધી છે, જો કે તેણે એ વાત ભુલવી જોઇએ નહીં કે આ દેશમાં પ્રાંતવાદે તેમણે જ જન્મ આપ્યો છે, જો ખરા અર્થમાં તે રાષ્ટ્રવાદની વાતો કરતા હોય તો તેમણે ચોક્કસપણે આ શબ્દો ઉચ્ચારતા પૂર્વે પોતાની સેનાની વિચારસરણીને બદલવી જરૂરી છે.

ચવ્હાણના વખાણ કઇ તરફ ઇશારો
ઉદ્ધવ ઠાકરેએ પોતાના લેખમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણના ભરપેટ વખાણ કર્યા છે. ચવ્હાણ દ્વારા ઉત્તરાખંડના પૂર પીડિતો માટે જે કર્યું તેને બીરદાવ્યું છે અને કહ્યું છે કે ચવ્હાણને જોઇને એ વાતનો અંદેશો આવી જાય છે કે મહારાષ્ટ્રીયનનું હૃદય કેટલું વિશાળ હોય છે, પરંતુ આ રીતે લેખમાં અચાનક ચવ્હાણના વખાણ એક બીજી દિશા તરફ પણ ઇશારો કરી રહ્યાં છે. એ વાત બધા જાણે છે કે મહારાષ્ટ્રમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને શિવસેના હંમેશા કોંગ્રેસ વિરોધી ઝેર ઓકતું આવ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસી મુખ્યમંત્રીને લઇને તેમના શબ્દોમાં ઝેરના બદલે મિઠાશ જોવા મળી રહી છે, જે એનડીએ માટે સારા સમાચારથી વિપરિત છે.

શું કહ્યું હતું મોદીએ
ઉત્તરાખંડની મુલાકાતેથી આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની એક ખાસ ટૂકડીએ ઉત્તરાખંડમાં વિનાશ વચ્ચે ફસાયેલા 15 હજાર ગુજરાતીઓને બચાવ્યા છે. મોદી દ્વારા કહેવામાં આ વાક્ય અને પુરગ્રસ્તો માટે આપેલી લાખોની રકમે વિવાદ ખડો કર્યો હતો. કોંગ્રેસની એક આખી પ્રવક્તા ટીમ મોદી પર તૂટી પડી હતી, બાદમાં મોદીએ પોતાનું રાહત ફંડ વધારીને 10 કરોડ કરી નાંખ્યું હતું. જો કે ગુજરાતીઓને જ બચાવ્યા એ વાત રાજકારણનો મુખ્ય મુદ્દો બની ગઇ છે.
-
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી










Click it and Unblock the Notifications
