For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાળણીથી જોઈને જ કેમ તોડવામાં આવે છે કડવા ચોથનુ વ્રત

આખરે કડવા ચોથના વ્રતમાં ચાળણીથી જ ચાંદ કેમ જોવામાં આવે છે? આવો, આ પરંપરા વિશે જાણવાની કોશિશ કરીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીઓ કડવા ચોથનુ વ્રત કરવામાં આવે છે. પરિણીત મહિલાઓ આખુ વર્ષ આ વ્રતની રાહ જુએ છે. આ સૌથી કઠોર વ્રતમાંનુ એક માનવામાં આવે છે. આખો દિવસ પૂરી શ્રદ્ધાથી પોતાના પતિની લાંબી ઉંમર અને જીવનમાં પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે અને ચાંદ જોયા બાદ જ કંઈક ગ્રહણ કરે છે. શું તમે ક્યારેય એ વાત પર વિચાર કર્યો છે કે કડવા ચોથના વ્રતમાં મહિલાઓ ચાળણીથી ચાંદને જુએ છે અને પછી પતિનો ચહેરો જોઈને તેમના હાથે જળ ગ્રહણ કરીને પોતાનુ વ્રત પૂરુ કરે છે. આખરે કડવા ચોથના વ્રતમાં ચાળણીથી જ ચાંદ કેમ જોવામાં આવે છે? આવો, આ પરંપરા વિશે જાણવાની કોશિશ કરીએ.

ચાળણીથી જ કેમ જોવામાં આવે છે ચાંદ

ચાળણીથી જ કેમ જોવામાં આવે છે ચાંદ

આ પરંપરા આ વ્રતની કથા સાથે જોડાયેલી છે. આ કથામાં એક બહેનની કહાની જણાવવામાં આવી છે જેણે ભાઈઓએ સ્નેહવશ તેને ભોજન કરાવવા માટે છળથી ચાંદ બતાવ્યો. આના માટે તેમણે ચાળણીની ઓટમાં દીવો પ્રગટાવ્યો જે આકાશમાં ચાંદની છબી જેવો દેખાયો. આનાથી તેનુ વ્રત ભંગ થઈ ગયુ. આ ભૂલને સુધારવા માટે તેની બહેન આખુ વર્ષ ચતુર્થીનુ વ્રત કર્યુ અને જ્યારે ફરીથી કડવા ચોથનો સમય આવ્યો ત્યારે તેણે પૂરા વિધિ વિધાનથી આનુ વ્રત રાખ્યુ. આ રીતે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ. આ વખતે કન્યાએ હાથમાં ચાળણી લઈને ચંદ્રના દર્શન કર્યા હતા.

ચાળણીથી ચાંદને જોવાનુ રહસ્ય

ચાળણીથી ચાંદને જોવાનુ રહસ્ય

છળથી બચવા માટે ચાળણીનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં ચાળણી દ્વારા ખૂબ બારીકાઈથી ચાંદને જોવામાં આવે છે અને ત્યારે જ વ્રત ખોલવામાં આવે છે. કડવા ચોથના વ્રતમાં આ કથા સાંભળવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન એક ચોકી પર જળથી ભરેલો કળશ, કરવામાં ઘઉં અને તેના ઢાંકણામાં ખાંડ અને રુપિયા વગેરે રાખવામાં આવે છે.

કડવા ચોથની પૂજા

કડવા ચોથની પૂજા

આ પૂજામાં ચોખા, ગોળ, રોલી વગેરે સામાન રાખી લો. કળશ અને કરવા પર સ્વસ્તિકનુ ચિહ્ન બનાવો. ત્યારબાદ બંને પર 13 ચાંદલા કરો. હવે હાથમાં ઘઉંના તેર દાણા લઈને કથા સાંભળો. કથા સાંભળ્યા બાદ પોતાની સાસુના આશીર્વાદ લો અને તેમને ભેટ આપો. જ્યારે ચંદ્રોદય થઈ જાય ત્યારે એ જ લોટાના જળ અને ઘઉંના તેર દાણા લઈને અર્ધ્ય આપો. પછી રોલી, ચોખા અને ગોળ ચડાવો. બધી રસમો પૂરી કર્યા બાદ મહિલાઓ ભોજન ગ્રહણ કરી શકે છે.

English summary
Karva Chauth 2020: Why do women see Moon through a sieve on Karva Chauth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X