એ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ
એવુ નથી કે ફ્લર્ટ કરવુ માત્ર છોકરાઓને જ આવડે છે. આ બાબતે છોકરીઓ પણ કંઈ કમ નથી. જાણો સંકેત.
જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને પસંદ કરે તો તેને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે અને અમુક એવા સંકેત આપે છે જેનાથી વાત છોકરીના દિલ સુધી પહોંચી જાય છે. આને તમને એન ફ્લર્ટિંગ સ્કીલ પણ કહી શકો છો. પરંતુ એવુ નથી કે ફ્લર્ટ કરવુ માત્ર છોકરાઓને જ આવડે છે. આ બાબતે છોકરીઓ પણ કંઈ કમ નથી.

આપે છે અમુક સંકેત
છોકરીઓ જો કોઈને પસંદ કરતી હોય તો તે પોતાના હાવભાવ અને બિહેવિયરથી જતાવી દે છે. તે અમુક એવા સંકેત આપે છે જેનાથી ખબર પડી જાય છે કે તે એને પસંદ કરે છે. આમ તો છોકરીઓને કોઈ પણ સંપૂર્ણપણે જાણી નથી શક્યુ પરંતુ અમુક એવા સંકેત જરૂર છે જેનાથી તમે જાણી શકો છો કે તે તમારી સાથે ફ્લર્ટ કરી રહી છે.

નજીક આવવુ
જો કોઈ છોકરી વાતચીત દરમિયાન છોકરાની નજીક આવતી હોય તો એ ઈશારો છે કે તે એને પસંદ કરે છે.

પોતાના વાળ સરખા કરવા
છોકરી જો વારંવાર પોતાના વાળ પર હાથ ફેરવતી હોય, લટો સાથે રમતી હોય કે પછી પોતાના વાળ સરખા કરતી હોય તો એ સંકેત છે કે તમે તેને એટ્રેક્ટીવ લાગી રહ્યા છો. તે તમારી સાથે વાત કરવામાં રસ લઈ રહી છે.

સમજો આંખોની ભાષા
જ્યારે મહિલાઓ કોઈની સાથે ફ્લર્ટ કરતી હોય ત્યારે તેની આંખો ઘણુ બધુ કહી જાય છે. જો વાત કરતા કરતી થોડી વાર સુધી નજર મિલાવ્યા બાદ તે પોતાની પાંપણો ઝૂકાવી દે તો આ સિગ્નલ છે કે તેના દિલમાં તમારા માટે કંઈક ખાસ છે.

નથી છૂપાતી સ્માઈલ
જ્યારે કોઈ છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરતી હોય અને તેને પસંદ કરતી હોય ત્યારે તે વ્યક્તિ સામે આવવા પર તે પોતાનુ સ્મિત છૂપાવી નથી શકતી. તમારા દરેક વખતે સામે આવવા પર તેના ચહેરા પર આવતી સ્માઈલ બધુ કહી જાય છે.

પોતાના કપડાના બરાબર કરવા
જો છોકરી કોઈને પસંદ કરતી હોય તો તે એને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો નહિ છોડે અને તે કોઈ પ્રકારનુ રિસ્ક નહિ લે. તમારી સામે જવા પર તે પોતાના કપડાં બરાર કરવા લાગી જાય તો સમજી જજો કે તે તમને પસંદ કરે છે.

વાતોથી જાણે છે રિઝવવાનુ
જે મહિલાઓ ફ્લર્ટ કરવામાં એક્સપર્ટ હોય તો પોતાના અવાજનો પણ સારો ઉપયોગ કરે છે. તે પોતાના અવાજને એ રીતે મૉડ્યુલેટ કરી લે છે જેનાથી એમાં આકર્ષણ વધી જાય છે.

સ્પર્શનો અહેસાસ
જો કોઈ ભૂલથી કે જાણીજોઈને છોકરી તમારા હાથ કે ખભા પર હાથ મૂકી દે તો એ સીધો સંકેત છે કે તે તમને પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
