શું તમે જાણો છો 'બારે મેઘ ખાંગા' કોને કહેવાય? જાણો વરસાદના 12 પ્રકાર

શું તમે જાણો છો 'બારે મેઘ ખાંગા' કોને કહેવાય? જાણો વરસાદના 12 પ્રકાર

દેશભરમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ જતાં ખેડૂતોએ પણ રાહનતો શ્વાસ લીધો છે. ત્યારે તમે ટીવી પર કે સમાચાર પત્રોમા 'બારે મેઘ ખાંગા શબ્દ' વાંચ્યો કે સાંભળ્યો હશે. પરંતુ શું તમે જાણો છો આ શબ્દનો અસલી મતલબ શું થાય છે? શું તમે જાણો છો વરસાદના 12 પ્રકારના નામ શું છે? તો અહીં જાણો ટૂંકમા...

rain

જણાવી દઇએ જ્યારે અતિ ભારે વરસાદ પડે ત્યારે અને બારે પ્રકારના મેઘ જોવા મળે ત્યાર આ ઉક્તિ વપરાય છે. 12 પ્રકારના મેઘ આ પ્રમાણે છે.

મેઘના 12 પ્રકાર (વરસાદના 12 પ્રકાર)

  • ફરફર: માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
  • છાંટા: ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
  • ફોરાં: છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
  • કરાં: ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે

આવી જ રસપ્રદ માહિતી અને લેટેસ્ટ સમાચાર મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવ

  • પછેડી વા: પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
  • નેવાંધાર: ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ
  • મોલ - મે: ખેતરમાં પાકને જીવતદાનમળે એટલો વરસાદ
  • અનરાધાર: છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ
  • મુશળધાર કે સુપડાધાર: બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
  • ઢેફા ભાંગ: ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આનેવાવણી જોગ પણ કહેવાય.
  • પાણ - મે: ખેતરના કયારાઓ પાણીથીભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.
  • હેલી: આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.

બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X