For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હસ્તાક્ષરથી જાણો કેવી હોઇ શકે છે વ્યક્તિની પર્સનાલિટી

|
Google Oneindia Gujarati News

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે 'સફળતાના ઉંચા શિખર પર પહોંચવું હોય તો સંગઠન બનાવીને સામૂહિક રીતે કાર્ય કરવું પડશે.' સંગઠન બનાવીને કામ કરવા માટે અનેક વ્યક્તિઓની જરૂરીયાત રહે છે. આજ-કાલ વ્યક્તિને ઓળખવું મુશ્કેલ કામ છે, કારણ કે હંમેશા જે જેવું દેખાય છે, તે તેવું નથી હોતું. મોટા ભાગના લોકો નૈતિકતા, ઇમાનદારી અને ચરિત્રવાન હોવાનું બાહ્ય આવરણ ઓઢીને ફરતા રહે છે અને તક મળતા જ પોતાનો અસલી રંગ બતાવવા લાગે છે.

જોકે વક્તિની ઓળખ તેના વ્યક્તિત્વથી થાય છે. હવે સવાલ એ ઉઠે છે કે માનવીના વ્યક્તિત્વને કેવી ઓળખવું? હસ્તાક્ષર વ્યક્તિના વ્યક્તિત્વનો અરિસો હોય છે. જોકે હસ્તાક્ષર કરવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે અને આંગળીઓનો સીધો સંબંધ દિમાગ સાથે હોય છે. જેવા આપના વિચાર હશે અથવા જે વિચારશો તેનો પ્રભાવ આપના હસ્તાક્ષર પર દેખાશે.

હસ્તાક્ષર કયા પ્રકારે આપની પર્સનાલિટીને છતી કરે છે, અથવા તો હસ્તાક્ષરથી આપ કોઇપણ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવી રીતે જાણી શકો છો, જાણવા માટે સ્લાઇડરમાં હસ્તાક્ષરોની સામે આપેલા વિવરણને વાંચો.

જાણો તમારા અને અન્યોના હસ્તાક્ષરનું રહસ્ય...

ફેલાયેલા હસ્તાક્ષર

ફેલાયેલા હસ્તાક્ષર

ફેલાયેલા તેમજ લાંબા વાઇ અથવા જી અક્ષરના લૂપ અથવા હિન્દીમાં ઉ અને ઊની માત્રાનું મોટું હોવું શારીરિક ઇચ્છાની પ્રબળતાને દર્શાવે છે. એવા વ્યક્તિઓ બીજાઓ પાસેથી પોતાનું કામ નીકાળી લેવામાં માહેર હોય છે. તેમને મતલબી દોસ્તાર કહી શકાય છે.

પહેલા સ્પષ્ટ અને પછી અસ્પષ્ટ

પહેલા સ્પષ્ટ અને પછી અસ્પષ્ટ

જો કોઇ વ્યક્તિ પહેલા સ્પષ્ટ અને દૂર-2 શબ્દોને લખે અને અંતિમ પેરામાં નાના-2 અને યોગ્ય રીતે વાંચી શકાય તેવું લખે તો તેના જીવન પ્રથમ ભાગ ખૂબ જ સારો વ્યતિત થાશે, જીવનના અંતિમ ભાગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આડા-અવળા હસ્તાક્ષર

આડા-અવળા હસ્તાક્ષર

માનસિક રીતે ગુનાહીત પ્રવૃત્તિવાલા લોકોના હેંડરાટિંગ અને હસ્તાક્ષર આડા-અવળા હોય છે, જે વાચી શકાશે નહીં. તેઓ પોતાના લખાણમાં પોઇન્ટ વધારે લગાવે છે.

લખાણ-હસ્તાક્ષરમાં કોઇ અંતર નહીં

લખાણ-હસ્તાક્ષરમાં કોઇ અંતર નહીં

જે વ્યક્તિના લેખન અને હસ્તાક્ષરમાં કોઇ અંતર નથી હોતું. આ જાતક લગભગ તમામની સાથે સમભાવ રાખે છે. નિશ્ચલ તથા ખુલ્લા દિમાગનો હોય છે. તેઓ જીવન ગરિમાપૂર્ણ વિતાવવાની કોશીશ કરે છે. પોતાના દરેક કામને તેઓ ખૂબ જ ચીવટતાપૂર્વક કરે છે.

હસ્તાક્ષર લખાણ કરતા મોટું

હસ્તાક્ષર લખાણ કરતા મોટું

જો હસ્તાક્ષર લખાણ કરતા વધારે મોટું હોય તો એવામાં જાતક અતિ મહત્વાકાંક્ષી પ્રકૃતિના હોય છે અને તમામ સંબંધોને બાજું પર મૂકીને પોતાની મંજીલને મેળવવામાં સફળ પણ રહે છે. તેઓ કલ્પનાઓ તો ખૂબ જ કર્યા કરે છે પરંતુ તેને અમલમાં મૂકવામાં પાછા પડે છે.

લખાણથી નાના

લખાણથી નાના

જે વ્યક્તિના હસ્તાક્ષર લખાણની અપેક્ષાએ નાના હોય છે. એવા લોકો હિન ભાવના શિકાર હોય છે અને હંમેશા તેમના મન પર ભય હાવી રહે છે. સંકોચી સ્વભાવનના હોવાના કારણે પોતાની વાતને અન્યોના સમક્ષ સારી રીતે મૂકી શકે છે.

 પહેલો અક્ષર મોટો

પહેલો અક્ષર મોટો

જે લોકો હસ્તાક્ષર કરતી વખતે પ્રથમ અક્ષર મોટો બનાવે છે અને બાદના અક્ષરો નાના, સુંદર અને સ્પષ્ટ બનાવે છે. આ લોકો પ્રતિભાવાન હોવાના કારણે ધારેલા-2 લક્ષ્ય સુધી પહોંચી જાય છે. બીજાની મદદ અને સહયોગ કરવામાં હંમેશા તપ્તર રહે છે. તેમની પ્રગતિ ધારે-2 થાય છે પરંતુ સ્થાયી રહે છે.

હસ્તાક્ષર સમજવું મુશ્કેલ

હસ્તાક્ષર સમજવું મુશ્કેલ

જે વ્યક્તિ અવ્યવસ્થિતરીતે ઉતાવળે હસ્તાક્ષર કરે છે, જેને વાચી શકવું મુશ્કેલ છે. આ પ્રકારના લોકો મહત્વાકાંક્ષી, પરિશ્રમી હોય છે. પરંતુ તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ બની રહે છે. તેઓ કૂટનીતિક પ્રતિભાના ધની હોય છે. આવા લોકો રાજનીતિ ક્ષેત્રે વધારે સફળ થાય છે.

કપાયેલા હસ્તાક્ષર

કપાયેલા હસ્તાક્ષર

નકારાત્મક વિચાર ધરાવનાર વ્યક્તિઓના હસ્તાક્ષર સામાન્ય રીતે કપાયેલા પ્રતિત થાય છે. આ પ્રકારના લોકો હંમેશા અસુંતુષ્ટ રહે છે. તેઓ ક્ષણવારમાં રિસાઇ જશે. તેઓ પોતાની જાતને પણ પ્રેમ કરતા નથી. દરેક વાતમાં ખોટ કાઢવી તેમની આદત છે.

હસ્તાક્ષરમાં બિંદુ અથવા ડેશ

હસ્તાક્ષરમાં બિંદુ અથવા ડેશ

જે લોકો હસ્તાક્ષરના અંતમાં બિંદુ અથવા ડેશ લગાવે છે. તેઓ ધીર ગંભીર દેખાશે પંરતુ અંદરથી ખૂબ જ શંકાસ્પદ પ્રવૃતિના હોય છે. તેમને સમજી શકવા ખૂબ જ મુશ્કેલ છે. તેઓ પોતાની વાતોને ગમે તેની સાથે સરળતાથી શેર નથી કરતા. પોતાની પર સંતુલન બનાવવામાં નિપુણ હોય છે.

કલમ પર ધ્યાન

કલમ પર ધ્યાન

એવા લોકો જે હસ્તાક્ષર કરતી વખતે કલમ પર વધારે ભાર આપે છે તેવા લોકો જીદ્દી, સંવેદનશીલ, અને ક્રોધી પ્રવૃત્તિના હોય છે. તેઓ સારુ નહીં પરંતુ સ્પષ્ટ વાત કરવામાં વધારે માને છે.

કલમને ઉઠાવ્યા વગર

કલમને ઉઠાવ્યા વગર

જે લોકો કલમને ઉઠાવ્યા વગર એક જ વારમાં આખા હસ્તાક્ષર કરી નાખે છે. એવા જાતક વાદ-વિવાદમાં પારંગત, રહસ્યમયી, ચાલાક અને અવસરવાદી હોય છે. તેઓ પોતાની સફળતાના રહસ્યોના કોઇની સાથે પણ શેર કરતા નથી.

 તીવ્ર ગતિના હસ્તાક્ષર

તીવ્ર ગતિના હસ્તાક્ષર

જે મનુષ્ય તીવ્રગતિથી હસ્તાક્ષર કરે છે. તે લગભગ દરેક કાર્યમાં નિપૂણ રહેવાની કોશીશ કરે છે. અને દરેક વસ્તુમાં ફાસ્ટ રહે છે. તેમને આળસુ લોકો પસંદ નથી હોતા. તેમના મોટા ભાગના વિચારો પોતાની ઉપર જ કેન્દ્રીત રહે છે.

કલમ પર ભાર નહીં મૂકતા

કલમ પર ભાર નહીં મૂકતા

જે જાતકો પોતાના હસ્તાક્ષરને લખતી વખતે કલમ પર વધારે ભાર ન આપે તે વ્યક્તિ સામાજિક ઉત્સવોમાં આગળ વધીને ભાગ લે છે. આવા લોકો પોતાનો ખ્યાલ નહીં રાખીને સમાજની સમસ્યાઓ દૂર કરવાનું બીડું જડપે છે.

ડાબા હાથથી હસ્તાક્ષર

ડાબા હાથથી હસ્તાક્ષર

એવા લોકો જે પોતાના હસ્તાક્ષર ડાબા હાથથી કરે છે. તેમાં ગજબની પ્રતિભા હોય છે. તેઓ જે ક્ષેત્રમાં જશે તેનાથી ઇતિહાસ રચવાની કોશિશ કરશે. લાપરવાહી તેમના જીવનનું સૌથી નકારાત્મક પક્ષ છે.

English summary
Signature is very important part of our life. It is not only useful to detect the person, but his/her personality also. Know how to detect personality of any person by this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X