જાણો શું હોય છે કાળા જાદુમાં વપરાતી ઢીંગલી? કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે?
કાળા જાદુની દુનિયા રહસ્યથી ભરેલી છે. આવુ કરનારા એક ઢીંગલીનો ઉપયોગ કરીને જાદુ કરતા હોય છે. આ ઢીંગલી શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય તેને લઈને ઘણી કહાનીઓ પ્રચલિત છે.
તંત્ર વિજ્ઞાન અનુસાર, જાદુ એક દુર્લભ પ્રક્રિયા છે અને ખાસ સંજોગોમાં હાથ ધરવામાં આવે છે. કાળા જાદુ માટે કેટલીક કુશળતાની જરૂર છે અને માત્ર કેટલાક લોકો તે કરવા સક્ષમ છે.

કાળા જાદુમાં ઢીંગલી જેવી દેખાતી પૂતળીનો ઉપયોગ કરવામાં આવે છે. જે ચણાનો લોટ, અડદનો લોટ વગેરે જેવી અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. આમાં પૂતળાને પુનર્જીવિત કરવા માટે વિશેષ મંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી જે વ્યક્તિ પર મંત્ર નાખવાનો હોય તેનું નામ લઈને પૂતળાને જાગૃત કરવામાં આવે છે.
નિષ્ણાતો અનુસાર, કાળો જાદુ બીજું કંઈ નથી પરંતુ ઊર્જાનો સમૂહ છે. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં મોકલવામાં આવે છે. આ Law of Conservation of Energy પરથી સમજી શકાય છે. આ અનુસાર, ઊર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે, પરંતુ તેને બનાવી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતી નથી.
ઉર્જા ન તો બનાવી શકાય છે અને ન તો તેનો નાશ થઈ શકે છે. માત્ર તેના સ્વરૂપને બીજા સ્વરૂપમાં બદલી શકાય છે. જો ઊર્જાનો સકારાત્મક ઉપયોગ થાય છે તો તેનો નકારાત્મક ઉપયોગ પણ થઈ શકે છે. તમારે સમજવું પડશે કે ઊર્જા માત્ર ઊર્જા છે, તે ન તો દૈવી છે કે ન તો આસુરી. તમે તેને સારી કે ખરાબ બનાવી શકો છો.
કેટલાક નિષ્ણાતો માને છે કે, આ જાદુનો હેતુ પૂતળા દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો ન હતો. આ જાદુ માટે કાળો જાદુ શબ્દ પણ ખોટો છે, વાસ્તવમાં તે તંત્રનો એક પ્રકાર છે. જે ભગવાન શિવે તેમના ભક્તોને આપી હતી. પ્રાચીન કાળમાં આવા પૂતળાનું નિર્માણ અને ઉપયોગ ફક્ત દૂર બેઠેલા દર્દીઓની સારવાર માટે અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવતો હતો. તે પૂતળા પર દર્દીના વાળ બાંધવામાં આવતા ને તેના નામ સાથે વિશેષ મંત્રો દ્વારા તેને જાગૃત કરવામાં આવતા.
આ પછી દર્દીના જે પણ ભાગમાં સમસ્યા હોય નિષ્ણાતો પૂતળાના તે ભાગ પર સોય નાખીને તેની હકારાત્મક ઊર્જા પૂતળાના તે ભાગમાં મોકલતા હતા. થોડા સમય માટે આમ કરવાથી દુખાવો દૂર થઈ જતો. તેથી જ તેને રેકી અને એક્યુપ્રેશરનું મિશ્રણ પણ કહી શકાય. જેમાં પોતાની આધ્યાત્મિક ઉર્જાનો સહારો લઈને કોઈને જીવન આપી શકાય છે.












Click it and Unblock the Notifications
