• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ: સુનાવણીથી લઇને સજા સુધી

By Kumar Dushyant
|

ગાંધીનગર: 25 જુલાઇ: 13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના કરોલ બાગ, કનાટ પ્લેસ, ઇન્ડિયા ગેટ તથા ગ્રેટર કૈલાશમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ ધમાકામાં 26 લોકો મૃત્યં પામ્યા હતા, જ્યારે 133 લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટના આતંકી ગુટ ઇન્ડિયા મુજાહિદ્દીનને અંજામ આપ્યું છે. ઘટનાના 6 દિવસ બાદ 19 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ આતંકવાદી બાટલા હાઉસ સ્થિત એક મકાનમાં હાજર છે.

માહિતીના આધારે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માના નેતૃત્વ હેઠળ સાત સભ્યોની ટીમ જ્યારે રેડ પાડવા માટે પહોંચી તો મકાન નંબર એલ-18ના પ્રથમ માળે બનેલા ફ્લેટમાં હાજર પાંચ આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દિધો. એન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા સહિત બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. જવાબી ફાયરિંગમાં પોલીસે બે આતંકવાદી આતિફ અમીન અને મોહંમદ સાજિદને ઠાર માર્યા હતા.

જ્યારે બે આતંકવાદી મોહંમદ સૈફ અને જીશાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એક આતંકવાદી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એન્કાઉન્ટરમાં ઘાયલ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દિલ્હી પોલીસને ક્લીન ચિટ આપી દિધી હતી.

પોલીસના અનુસાર એન્કાઉન્ટર બાદ શહજાદ તે ફ્લેટ પરથી બચીને નાસી છૂટ્યો હતો. પોલીસે શહજાદની ખબર એક આતંકવાદી મોહંમદ સૈફના નિવેદન દ્વારા થઇ હતી. પોલીસે શહજાદની ધરપકડ કરી તો તેને આ મુદ્દે એક અન્ય આરોપી જુનૈદનું પણ નામ લીધું. પરંતુ તેને પકડી શકાયો ન હતો. તેને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.

કયા-કયા વિવાદ

- કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે એન્કાઉન્ટરને બનાવટી કહીને વિવાદને જન્મ આપ્યો, જો કે તેમની જ પાર્ટીએ તેમના નિવેદનથી હાથ ઉંચા કરી લીધા.

- સમાજવાદી પાર્ટીએ પણ એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતાં ન્યાયિક તપાસની માંગણી કરી. પરંતુ તત્કાલિન ગૃહમંત્રી પી. ચિદંબરમે એન્કાઉન્ટરને વાસ્તવિક ગણાવતાં આ મુદ્દાને ફરીથી ખોલવાની મનાઇ કરી દિધી.

- એન્કાઉન્ટર વિરૂદ્ધ પ્રદર્શન માટે કેટલાક સામાજિક અને બિનસરકારી સંગઠન રસ્તા પર ઉતરી આવ્યા.

- પોલીસ પર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ લાગ્યો. એક એનજીઓને માંગણી પર દિલ્હી હાઇકોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નિર્દેશ કર્યો કે તે એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા અંગે તપાસ કરે અને 2 મહિનાની અંદર રિપોર્ટ આપે. પોતાના રિપોર્ટમાં એનએચઆરસીએ પોલીસને ક્લીન ચિટ આપી જેને સ્વિકારતાં હાઇકોર્ટે કેસમાં ન્યાયિક તપાસની માંગણીને નકારી કાઢી.

કેવી રીતે ચાલી ટ્રાયલ

28 એપ્રિલ 2010: પોલીસે આ કેસમાં ચાર આતંકવાદી શહજાદ અહમદ ઉર્ફે પપ્પૂ, જુનૈદ (ભાગેડૂ), આતિફ અમીન અને મોહંમદ સાજિદ વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કર્યું, જેમાં તેમના પર ઇન્સ્પેક્ટર શર્માની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો.

આ કેસમાં આરોપી મોહંમફ સૈફે આત્મસમર્પણ કર્યું હતું અને બાકીના બે આરોપી એન્કાઉન્ટરમાં મૃત્યું પામ્યાં હતા. જો કે આરોપી તરીકે શહજાદને જ આ કેસની ટ્રાયલનો સામનો કર્યો.

15 ફેબ્રુઆરી 2011: કોર્ટે શહજાદ ઉર્ફે પપ્પૂ વિરૂદ્ધ વિભિન્ન કલમ હેઠળ આરોપો નક્કી કરાયા.

અંતિમ દલીલો દરમિયાન ફરિયાદી પક્ષે કહ્યું હતું કે તેમની પાસે પૂરતા પરિસ્થિતિજન્ય પુરાવા અને ફોન કોલ્સ રેકોર્ડ છે જેનાથી સાબિત થાય છે કે શહજાદ તે ફ્લેટમાં રહેતો હતો જેમાં પોલીસ રેડ માટે ગઇ હતી અને તે પોલીસ પર ફાયરિંગ કરનાર આતંકવાદીઓની ટુકડીઓમાં સામેલ હતો જેમાં ઇન્સ્પેક્ટર શર્માને ગોળી લાગી હતી. પોલીસ દ્વારા એમપણ કહેવામાં આવ્યું હતું કે તે પોલીસ પર ફાયરિંગ કર્યા બાદ બાલ્કનીથી પોતાના સાથી જુનૈદ સાથે નાસી છુટ્યો હતો.

બીજી તરફ બચાવ પક્ષના બૈલિસ્ટિક રિપોર્ટના આધારે કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ અધિકારીના શરીરમાંથી મળેલી ગોળી ઘટનાસ્થળેથી બંદૂકની હતી, ના કે તે હથિયારને ધરપકડ દરમિયાન શહેજાદ પાસે મળી હતી. શહજાદ દ્વારા તે ફ્લેટમાં હાજર હોવાના આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ 21 જુલાઇના રોજ એએસજે રાજેન્દ્ર કુમાર શાસ્ત્રીએ પોતાનો ચૂકાદો 25 જુલાઇ માટે પેન્ડિંગ કરી દિધો હતો.

આઝમગઢથી કરી હતી શહજાદની ધરપકડ

પોલીસે શહજાદ ઉર્ફે પપ્પૂને ઉત્તર પ્રદેશના આઝમગઢથી ધરપકડ કરવામાં આવી હતી. શહજાદ પર પોલીસે આરોપ લગાવ્યો હતો કે જામિયા નગરના બાટલા હાઉસમાં જે સમયે આતંકવાદીઓ સાથે પોલીસની મુઠભેડ થઇ રહી હતી, તે સમયે મકાનમાં હાજર હતો જ્યાં આતંકવાદી રોકાયા હતા. કોર્ટમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપત્ર અનુસાર શહજાદ જ તે આતંકવાદી છે, જેને પોલીસ પર ફાયરિંગ કર્યું અને તેની એક ગોળી વડે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું મોત નિપજ્યું હતું.

પોતાની ચાર્જશીટમાં પોલીસે એમ કહ્યું છે કે તે સમયે મુઠભેઠ દરમિયાન શહજાદ પોતાના મિત્ર જુનૈદ સાથે બાલ્કનીથી કુદીને નાસી છુટ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા 29 એપ્રિલ 2010માં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર મોહંમદ સૈફ, મોહંમદ આતિફ, અમીન ઉર્ફ બશીર અને મોહંમદ સાજિદને આરોપી ગણાવ્યા હતા, જ્યારે તે ચાર્જશીટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે બે આતંકવાદી આ એન્કાઉન્ટરમાં ઠાર મર્યા હતા.

દિલ્હીમાં વધુ બ્લાસ્ટ કરવાનું હતું કાવતરું

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંબંધ ધરાવે છે, જે અમદાવાદ અને દિલ્હી બ્લાસ્ટમાં પણ સામેલ હતા, દિલ્હીમાં વધુ બ્લાસ્ટ કરવાનું તેમનું કાવતરું હતું. આ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસે મોહનચંદ શર્મા જેવો જાંબાજ સિપાહી ગુમાવ્યો.

60 આતંકવાદીઓને મારનાર શર્માનું અંતિમ એન્કાઉન્ટર

ઇન્સ્પેક્ટ મોહનચંદ શર્માએ પોતાની 21 વર્ષની પોલીસની નોકરીમાં 60 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 200થી વધુ ખતરનાક આતંકવાદી અને ગુનેગારોની ધરપકડ કરી હતી, પરંતુ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે તે જાણિતા આ જાંબાજ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા માટે બાટલા હાઉસ આ છેલ્લું એન્કાઉન્ટર સાબિત થયું.

English summary
A Delhi court on Thursday ruled that 2008 Batla House encounter was genuine and convicted lone suspected Indian Mujahideen operative Shahzad Ahmed of killing Delhi police inspector MC Sharma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more