જાણો શું હોય છે ટેન્ડર વોટિંગ? જાણો કેવી રીતે થાય છે?
ભારત જેવા લોકશાહી દેશોમાં વોટનું ઘણુ મહત્વ માનવામાં આવે છે. કોઈ ચૂંટણીમાં એ નક્કી કરવામાં આવે છે કે દેશનો કોઈપણ નાગરિક મત આપવાથી વંચિત ન રહે છે. આ માટે વિવિધ કામમાં રોકાયેલા લોકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે.
ભારતમાં સામાન્ય લોકોને ઈવીએમ કે બેલેટ પેપરથી મતદાન કરવાનો અધિકાર મળે છે ત્યારે એક મતદાન એવુ પણ થાય છે જેને ટેન્ડર વોટિંગ તરીકે ઓળવામાં આવે છે. આ વોટિંગ બંધ કવરમાં કરવામાં આવે છે.

ભારતમાં વોટિંગને લોકશાહીમાં સૌથી મોટો અધિકાર માનવામાં આવે છે. દરેક મત દેશ અને સમાજનું ભવિષ્ય નક્કી કરે છે. આથી દરેક નાગરિકને આ શક્તિનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવે છે. વોટિંગ દરમિયાન ઘણી વખત નકલી વોટ જોવા મળે છે. જેમાં કોઈ અન્ય વ્યક્તિ બીજાના નામે વોટ નાખે છે. આવી સ્થિતિ ટાળવા માટે જ ટેન્ડર વોટિંગની જોગવાઈ કરાઈ છે.
તમે મતદાનના દિવસે સાંજે તમારો મત આપવા માટે મતદાન મથક પર જાઓ ત્યારે ત્યાં બેઠેલા અધિકારીઓ તમને કહે છે કે તમારો વોટ પડી ચૂક્યો છે. આ સ્થિતિમાં તમે ટેન્ડર વોટિંગ દ્વારા તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો.
આ વોટિંગ માટે સૌથી પહેલા તમારે આઈડી કાર્ડ સાથે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે જવાનું હોય છે અને કહેવાનુ કે તમે મત આપ્યો નથી, તે તમને કેટલાક પ્રશ્નો પૂછી શકે છે અને કેટલાક દસ્તાવેજો માંગી શકે છે.
આમ કર્યા પછી તમને તમારો વોટ આપવા દેવામાં આવશે. જો કે તમે EVM પર વોટ નહીં કરી શકો, તમારે બેલેટ વોટિંગ કરવું પડશે. આ પ્રક્રિયાને ટેન્ડર વોટિંગ કહેવામાં આવે છે. જેમાં તમને એક પત્રિકા આપવામાં આવે છે. જેમાં તમામ પક્ષોના ઉમેદવારોના નામ અને ચૂંટણી ચિન્હ હશે. તમારે એ જ સ્લિપ પર જણાવવાનું છે કે તમે કોને પસંદ કરી રહ્યા છો. આ પછી પ્રિસાઇડિંગ ઓફિસર તેને એક કવરમાં સીલ કરીને એક બોક્સમાં રાખશે.












Click it and Unblock the Notifications
