જાણો ક્યાં આવેલુ છે દુનિયાનું એકમાત્ર ઘીમાંથી બનેલુ મંદિર? જાણો ખાસિયત
ભારતમાં હજારો પ્રકારના મંદિરો આવેલા છે. વિવિધ જગ્યાઓએ પર આવેલા મંદિરો તેમની પ્રાચીન બનાવટ અને ખાસિયતો માટે જગ વિખ્યાત છે.
આજે આપણે આવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાણી નહીં પણ ઘીથી કરવામાં આવ્યુ છે.

આપણે જે મંદિર વિશે વાત કરી રહ્યાં છીએ તેની નિર્માણ પ્રક્રિયા લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. આ મંદિર રાજસ્થાનમાં આલેવુ ભંડાસર મંદિર છે. તેના નિર્માણમાં પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં સ્થિત ભંડાસર મંદિરનું નિર્માણ 15મી સદીની આસપાસ બંદા શાહ ઓસવાલ નામના ધનાઢ્ય વેપારીએ કરાવ્યું હતું. આ મંદિર જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથને સમર્પિત છે.
આ મંદિર ઘીથી નિર્માણ થવા સાથે સાથે તેની આંતરિક બનાવટ અને સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે. ઘણા જૈન મંદિરોની જેમ તેમાં પણ કોતરણી અને રંગબેરંગી ચિત્રો છે. આ મંદિર ત્રણ માળનું બનેલું છે, જેમાં દરેક માળે જૈન સંસ્કૃતિનું એક અલગ પાસું દેખાય છે.
શા માટે આ મંદિર પાણીને બદલે ઘી વડે બાંધવામાં આવ્યું હતું તે અંગેની એક સૌથી પ્રચલિત વાર્તા એ છે કે એક વખત જ્યારે બંદા શાહે ગામલોકોને જમીન પર મંદિર બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો.
જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ કહ્યું કે આ વિસ્તારમાં પહેલેથી જ પાણીની તીવ્ર અછત છે, જે તેમના માટે માંડ માંડ બચી શકે છે. અને હવે મંદિર બનશે તો પાણી ખતમ થઈ જશે અને લોકો ભૂખે મરશે. પરંતુ બંદા શાહ મક્કમ હતા અને પાણીને બદલે ઘી વડે મંદિર બનાવવાનું નક્કી કર્યું.
જો કે પાયો ખરેખર પાણીને બદલે ઘીનો બનેલો છે કે કેમ તે શોધવા માટે કોઈ ખોદકામ કરી શકાતું નથી. પરંતુ એવું કહેવાય છે કે બાંધકામમાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખૂબ જ ગરમીના દિવસોમાં મંદિર લપસણું થઈ જાય છે અને થાંભલા અને ભોંયતળિયામાંથી ઘી ટપકતું જોઈ શકાય છે.












Click it and Unblock the Notifications
