For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યાયામના અભાવથી નબળા પડી જાય છે શરીરના હાડકાં!

|
Google Oneindia Gujarati News

પણજી, 26 જુલાઇ: એક જાણીતા બોન સર્જનનું કહેવું છે કે અમેરિકન અથવા બ્રિટિશ લોકોની તુલનામાં ભારતીયોના હાડકાં પારંપરિક રીતે નબળી હોય છે વિકૃત હોય છે અને ભારતીયોમાં ઓસ્ટિયોપોરોસિસ (હાડકાંમાં વિકાર) હોવાનો ભય વધારે રહે છે.

હાંડકાંના સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કરવા માટે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લાસ વેગાસના જાણિતા ઓર્થોપેડિક સર્જન એરિક જીગને મીડિયાને જણાવ્યું કે ભારતમાં ઘુંટણની સર્જરીનું સ્વરૂપ અમેરિકાની સર્જરી કરતા બિલકૂલ અગલ છે.

ભારતીય ઉપખંડમાં લોકોના હાડકાં ખૂબ જ નબળા હોય છે. જીગને જણાવ્યું કે 'અત્રે લોકોના ઘુટણના હાડકાં કમજોર હોય છે. અમેરિકન લોકોમાં એવું જોવા નથી મળતું ત્યાં લોકોના ઘુંટણનો આકાર અહીંના લોકોના ઘુંટણના હાડકાંનો આકાર પણ અહીંના લોકોની તુલનામાં મોટો હોય છે.' ગોવાના બોન વિશ્લેષક અમેયા વેલિંગકરના અનુસાર તેનું એક કારણ એ છે કે ભારતમાં લોકો પોતાના ઘુંટણના દર્દને ટાળી નાખે છે, અને છેલ્લે માલૂમ પડતા સર્જરીનો વિકલ્પ પસંદ કરે છે.

તેમણે જણાવ્યું કે ભારતીય લોકોમાં નબળા હાડકાંનું બીજું કારણ નિયમિત વ્યાયામ નહીં કરવાનું છે. ભારતીય લોકો શારિરીક ગતિવિધિયોને નજરઅંદાજ કરે છે અને બાદમાં હાડકાંઓ નબળા પડી જાય છે, અને તકલીફો વધે છે. તેમણે જણાવ્યું કે 'ભારતીય લોકોના હાડકાં બીજાઓની તુલનામાં ઓછી ગુણવત્તાવાળી હોય છે અને નિયમિય વ્યાયામના અભાવે તે વધું નબળા થઇ જાય છે.' તેમણે જણાવ્યું કે અમે નિયમિત વ્યાયામનું જેટલું ધ્યાન રાખીશું, હાડકાંઓની પરેસાનીથી એટલા જ દૂર રહી શું.

તેમણે જણાવ્યું કે પશ્ચિમના દેશોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સચેત હોય છે અને નિયમિત રીતે કસરત કરતા હોય છે. એટલા માટે તેમના હાડકાં મજબૂત અને ઉચ્ચતમ ગુણવત્તાવાળી હોય છે. વેલિંગકરે કહ્યું કે યૂરોપ અને ઉત્તરી અમેરિકા બાદ હવે આફ્રીકામાં પણ ઘુંટણની સર્જરી કરાવનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે.

તેમણે જણાવ્યું કે 'નાઇજીરીયા અને કેન્યા જેવા દેશોમાં હાડકાંના ઓપરેશન માટે ખૂબ બધા દર્દીઓ મળી જશે. આ દેશોમાં સર્જરી માટે સારી એવી સુવિધાઓનો અભાવ છે અને અત્રેની સરકાર પોતાના દર્દીઓને સર્જરી માટે વિદેશ મોકલવાનો વિકલ્પ અપનાવે છે.'

તેમણે જણાવ્યું કે આફ્રિકન દેશોની સાથે તબીબી સંબંધી દ્વિપક્ષીય સમજુતી દેશમાં સ્વાસ્થ્ય પર્યટનને વધારો આપી શકીએ છીએ. ભારતમાં ઘુટણની સર્જરી કરાવવા માટે કુલ ખર્ચ બે લાખ રૂપિયા છે, જ્યારે અમેરિકામાં સર્જરી માટે 9થી 10 લાખનો ખર્ચ થાય છે.

English summary
Indian bones are conventionally weaker, deformed and more osteoporosis-prone compared to Americans or Britons, say leading knee replacement surgeons who participated in a knowledge-sharing exercise here on replacement surgeries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X