Largest Nuclear Bomb : વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ કયા દેશ પાસે છે? જાણો તાકાત
Largest Nuclear Bomb : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધ્યો છે, જેના કારણે બંને દેશોના પરમાણુ હથિયારો અને તેમની શક્તિની ચર્ચા થઈ રહી છે.
શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ કયા દેશ પાસે છે અને તે કેટલું નુકસાન કરી શકે છે?

જણાવી દઈએ કે, ભારત પાસે અગ્નિ, શૌર્ય, પ્રલય અને બ્રહ્મોસ જેવી અત્યાધુનિક મિસાઇલો છે, જે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત સ્થળ, સમુદ્ર અને હવામાંથી પરમાણુ હુમલો કરવાની તાકાત ધરાવે છે. ભારતે ક્યારેય પહેલો પરમાણુ હુમલો નહીં કરવાનો સંકલ્પ લીધો છે, જ્યારે પાકિસ્તાને આવું કોઈ વચન આપ્યું નથી.
વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતા દેશ
- અમેરિકા: 5,748 પરમાણુ હથિયારો
- રશિયા: 5,580 પરમાણુ હથિયારો
- ચીન: 500 પરમાણુ હથિયારો
- ફ્રાન્સ: 290 પરમાણુ હથિયારો
- બ્રિટન: 225 પરમાણુ હથિયારો
- ભારત: 172 પરમાણુ હથિયારો
- પાકિસ્તાન: 170 પરમાણુ હથિયારો
- ઇઝરાયેલ: 90 પરમાણુ હથિયારો
- ઉત્તર કોરિયા: 50 પરમાણુ હથિયારો
અમેરિકાએ 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બોમ્બ હુમલો કર્યો હતો, જેમાં લગભગ 2 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બોમ્બના નામ લિટલ બોય અને ફેટ મેન હતા.
વિશ્વના શક્તિશાળી પરમાણુ બોમ્બ
સાર બોમ્બા - રશિયા (Tsar Bomba)
- શક્તિ : 50 મેગાટન
- વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ, જે એક મોટા શહેરને સંપૂર્ણ નષ્ટ કરી શકે છે.
- 30 ઓક્ટોબર 1961ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે ઇતિહાસનું સૌથી મોટુ પરમાણુ પરિક્ષણ હતું.
- હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતાં 3,300 ગણું વધુ શક્તિશાળી છે.
25 મેગાટન બોમ્બ - અમેરિકા
- આ બીજો સૌથી શક્તિશાળી બોમ્બ, જેના ઘણા વર્ઝન છે.
- શીત યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ બોમ્બના વિવિધ વર્ઝન તૈયાર કર્યા છે.
TX-21 શ્રિમ્પ બોમ્બ - અમેરિકા
- શક્તિ: 15 મેગાટન
- 1954માં માર્શલ આઇલેન્ડ્સમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે જમીન પર વિસ્ફોટને કારણે અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું.
B83 બોમ્બ - અમેરિકા
- શક્તિ: 9 મેગાટન
- શીત યુદ્ધ દરમિયાન 340થી વધુ બોમ્બ બનાવવામાં આવ્યા.
- આ બોમ્બ બંકરોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરાયો છે.
8 મેગાટન બોમ્બ - રશિયા
- સોવિયેત યુનિયનના સમયનો બોમ્બ, જે સૌથી મજબૂત બંકરોને પણ નષ્ટ કરી શકે છે.
- આને સાર બોમ્બનું નાનું સંસ્કરણ પણ કહેવામાં આવે છે.
પરમાણુ હથિયારોની શક્તિ અને તેમની વિનાશક ક્ષમતા વિશ્વ માટે ગંભીર ચિંતાનો વિષય છે. રશિયાનો સાર બોમ્બા વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે, જ્યારે અમેરિકા પણ અનેક શક્તિશાળી બોમ્બ ધરાવે છે. ભારત પોતાની રક્ષણાત્મક નીતિ સાથે પરમાણુ શક્તિમાં મજબૂત સ્થાન ધરાવે છે.












Click it and Unblock the Notifications
