For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો : લ્યો હવે આવી ગયો ઓનલાઇન 'કિસ' નો જમાનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જૂન: એક જમાનો હતો કે જ્યારે કબૂતરના માધ્યમથી પ્રેમપત્રો મોકલવામાં આવતા હતા પછી ટેક્નોલોજી વિજ્ઞાનના કારણે ફોન પર વાતચીતનો દોર શરૂ થયો પછી અવાઝ અને પ્રેમપત્રોની જગ્યા એસએમએસ અને વેબ કોલિંગે લઇ લીધી. આ ઉપરાંત ઇમેલના માધ્યમથી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ હવે રોજબરોજ કોઇને કોઇ નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે તો આ શ્રેણીમાં એક વધુ સુવિધા જોડાઇ ગઇ છે જેના અંતગર્ત તમે ઇમેલમાં પોતાના સાથી માટે કિસ પણ મોકલી શકો છે.

આ બધુ સાંભળીને તમે નવાઇ તો લાગશે પરંતુ કેટલીક હદે આ શક્ય છે કે તમને અમારી વાત પર વિશ્વાસ ના થાય પરંતુ સત્ય એ છે કે બરબેરીએ ગૂગલ સાથે મળીને એક એવું સોફ્ટવેર બનાવ્યું છે કે જેની મદદથી હવે તમે પોતાની 'કિસ' વડે પ્રેમપત્રવાળા પરબિડીયાને ચોંટાડશો નહી પરંતુ તે પરબિડીયાની અંદર એક 'કિસ' પેક કરીને મોકલશો.

kiss

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે kisses.burberry.com પર લોગઇન કરવું પડશે અને quick Kissesના ઓપ્શનનો ઉપયોગ કરી પોતાના પ્રેમી-પ્રેમીકા કે પછી જીવન સાથીને 'કિસ' મેલ કરી શકો છો. આટલું જ નહી બરબેરી (Burberry Kisses ) તમારા હોઠોના રંગને પસંદ કરવાનો ઓપ્શન પણ પુરો પાડે છે. તમે પોતાના હોઠોના રંગ અને આકારની 'કિસ' પોતાના પ્રેમી-પ્રેમિકાને મોકલી શકો છો. પોતાની 'કિસ' સાથે તમે એક પર્સનલ મેસેજ પણ મોકલી શકો છો.

હવે તમે વિચારતા હશો કે આ પૂરી પ્રક્રિયામાં ભૂમિકા તો ફક્ત બરબેરીની છે તેમાં ગૂગલનું શું કામ તો તમને જણાવી દઇએ કે Burberry Kisses ના માધ્યમથી કિસ મોકલવાની સાથે-સાથે તમે ગૂગલ અર્થ અને સ્ટ્રીટ વ્યૂ ટેક્નોલોજીની મદદથી તમે સરળતાથી જોઇ શકશો કે શું તમારી કિસ તમારા સાથી પહોંચી શકી છે. આ સાથે જ આ 'કિસ' તમે પોતાના સાથી પહોંચે છે, તે અંગે તમે સરળતાથી જાણી શકો છો.

હવે આટલા જોરદાર ફિચરના માધ્યમ અંગે જાણકારી પ્રાપ્ત કર્યા બાદ તમે જરૂર ટ્રાઇ કરવા માંગશો. તો પછી મોડું શું કામ કરો છો પર લોગઇન કરો અને મોકલો પોતન લવરને કિસ.

<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/LRiZMVEIhas" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Kissing someone across the globe has never been more real. With Burberry and Google’s newly-launched sweet little idea to spread some love across the globe in a more personalized way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X