મોબાઇલનો ઉપયોગ કરવાથી મળી જશે નોકરી...!!!?

ભારતમાં પણ લિંકડીન મોટા શહેરોમાં ઘણું લોકપ્રિય બની ચૂક્યું છે, અને ધંધાકીય વ્યક્તિઓ પોતાના ધંધા સાથે જોડાયેલા અનુભવી લોકોનો સંપર્ક કરીને તેનો ઉપયોગ કરી રહ્યાં છે.
લિંકેડીને ગત મહિને મોબાઇલ એપ્પ્સમાં એક નવું ફીચર 'જોબ સર્ચ' શરૂ કર્યું. જો કે લિંકેડીનના ફીચરને અપાર લોકપ્રિયતા મળી, પરંતુ તેમછતાં મળી, પરંતુ તેમછતાં તેમાં કેટલીક ઉણપ રહી ગઇ હતી. નબળાઇ એ હતી કે નોકરી શોધનાર લોકો માટે ફોન પર પોતાના બાયાડેટામાં સુધારો કરવામાં મુશ્કેલી આવતી હતી.
આ સમસ્યાના સમાધાન માટે લિંકેડીને ગત સોમવારે જાહેરાત કરી હતી કે લિંકેડીનના યૂજર્સ પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી સીધા નોકરી માટે એપ્લાય કરી શકે છે. નવા ફીચરની મદદથી લિંકેડીનના ઉપયોગકર્તાઓને હવે નોકરીની એપ્લિકેશન માટે બાયોડેટાની જરૂરિયાત રહેશે નહી, પરંતુ લિંકેડીનના પ્રોફાઇલના માધ્યમથી એપ્લિકેશન કરી શકશો.
કંપનીએ બ્લોગમાં કહ્યું હતું કે તેને ધ્યાનમાં રાખતાં અમે આવી સુવિધા પુરી પાડી છે, જેથી લિંકેડીનના માધ્યમથી ઉપયોગકર્તા બાયોડેટા વિના જ નોકરી માટે એપ્લિકેશન કરી શકે છે. હવે તે પોતાના સર્વોત્કૃષ્ટ નોકરી માટે પોતાના લિંકેડીન પ્રોફાઇલનો ઉપયોગ કરીને જ એપ્લિકેશન કરી શકે છે.
લિંકેડીનની આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે મોબાઇલ ઉપયોગકર્તાને 'લિંકેડીન મોબાઇલ' ડાઉનલોડ કરવું પડશે અથવા તેને આઇઓએસ કે એન્ડ્રોઇડને અપડેટ કરવો પડશે. લિંકેડીને નવા 'જોબ સર્ચ' ફીચરના માધ્યમથી માત્ર પાંચ સ્ટેપમાં નોકરી માટે એપ્લિકેશનની સુવિધા પુરી પાડી છે.












Click it and Unblock the Notifications
