Love at first sight : કેવી રીતે થાય છે પહેલી નજરનો પ્રેમ? જાણો આમ થવા પાછળ શરીરમાં શું હલચલ થાય છે?
Love at first sight : તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે તેમને કોઈને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો છે. પહેલી નજરનો પ્રેમ એક મોટુ રહસ્ય છે.
જણાવી દઈએ કે, પહેલી નજરનો પ્રેમ થવા પાછળ માત્ર ભાવનાઓ જ જવાબદાર નથી, તેની સાથે શરીર પણ ઘણી રીતે રિએક્ટ કરે છે.

સામાન્ય વ્યક્તિને ગલીપચી માત્ર પેટમાં જ થાય છે, પરંતુ જેને પ્રેમ થયો હોય તેને આ ગલીપચી ગમે ત્યાં થઈ શકે છે. પ્રેમ એક એવી વસ્તુ છે. એકવાર થયા પછી શરીરના તમામ તાર એકસાથે વગાડવા લાગે છે અને સારેગામાપા ગાવાનું શરૂ કરે છે.
વિજ્ઞાન અને ડોક્ટરોનું માનવું છે કે પહેલી નજરમાં પ્રેમ થવા પાછળ એક ખાસ હોર્મોન હોય છે, જે કોઈ વ્યક્તિ પ્રત્યેની આપણી લાગણીઓને વ્યક્ત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને જુએ છે, ત્યારે શરીર ઓક્સીટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે.
આ એવા હોર્મોન્સ છે આપણા મગજ અને શરીરમાં ભાવનાત્મક અને સામાજિક જોડાણો બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ તેને લવ હોર્મોન અથવા કડલ હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈને જોઈએ અને આપણને તે સારું લાગે ત્યારે શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે.
ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ થયા પછી વ્યક્તિમાં હકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય છે. આના દ્વારા એકબીજા પર વિશ્વાસ કરી શકાય છે અને સંવેદનશીલ બનીએ છીએ.
જો કે, આ હોર્મોન માત્ર તમારા ગમતા વ્યક્તિને જોઈને જ નીકળતું નથી. માતા-પિતા, બાળકો, કુટુંબીજનો અથવા ખાસ મિત્રોને જોયા પછી પણ રિલીઝ થઈ શકે છે.
વૈજ્ઞાનિકોના મતે માનવ મગજમાં હાઈપોથેલેમસમાંથી ઓક્સીટોસિન હોર્મોન્સ નીકળે છે અને પીટ્યુટરી ગ્રંથિ દ્વારા શરીરમાં ફેલાય છે. આ હોર્મોન કોઈને ગળે લગાડવાથી, હાથ મિલાવીને, ભાવનાત્મક રીતે વાત કરવાથી પણ નીકળે છે અને આપણે સામેની વ્યક્તિ પ્રત્યે લાગણીશીલ બનીએ છીએ.












Click it and Unblock the Notifications
