For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: મહારાષ્ટ્રની ચૂંટણીની ઉથલ-પાથલ વચ્ચે કોણે શું કહ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ઉથલ-પાથલ વચ્ચે રાજનેતાઓની નિવેદનબાજીનો માહોલ ગરમ છે. રાજકીય પાર્ટીઓના નેતા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતાં રહ્યાં તો ક્યારેક તીખા પ્રહાર કર્યા. નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં સીધી રીતે કોંગ્રેસ-એનસીપીને પ્રહાર કરતાં જોવા મળ્યા તો રાહુલ ગાંધી પ્રત્યક્ષ રીતે નરેન્દ્ર મોદી પર શબ્દબાણ છોડતાં જોવા મળ્યા.

ભાજપે રેલીઓ કરવામાં બાજી મારી, શું મોદીનો જાદૂ ચાલશે?ભાજપે રેલીઓ કરવામાં બાજી મારી, શું મોદીનો જાદૂ ચાલશે?

તો બીજી તરફ ભાજપથી અલગ થયેલી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપને આડે હાથ લેવાની તક છોડી નહી. ઉદ્ધવ ઠાકરે સતત રાજકીય કટાક્ષ કરતાં રહ્યાં હતા.

<strong>મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ જીતી શકે છે 110 સીટ, કોગ્રેસ 68: સર્વે</strong>મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ જીતી શકે છે 110 સીટ, કોગ્રેસ 68: સર્વે

એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ રાજકીય ગરમાવાને જોતાં નિવેદન બાજી સક્રિય જોવા મળી. આવો તસવીરોના માધ્યમથી જોઇએ કોણે શું-શું કહ્યું.

 નરેન્દ્ર મોદી, વડાપ્રધાન અને ભાજપ નેતા

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન અને ભાજપ નેતા

એનસીપી-કોંગ્રેસની પાર્ટી લુંટારાઓની પાર્ટી છે. એનસીપીની ઘડીયાળમાં 10 કલાક અને 10 મિનિટ હોય છે તેનો મતલબ થાય છે કે દર વર્ષમાં તેમની સરકારમાં ભ્રષ્ટાચાર દસ ગણો વધી જાય છે.

 રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ, કોંગ્રેસ પાર્ટી

રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ, કોંગ્રેસ પાર્ટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહરાત્મા ગાંધીની વાતો કરતાં તેમના વિચારોની વાતો કરે છે પરંતુ તેમના વિચારો અને સિદ્ધાંતોને તે પોતે ફોલો કરતા નથી.

 આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ગુજરાત

આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ગુજરાત

મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ પાર્ટીની સરકારે મહારાષ્ટ્રના ઉદ્યોગપતિને પ્રોત્સાહન આપ્યું નથી. પૂર્વની મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં રોકાણકારોને સુવિધાઓ પ્રદાન કરવામાં અસફળ રહી છે.

 શરદ પવાર, અધ્યક્ષ, એનસીપી

શરદ પવાર, અધ્યક્ષ, એનસીપી

ચૂંટણી કમિશનને અલગ રાજ્ય વિદર્ભની માંગને જોતાં મત સંગ્રહ (રેફરેંડમ) કરાવવું જોઇએ. જો વધુમાં વધુ લોકો વિદર્ભના રૂપમાં અલગ રાજ્ય માટે વોટ કરે છે તો હું ઇચ્છીશ કે અલગ રાજ્ય થવું જોઇએ.

 ઉદ્ધવ ઠાકરે, પ્રમુખ, શિવસેના

ઉદ્ધવ ઠાકરે, પ્રમુખ, શિવસેના

ઉદ્ધવ ઠાકરેએ બાંદ્રા કુર્લામાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે ભાજપની સાથે ગઠબંધન તૂટવાનું હતું. ભાજપને જો સીટ આપી દેત તો શિવસેના ખતમ થઇ શકત. પરંતુ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકશે નહી. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને અફજલ ખાન ગણાવ્યા હતા જેને શિવાજીએ પરાજીત કર્યા હતા.

 આર આર પાટીલની ટિપ્પણી

આર આર પાટીલની ટિપ્પણી

રેપના આરોપી એનએનએસ ઉમેદવાર સુધાકર ખડેના સમર્થન માટે જ્યારે કેટલાક સમર્થક આર આર પાટીલની પાસે આવ્યા તો તેમણે કંઇક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આર આર પાટીલે કહ્યું કે જો રેપ કરવો જ હતો તો એમએલએ બન્યા બાદ કરતા. જો કે તેમણે આ નિવેદન પર પછી માંફી માંગી.

English summary
Maharashtra assembly election: Political party leaders are attacking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X