For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રિકાના ગાંધી હતા મંડેલા, ભારત સાથે ગાઢ સંબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

'દક્ષિણ આફ્રિકાના ગાંધી' કહેવાતા નેલ્સન મંડેલાનો ભારત સાથે ગાઢ સંબંધ હતો અને ભારતના 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધી તથા તેમના વચ્ચે સમાનતાઓ શોધવામાં આવતી હતી.

રંગભેદની નીતિ વિરૂદ્ધ આંદોલન કરનાર નેલ્સન મંડેલાનો ભારત સાથેના સંબંધની એ વાતથી ખબર પડે છે કે 27વર્ષ જેલમાં વિતાવ્યા બાદ 1990માં તેમને પહેલીવાર વિદેશ જવા માટે પોતાના 'રાજકીય દાવપેચ' અને 'આદર્શ' ગાંધીની ધરતી ભારતને પસંદ કરી. જો કે તે વર્ષ 1990માં જેલમાંથી છુટ્યા અને ભારતે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સમ્માનિત કર્યા. વર્ષ 1993માં તેમને શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. નેલ્સન મંડેલા ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી નાગરિક હતા.

'ગાંધીવાદી' નેલ્સન મંડેલા વિશ્વભરમાં પ્રેમના મસીહાના નામે જાણીતા છે. તેમને 'સત્ય અને અહિંસા'ના સિદ્ધાંતો માટે ગાંધીની હંમેશા પ્રસંશા કરી અને તેમના આદર્શોનું પાલન કર્યું. નેલ્સન મંડેલાએ વર્ષ 1993માં દક્ષિણ આફ્રિકામાં ગાંધી સ્મારકના ઉદઘાટનના અવસરે કહ્યું હતું કે મહાત્મા આપણા ઇતિહાસનો ભાગ છે કારણ કે તેમનો અહીં સૌથી પહેલાં સચ્ચાઇ સામે સામનો થયો હતો. અહીં તેમને ન્યાય માટે દ્રઢતા પ્રદર્શિત કરી, અહીં તેમને સત્યાગ્રહને દર્શન અને સંઘર્ષના રૂપમાં વિકસીત કર્યું. જેલમાંથી છુટ્યા બાદ, નેલ્સન મંડેલા ઘણીવાર ભારતના પ્રવાસે આવ્યા અને તેમને ભારતના લોકોને દક્ષિણ આફ્રિકા આમંત્રિત કર્યા. તેમને ભારતમાં ભારતીય નેતા અને પ્રેરણાદાયી હસ્તી તરીકે યાદ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત

નેલ્સલ મંડેલને ભારત સરકાર દ્વારા શાંતિના પ્રયત્નો માટે વર્ષ 2001માં આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે જ્યારે પણ ભારત આવતા હતા, ત્યારે તેને પોતાના રાજકીય દાવપેચની ધરતીની તીર્થયાત્રા માનતા હતા. વર્ષ 1995માં નેલ્સન મંડેલા ભારતની યાત્રા દરમિયાન અમદાવાદ નજીક એક ગ્રામીણ વિસ્તારમાં ગયા જ્યાં ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ સ્વયંસેવી તથા અહિંસાના વિચારોને વિકસિત કર્યા હતા.

મંડેલા અને ગાંધી વચ્ચે સમાનતા

મંડેલા અને ગાંધી વચ્ચે સમાનતા

નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે હું મહાત્મા દ્વારા ગરીબો માટે નક્કી કરવામાં આવેલી નૈતિકતા, સાદગી અને પ્રેમના સ્તરને ક્યારેય અડકી ન શકું. તેમને કહ્યું હતું હતું કે મહાત્મા ગાંધીમાં કોઇ નબળાઇ ન હતી, પરંતુ હું નબળો છું. મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલા પોતાના રાજકીય જીવનમાં ઘણીવાર જેલમાં ગયા. જો કે બંને વચ્ચે સમનતા એ છે કે બંનેએ જોહનિસબર્ગની જેલ 'ફોર્ટ પ્રિજન'માં સમય ગુજાર્યો છે.

વિશ્વ શાંતિ માટે પ્રેરણા બન્યા

વિશ્વ શાંતિ માટે પ્રેરણા બન્યા

મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં વંચિતોના પક્ષમાં ઉપાડી પોતાનું રાજકીય આંદોલન શરૂ કર્યું. બંને જ વિશ્વ શાંતિ માટે પ્રેરણા બન્યા. તેમને ઘણા દેશો અને નેતાઓને પ્રેરિત કર્યા.

મંડેલાના સન્માનમાં 5 દિવસનો રાજકીય શોક

મંડેલાના સન્માનમાં 5 દિવસનો રાજકીય શોક

કેન્દ્ર સરકારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. નેલ્સન મંડેલાના નિધન પર તેમના સન્માનમાં 6 થી 10 ડિસેમ્બર સુધી પાંચ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. દેશભરમાં 6 થી 10 ડિસેમ્બર સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાંઢીએ ધરકાવવામાં આવશે અને આ દરમિયાન સરકારી સમારોહ આયોજીત કરવામાં નહી આવે.

નેલ્સન મંડેલાના વધુ પાંચ નામ હતા

નેલ્સન મંડેલાના વધુ પાંચ નામ હતા

ભલે દુનિયા તેમને નેલ્સન મંડેલાના નામથી જાણતી હોય પરંતુ દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિના આ ઉપરાંત પાંચ નામ હતા. કેટલાક નામ બાળપણના છે જ્યારે કેટલાક સન્માનરૂપ રાખવામાં આવ્યા છે. નેલ્સન મંડેલા ફાઉંડેશન અનુસાર જન્મ વખતે નેલ્સન મંડેલાના પિતા નકોસી મફાકન્યીસવા ગડલા હેનરીએ તેમનું નામ રોલીહલાહલા રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકાની આધિકારીક ભાષામાં તેનો અર્થ 'હેરાન કરનાર' થાય છે.

મંડેલાના આવા પણ નામ હતા

મંડેલાના આવા પણ નામ હતા

સીએનએના સમાચાર અનુસાર 'નેલ્સન' નામ તેમને તેમના પ્રાથમિક સ્કુલના એક શિક્ષકે આપ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં તેમને 'મદીબા' નામથી ઓળખવામાં આવતા હતા. નેલ્સન મંડેલાને કેટલાક લોકો 'ટાટા' અને 'ખુલૂ' પણ કહેતા હતા. દક્ષિણ આફ્રિકાની ભાષામાં તેનો અર્થ ક્રમશ: 'પિતા' અને 'દાદા' થાય છે. નેલ્સન મંડેલાને 16 વર્ષની ઉંમરમાં 'ડાલિભુંગા' નામ આપવામાં આવ્યું હતું તેનો અર્થ 'વાતચીત કરનાર' અથવા 'પરિષદની સ્થાપના કરનાર' થાય છે.

English summary
Nelson Mandela, who was often dubbed as the 'Gandhi of South Africa', had strong Indian connections and striking similarities with India's 'Father of Nation'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X