For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેગમાં એવું તો શું હતું કે સરદાર પટેલના નિધનના તુરંત બાદ એમની દીકરીએ નેહરૂને સોંપી દીધી?

સરદાર પટેલના દીકર મણિબેને નહેરુને સોંપેલી એ બેગમાં શું હતું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: આજે આખો દેશ આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના બતાવેલા આદર્શો અને વિચારોને યાદ કરી રહ્યા છે, પરંતુ આજે પણ સરદાર પટેલ વિશેની એવી વાતો છે જે લોકો જાણતા નથી અને એ છે એમનો પરિવાર, દેશની શિયાસતનું મોટું નામ રહેલ સરદાર પટેલના મૃત્યુ બાદ તેમના પુત્ર અને પુત્રીને રાજનીતિમાં સ્થાન તો મળ્યું પણ તેટલું મહત્વ ના મળ્યું જેના તે હકદાર હતા. આ અંગે અમૂલના સંસ્થાપક કૂરિયન વર્જીઝે પોતાના પુસ્તક I Too Had A Dreamમાં ખુલાસો કરવામાં આવ્યો છે.

એક બેગ અને પુસ્તક લઈને સરદાર પટેલની દીકરી નહેરૂને મળવા પહોંચી

એક બેગ અને પુસ્તક લઈને સરદાર પટેલની દીકરી નહેરૂને મળવા પહોંચી

કૂરિયન મુજબ 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈના બિરલા હાઉસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું હતું. તેઓ પોતાની પાછળ દીકરા દહયા અને દીકરી મણિબેનને છોડી ગયા હતા. પુસ્તક મુજબ પિતાના નિધન બાદ મણિબેન એક પુસ્તક અને એક બેગ લઈને દિલ્હીમાં પંડિત જવાહરલાલ નેહરૂને મળવા માટે પહોંચ્યાં હતાં, કેમ કે એમના પિતાએ આવું કરવા કહ્યું હતું. જણાવી દઈએ કે તે પુસ્તક એક ખાતાબુક હતી અને બેગમાં પાર્ટીના 35 લાખ રૂપિયા હતા.

નહેરૂનો અહંકારી વર્તાવ

નહેરૂનો અહંકારી વર્તાવ

બેગ અને પુસ્તક આપીને મણિબેન ઘણો સમય સુધી પંડિત નહેરૂની સામે જ ખુરસી પર બેઠાં રહયાં પણ પંડિત નેહરુએ એમને ધન્યવાદ સિવાય બીજું કશું જ ન કહ્યું, આ વાતથી મણિબેનને આઘાત લાગ્યો હતો. એમને અપેક્ષા હતી કે નેહરુ એમને પુછશે કે હવે તેમની જિંદગી કેવી ચાલી રહી છે, પરંતુ એવું ન થયું. જણાવી દઈએ કે મણિબેન આખી જિંદગી કુંવારા રહ્યાં અને બાપુએ જણાવેલા આદર્શો પર પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

લોકસભા સાંસદ

લોકસભા સાંસદ

બાદાં એમણે રાજનીતિમાં પગપેસારો કર્યો અને પહેલી વાર દક્ષિણ કૈરાથી સાંસદ બન્યાં, જે બાદ તેઓ આણંદથી પણ સાંસદ બન્યાં, જો કે કોંગ્રેસે રાજનીતિમાં એમને કદ તો આપ્યું પણ મહત્વ માટે તેઓ હંમેશા તરસતાં રહ્યાં.

કોંગ્રેસથી મોહ ભંગ

કોંગ્રેસથી મોહ ભંગ

આ કારણે જ એમનો કોંગ્રેસથી મોહ ભંગ થયો અને એમણે કોંગ્રેસ છોડીને મોરારજી દેસાઈ સાથે સ્વતંત્ર પાર્ટી બનાવી લીધી, જો કે બાદમાં તેમની કોંગ્રેસમાં ફરી વાપસી થઈ, તેઓ 1964થી લઈને 1970 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યાં. 1977માં એમણે જનતા પાર્ટીની ટિકિટ પર મહેસાણાથી લોકસભા ચૂંટણી લડી અને તેઓ ચૂંટાયા પણ હતાં.

ડાહ્યાભાઈ પટેલ પણ સાંસદ પહોંચ્યા

ડાહ્યાભાઈ પટેલ પણ સાંસદ પહોંચ્યા

સરદાર પટેલના દીકરા ડાહ્યાભાઈ પટેલ પણ રાજનીતિમાં સક્રિય રહ્યા, ડાહ્યાભાઈએ આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું અને તેઓ વર્ષ 1964માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે ચૂંટાયા હતા, તેઓ ત્રણ વાર રાજ્યસભામાં રહ્યા અને 1973માં એમનું નિધન થયું હતું.

પૌત્ર રાજનીતિથી દૂર જ રહ્યા

એમના બે દીકરા પણ હતા બિપિન અને ગૌતમ, એમના મોટા દીકરા બિપિનનું 2004માં નિધન થયું જ્યારે બીજો દીકરો ગૌતમ કેટલાક વર્ષો પહેલા અમેરિકામાં યૂનિવર્સિટીમાં ભણાવતો હતા પરંતુ હવે તે વડોદરામાં રહી રહ્યા છે.

સરદાર પટેલે જૂનાગઢના નવાબને ભારતમાં જોડાવવા દબાણ કર્યું, જેમણે કુતરાના લગ્નમાં ખર્ચ્યા 20 લાખસરદાર પટેલે જૂનાગઢના નવાબને ભારતમાં જોડાવવા દબાણ કર્યું, જેમણે કુતરાના લગ્નમાં ખર્ચ્યા 20 લાખ

English summary
These anecdotes are from Verghese Kurien’s memoirs I Too Had A Dream. Maniben Patel,Sardar Patel’s daughter, was a woman of tremendous honesty and loyalty.She told me that when Sardar Patel passed way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X