બ્રાઇડલ ફેશનમાં છવાયો અવધ કલેક્શનનો જાદૂ
બૉલીવુડ ફિલ્મ ડિરેક્ટર મુઝફ્ફર અલી અને તેમની ડિઝાઇનર પત્ની મીરાએ આ વખતે 2013 ઇન્ડિયન બ્રાઇડલ ફેશન વીકના બીજા દિવસે રેમ્પ પર અવધ પ્રેરિત એક સુંદર કલેક્શન ઉતાર્યું. મીરાના આ કલેક્શનનું નામ પર્લ ઓન ઓરીએન્ટલ ફોર્મ હતું, જેમાં સુંદર લેંઘા, સારી, શરારા, અનારકલી અને ફારસી પૈજામા વિગેરેની ભરમાર હતી. તેમાં ડિઝાઇનર ડ્રેસમાં લગ્નમાં મોટાભાગે ઉપયોગમાં લેવાતા સુંદર અને ચટક રંગો જેમ કે, લાલ, નારંગી, ગુલાબી અને પીળા રંગનો ઉપયોગ ઓછો થયો હતો.
ભપકાં રંગોના બદલે મીરા અને મુઝફ્ફરે પોતાના ડિઝાઇનર કપડાંમાં હળવા રંગો જેમ કે, પીચ, ઓફ વ્હાઇટ, પેસ્ટલ રંગ અને હળવા રંગોનો ઉપયોગ કર્યો હતો. જોર્જેટ અને વેલ્વેટની શેરવાની અને લેંઘા પર ચિકન અને જરદોજીની ઘણું જ શાનદાર કામ કરવામાં આવ્યું હતું. સારીની સાથે લાંબી જેકેટવાળો પહેરવેશ દેખાવે મોર્ડન હતો અને કલેક્શનને આધુનિક બનાવી રહ્યો હતો. આ ઉપરાંત મીરા અને મુઝફ્ફરના કપડાંઓ ઉપરાંત માડલ્સની જ્વેલરી પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું.
ભારેભરખમ ઇયરિંગ, હાર, માંગનો ટીકો અને નાકની બાલી ખુબસુરત હોવાની સાથે અવધની સંસ્કૃતિને પણ દર્શાવી રહી હતી. બ્રાઇડલ ફેશન વીકમાં મેલ મોડલ્સે પણ મોતીના હાર પહેરી રાખ્યાં હતા. આ દેખાવે સિમ્પલ પણ હતા અને પરંપરાગત પણ. તો ચાલો તસવીરો થકી જોઇએ, મીરા, મુઝફ્ફર અલી કલેક્શનમા બીજા દિવસે શું રજૂ કરવામાં આવ્યું.

ક્રીમ રંગનો શાનદાર લેંઘો
આ લાઇટ કલર લેંઘામાં ચાંદીનું સારું કામ જોવા મળી શકે છે. આ ઉપરાંત ગોલ્ડન જ્વેલરી અને સુંદર મોતીના ઘરેણા આ લુકને પરફેક્ટ બનાવે છે.

ચિકન વર્ક કુર્તા
અવધમાં ચિકન વર્ક ઘણું પ્રસિદ્ધ છે. આ ઘણું જુનુ કામ છે.

હળવી ગુલાબી સારી
હળવા રંગની ગુલાબી સારીમાં સિલ્વરનું વર્ક કરવામાં આવ્યું છે. સાથે જ ફુલ સ્લીવ્સનું આ ડિઝાઇનર બ્લાઉઝ દેખાવે ઘણો મોર્ડન લુક આપી રહ્યું છે.

ગોલ્ડન લેંઘો
આ સફેદ રંગનો લેંઘો ગોલ્ડન બ્લાઉઝની સાથે પેયર કરવામાં આવ્યો છે. સાથે જ તેનો દુપટ્ટો નેટનો છે, જેનો રંભ ભુરો છે.

લાલ લેંઘો
લગ્નોમાં કપડાંનો રંગ ખાસ કરીને લાલ જ માનવામાં આવે છે, તેથી મીરા અને મુઝફ્ફરે પોતાના આ કલેક્શનમાં બ્રિક રેડ કલરને સફેદ રંગ સાથે મેળવીને બનાવ્યો છે.

નીઓન સારી અને લાંબી જેકેટ
નીઓન ઓરેન્જ સારી અને આ લાંબી ડિઝાઇનર જેકેટ સોનમ કપૂરે કાન્સ 2013ના રેડ કાર્પેટનો લુક યાદ અપાવે છે.

ગોલ્ડન જેકેટ
લેંઘા ઉપર ગોલ્ડ જેકેટ પહેરેલું છે, જેના પર કાંચનું કામ તથા ફ્રિલનું કામ કરવામાં આવ્યું છે.

લાઇટ ગ્રીન શરારા
આ એક ઘણો જ પ્રેમાળ રંગ છે, જેને મીરાએ પોતાના કલેક્શનમાં ઉપયોગમાં લીધો છે.

કાળા અને ગોલ્ડન કલરનો જાદૂ
આ એક ઘણું જ સુંદર કોમ્બિનેશન છે. કાળા રંગ પર ગોલ્ડન રંગ અનેક યુવતીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. આ લુક ઘણો જ કલાસી લાગી રહ્યો છે.

મીરા અને મુઝફ્ફર અલી પોતાના મોડલ્સ સાથે
આ ડિઝાઇનર્સની ખાસ વાત એ છે કે તેમણે પોતાના ફેશન કલેક્શનમાં કોઇપણ અભિનેતા અથવા અભિનેત્રીને શો સ્ટોપર બનાવ્યા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
